ETV Bharat / state

દમણ: કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાને ટેન્ટ સિટી અને હેલ્થ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું - Convenience for tourists

દમણની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે દમણમાં પ્રવાસીઓ માટે બનાવેલા ટેન્ટ સિટી અને હેલ્થ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે દમણને વિકાસના પંથે લઈ જવા બદલ પ્રશાસક પ્રફુલ પટેલને અભિનંદન પાઠવ્યા હતાં.

ટેન્ટ સિટી અને હેલ્થ વેલનેસ સેન્ટર
ટેન્ટ સિટી અને હેલ્થ વેલનેસ સેન્ટર
author img

By

Published : Dec 18, 2020, 6:25 PM IST

  • કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાને ટેન્ટ સિટી અને હેલ્થ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
  • દમણ લાઈટ હાઉસ નજીક કરવામાં આવ્યું ટેન્ટ સિટીનું નિર્માણ
  • ટેન્ટ સિટીમાં 30 લક્ઝુરીયસ ટેન્ટ બનાવવામાં આવ્યા છે

દમણ: સંઘપ્રદેશ દમણની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય અને દાદરા નગર હવેલી અને દમણ અને દિવના પ્રશાસક પ્રફુલ પટેલે દમણમાં પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલા સુવિધાજનક ટેન્ટ સિટીનું તેમજ હેલ્થ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. દમણમાં મોટી દમણ લાઈટ હાઉસ નજીક સમુદ્ર અને જામપોર સી ફેસ રોડના સાનિધ્યમાં અત્યાધુનિક ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગની જમીન પર પ્રવાસન અને પ્રશાસનના સહયોગથી ઉભા કરેલા આ ટેન્ટ સિટીનું કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાય અને દમણ પ્રશાસક પ્રફુલ પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે નિત્યાનંદ રાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પનાને પ્રશાસક પ્રફુલ પટેલે દમણમાં મૂર્તિમંત કરી હોવાનું જણાવી દમણમાં કરેલા વિકાસના કર્યો બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાને ટેન્ટ સિટી અને હેલ્થ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

જનકલ્યાણની યોજનાઓ માટે અભિનંદન પાઠવ્યા

નિત્યાનંદ રાયે મોટી દમણમાં પોતાની મુલાકાત દરમિયાન જામપોર સી ફેસ રોડની મુલાકાત લઈ હેલ્થ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે દમણ પ્રશાસને સ્થાનિક લોકો માટે તેમજ પ્રવાસીઓ માટે જે ઉત્તમ સુવિધાઓ ઉભી કરી છે. તેને વખાણી કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા સમુદ્ર તટના વિકાસ સાથે જનકલ્યાણની યોજનાઓ થકી કામદારો, પ્રવાસીઓને ઉત્તમ સુવિધા મળી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ટેન્ટસિટીમાં 30 લક્ઝરીયસ ટેન્ટ બનાવવામાં આવ્યા

મોટી દમણમાં લાઈટ હાઉસ નજીક બનાવેલા ટેન્ટ સિટી અંગે ટેન્ટ સિટીના મેનેજીંગ ડિરેકટર પ્રિયવદન કક્કડે પણ પ્રશાસનનો આભાર પ્રગટ કરી જણાવ્યું હતું કે, આ ટેન્ટ સિટીમાં કુલ 30 લક્ઝરીયસ ટેન્ટ બનાવવામાં આવ્યાં છે. પ્રવાસીઓ ટેન્ટમાં બેસીને સમુદ્રનો અને દમણ ફોર્ટનો નજારો માણી શકે તે પ્રકારની તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.

5 હજાર આસપાસ રહેશે ટેન્ટનું ભાડું

50 હજાર લોકોના મેનપાવર બાદ એક વર્ષે ટેન્ટ સિટીનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રવાસીઓ માટે 5000 આસપાસનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ અહીં રેસ્ટોરન્ટમાં વાનગીઓની લિજ્જત સાથે લિકરની મોજ માણી શકશે. જો કે લિકર માટેની પરમિશન હાલ બાકી છે જે આગામી દિવસમાં મળી જશે.

પ્રવાસીઓને ઉત્તમ સુવિધા પુરી પાડશે

ઉલ્લેખનીય છે કે, દમણ પ્રશાસન અને પ્રવાસન વિભાગના સહયોગથી પ્રવાસન વિભાગની જમીન પર કામનાથ ગ્રુપને ટેન્ટ સિટી બનાવવાની પરમિશન અપાઈ છે. ટેન્ટસિટીમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ તમામ SOPનું પાલન કરી પ્રવાસીઓને ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.