ETV Bharat / state

જનસેવા કોવિડ હોસ્પિટલના કોરેન્ટાઈન સ્ટાફ સાથે તંત્રનું અન્યાયપૂર્ણ વર્તન

author img

By

Published : May 17, 2020, 12:08 PM IST

વાપીમાં જનસેવા હોસ્પિટલના લેબ ટેક્નિશયનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જનસેવાના 20 તબીબી સ્ટાફને અટગામ ખાતે કોરોન્ટાઇન કરાયા છે. જેમાં સરકારી ડોક્ટરને અને પોઝિટિવ દર્દી સાથે સેલ્ફી પડાવનારા કે સાથે બેસીને ભોજન લેનારા વ્યક્તિઓને છોડીને જનસેવા હોસ્પિટલ સ્ટાફને કોરોન્ટાઇન કરી કોઈપણ વ્યવસ્થા પુરી નહીં પાડવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

જનસેવા કોવિડ હોસ્પિટલના કોરોન્ટાઇન સ્ટાફ સામે તંત્રનું અન્યાયપૂર્ણ વર્તન

વાપીઃ કોરોના મહામારી દરમ્યાન સરકારને મદદરૂપ થવા આખી હોસ્પિટલ સરકારને સોંપી દીધા બાદ વાપીમાં જનસેવા હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવી કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે આ જ હોસ્પિટલના લેબ ટેક્નિશયનનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા વહીવટીતંત્રએ હોસ્પિટલના તબીબી સ્ટાફ સાથે જ અન્યાયપૂર્ણ વ્યવહાર કરવાનું શરૂ કરી દીધો છે. આ અંગે સૂત્રો પાસેથી મળેલી સચોટ વિગત મુજબ વહીવટી તંત્રએ જનસેવા હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર સહિત કુલ 20 તબીબી સ્ટાફને વલસાડ નજીક અટગામ PHC ખાતે કોરોન્ટાઇન કર્યા છે.

આ તબીબોને ગત રાત્રીના 1 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અટગામ PHC સેન્ટર ખાતે પહોંચાડયા ત્યારે તેઓ માટે કેવા પ્રકારની વ્યવસ્થા છે, તેની જાણ ત્યાંના સ્ટાફને જ ન હતી. જે તબીબો સતત સરકારની પડખે રહી અત્યાર સુધી દેશ સેવા માટે કામ કરતા રહ્યા તેને સુવિધા આપવાને બદલે વહીવટીતંત્રે હાથ અધ્ધર કરી દીધા છે. જે સ્થળે કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. ત્યાં કોઈ જ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી.સૌથી મહત્વની વાત એ પણ જાણવા મળી છે કે, લેબ ટેક્નિશયન સાથે સેલ્ફી પડાવનારા, તેની સાથે જ બેસીને જમનારા સરકારી તબીબી સ્ટાફને કોરોન્ટાઇન કરવામાં આવ્યા નથી. જે જનસેવા હોસ્પિટલનો સ્ટાફ પોઝિટિવ દર્દીને મળ્યો જ નથી તેને છેક અટગામ લઈ જઈ ત્યાં PHC માં જરૂરી સુવિધાઓના અભાવ વગર જ કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જનસેવા હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન તરીકે ફરજ બજાવતા તેજસ નાયક અને વાપીના ગોદાલ નગરમાં રહેતા મોહમ્મદ કૈફ સિદ્દીકી નામના ઇસમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અને તેના સંપર્કમાં આવેલા 35થી વધુ લોકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે. ત્યારે ક્યાંક ગુજરાતી કહેવત મુજબ "ગરજ સરી એટલે વૈદ વેરી" મુજબ સરકાર અને આરોગ્ય વિભાગને અત્યાર સુધી સતત મદદરૂપ થતા તબીબી સ્ટાફને જ અન્યાય કરી સરકારી બાબુઓ સરકારી બાબુઓને બચાવવાની હોડમાં લાગી ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.