ETV Bharat / state

Tourists returned From Daman: ઉત્તરાયણની મજા માણવા દમણ આવેલા પ્રવાસીઓ વીલા મોઢે પરત ફર્યા

દમણ પ્રશાસન દ્વારા કોરોનાના વધતા કેસ (Tourists returned From Daman) પર કાબુ મેળવવા સપ્તાહમાં શુક્રવાર, શનિવાર અને રવિવારે બીચ પર પ્રવાસીઓને ફરવાની મનાઈ ફરમાવી છે, જો કે ઉત્તરાયણ પર્વ હોય પ્રશાસનના વિક એન્ડ કરફ્યુથી અજાણ દમણમાં ફરવા આવેલા હજારો પ્રવાસીઓએ વીલા મોઢે પરત ફરવું પડ્યું છે.

Tourists returned From Daman: ઉત્તરાયણની મજા માણવા દમણ આવેલા પ્રવાસીઓ વીલા મોઢે પરત ફર્યા
Tourists returned From Daman: ઉત્તરાયણની મજા માણવા દમણ આવેલા પ્રવાસીઓ વીલા મોઢે પરત ફર્યા
author img

By

Published : Jan 14, 2022, 10:45 PM IST

દમણ : દમણમાં દર વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે બીચ પર દરિયા કિનારે પતંગ ઉડાડવા સાથે ફરવાની અને ખાણીપીણીની મોજ માણવા પ્રવાસીઓના ઘાડેધાડા ઉમટે છે, ત્યારે આ વર્ષે કોરોના ગાઈડલાઈનને કારણે વિક એન્ડ કરફ્યુથી અજાણ પ્રવાસીઓએ દમણમાં આવી વીલા મોઢે પરત ફરવું (Tourists returned From Daman) પડ્યું છે.

ઉત્તરાયણની મજા માણવા દમણ આવેલા પ્રવાસીઓ વીલા મોઢે પરત ફર્યા

મકરસંક્રાંતિ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણ બીચ પર ફરવા આવે છે

દમણમાં વિક એન્ડ કરફ્યુથી અજાણ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દમણ બીચ પર ફરવા આવતા હજારો પ્રવાસીઓએ વીલા મોડે પરત ફરવું પડ્યું છે. દમણમાં દર વર્ષે મકરસંક્રાંતિ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણ બીચ પર ફરવા આવે છે. આ વર્ષે પણ વાપી, વલસાડ અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ મકરસંક્રાંતિ પર્વ અને શનિ-રવિની રજાને ધ્યાનમાં રાખી દમણ બીચ પર ફરવા આવ્યા હતાં. પરંતુ અહીં વિક એન્ડ કરફ્યુ હોય શુક્ર, શનિ અને રવિ એમ 3 દિવસ માટે બીચ પર પોલીસ પહેરો ગોઠવી પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે, જેનાથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી હતી.

શોખીનોએ મુખ્ય માર્ગ પર જ બિયરના ટીન સાથે સેલ્ફી પડાવી

પ્રવાસીઓના જણાવ્યા મુજબ, તહેવારનો દિવસ અને હાલમાં શાળાઓમાં પણ રજા હોય બાળકો સાથે ઉત્તરાયણની મજા કરવાના આશયથી દમણ આવેલા પરંતુ હવે પરત ફરી રહ્યા છીએ, તો કેટલાક યુવાનો છેક મધ્યપ્રદેશથી દમણમાં ફરવા આવેલા જેઓએ પણ બીચ પર ફર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. જો કે વિક એન્ડ કરફ્યુ હોય દમણમાં માત્ર દારુ પીવા આવેલા શરાબ શોખીનોએ વાઇન શોપ કે બારની સામે મુખ્ય માર્ગ પર જ બિયરના ટીન સાથે સેલ્ફી પડાવી પાર્ટીના માહોલમાં પર્વની મજા માણી હતી.

મોટી દમણ સી-ફેસ રોડ પ્રવાસીઓ વિના સુમસામ

કેટલાક પ્રવાસીઓ વળી અહીં ફૂટપાથ પર ખરીદી કરતા જોવા મળ્યા હતાં. જો કે મોટેભાગે યુવાનો અહીં માત્ર દારૂ બિયરનું જ સેવન કરવા આવ્યા હોય તેવું ફલિત થયું હતું. જ્યારે તેમની સામે મોટી દમણ સી-ફેસ રોડ પ્રવાસીઓ વિના સુમસામ ભાસતો હતો. સ્થાનિક લોકો સિવાય અને નજીકની ટેન્ટ સિટીમાં તહેવારના દિવસે ફરવા આવેલા પ્રવાસીઓ સિવાય બીચ પર દર વર્ષે જોવા મળતા પ્રવાસીઓના માનવ મહેરામણને અટકાવતા દૂરથી જ દરિયા દેવના દર્શન કરી પરત ફરવું પડ્યું હતું.

આ પણ વાંચો:

દમણમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર, વલસાડ જિલ્લામાં 99.57 રૂપિયા પ્રતિ લીટર!

દમણમાં બોગસ પ્રેક્ટિસ કરતા 5 બોગસ તબીબની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.