દમણઃ શનિવારે સાંજે પુરપાટ વેગે જતી કારની અડફેટે આવી જતા દમણના પ્રજાપતિ દંપતીની કરુણ મૃત્યુ નીપજ્યું હતું. હિટ એન્ડ રનની આ ઘટનાથી દમણમાં અરેરાટી ફેલાઈ છે.
![દમણમાં હિટ એન્ડ રનની ઘટનામાં દંપતીનું મોત, કાર ચાલક ફરાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7233295_712_7233295_1589707139281.png)
અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા સાથે દમણ પોલીસને જાણ કરી હતી.
અકસ્માત સર્જનાર કારચાલક આ સમયે તકનો લાભ લઇ કાર મૂકીને નાસી છૂટ્યો હતો. ઘાયલ દંપતીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં તેમને સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો. ઘટનામાં પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.