ETV Bharat / state

વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની તારીખ થઈ જાહેર

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકા(Vapi Municipality)માં આગામી 28મી નવેમ્બરે 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન થશે. ચૂંટણી પંચે આજે એક જાહેરનામું બહાર પાડી આ જાહેરાત કરી છે. સાથે 1મી નવેમ્બરથી આદર્શ આચારસંહિતા અમલમાં લાગશે

વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની તારીખ થઈ જાહેર
વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની તારીખ થઈ જાહેર
author img

By

Published : Nov 1, 2021, 6:38 PM IST

  • વાપી નગરપાલિકાની ચુંટણી જાહેર
  • દિવાળી પહેલા જ લાગી આદર્શ આચારસંહિતા
  • ગત ટર્મમાં ભાજપે 44માંથી 41 બેઠક પર વિજય મેળવ્યો હતો

વાપી :- ગુજરાતની વાપી નગરપાલિકા(Vapi Municipality) અને અન્ય નગરપાલિકાની સામાન્ય તેમજ પેટા ચૂંટણીની ચૂંટણી(Vapi elections) પંચ દ્વારા વાઘ બારસના દિવસે 1લી નવેમ્બરે વાપી નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે.આગામી 28મી નવેમ્બરે વાપી નગરપાલિકામાં 44 સભ્યો માટે 11 વોર્ડની ચૂંટણી યોજાશે. સાથે જ આજથી વાપી વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલ થશે.

11 વોર્ડના 44 સભ્યો માટે યોજાશે ચૂંટવાની ક્રિયા

વાપીમાં કુલ 11 વોર્ડ અને 44 સભ્યો છે. ગત ટર્મમાં ભાજપે વાપી નગરપાલિકામાં 41 બેઠક પર વિજય મેળવ્યો હતો. જ્યારે આ વખતે ચૂંટણી પંચે જાહેર કરેલ ચૂંટણીની તારીખ મુજબ 8મી નવેમ્બરથી 13મી નવેમ્બર દરમ્યાન દરેક પક્ષના ઉમેદવારો ઉમેદવારની નોંધણી કરી ઉમેદવારી ફોર્મ ભરી શકશે.

દિવાળી સમયે રાજકીય માહોલ ગરમાયો

15મી નવેમ્બરે ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે. જ્યારે 16મી નવેમ્બરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે. જે બાદ 28મી નવેમ્બરે મતદાન થશે અને 30મી નવેમ્બરે મતગણતરી થશે. દિવાળીના ત્રણ દિવસ પહેલા જ ચૂંટણી પંચે વાપી નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરતા રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઇ છે. દિવાળી સમયે જ આદર્શ આચારસંહિતા અમલી બનતા રાજકીય વાતાવરણ ગરમાયું છે.

આ પણ વાંચોઃ ASSEMBLY ELECTIONS 2022: "હું આગામી ચૂંટણી નહીં લડું' : અખિલેશ યાદવ

આ પણ વાંચોઃ એક મતથી જીત મેળવી સરદારે કરી રાજકીય કારકિર્દીની શરૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.