- મહાનગરની જીતની વાપીમાં ઉજવણી
- ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવ્યો
- પેજ કમિટીની રચનાને જીતની કમાલ ગણાવી
વાપી: ગુજરાતની અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, રાજકોટ અને ભાવનગરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. આ વિજયને ગુજરાતના દરેક શહેરમાં ભાજપના કાર્યકરોએ દ્વારા વિજ્યોત્સવ તરીકે મનાવવામાં આવ્યો હતો. ત્યારે વાપીમાં સરદાર ચોકમાં ભાજપના આગેવાનો, કાર્યકરોએ ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે વાપી ભાજપ સંગઠનના પ્રમુખ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
ભાજપ સંગઠને ફટાકડા ફોડી ઉજવણી કરી
વાપીમાં પણ વાપી ટાઉન વિસ્તારમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા નજીક વાપી ભારતીય જનતા પાર્ટી સંગઠને ફટાકડા ફોડી ઉત્સાહભેર ઉજવણી કરી હતી. મહાનગરપાલિકામાં ભવ્ય વિજય મેળવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, વિજય રૂપાણી, સી. આર. પાટીલને અભિનંદન આપી વિજયની આ કમાલ, પેજ કમિટીની રચનાને આભારી હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.