- બંગાળમાં થયેલી હિંસા અંગે વાપીમાં ભાજપે વિરોધ કર્યો
- TMCના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરી હોવાનો ભાજપનો આક્ષેપ
- વાપીમાં શહેર ભાજપે TMC સામે વિરોધના બેનર બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું
વાપીઃ બંગાળમાં TMC કાર્યકરોએ ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરી હોવાનો ભાજપે આક્ષેપ લગાવ્યો હતો. ત્યારબાદ સમગ્ર દેશમાં ભાજપે વિરોધ કર્યો હતો. હવે વાપીમાં પણ આનો વિરોધ જોવા મળ્યો હતો. વાપી શહેર ભાજપે વાપી ટાઉનમાં વિરોધના બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, વાપીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓએ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી ટોળે વળી વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક તરફ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ સામાન્ય પ્રજાને દંડ ભરવો પડતો હોય છે. જોકે, હવે જોવું એ રહ્યું કે, ભાજપના આ કાર્યકર્તાઓને કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ પોલીસ કે તંત્ર દંડ કરે છે કે પછી મુકપ્રેક્ષક બનીને તમાશો જોશે.
![TMCના કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરી હોવાનો ભાજપનો આક્ષેપ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11681629_bjptmc_d_gj10020.jpg)
આ પણ વાંચોઃ જામનગરમાં ભાજપે બંગાળ હિંસાના વિરોધમાં યોજ્યા પ્રતીક ધરણા
સરદાર ચોકના મુખ્ય બજારમાં વિરોધ પ્રદર્શન કરાયું
પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓના ઘર પર હુમલો કરી TMC કાર્યકરોએ કાર્યકરની નિર્મમ હત્યા કરી હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો. TMC ના કાર્યકરોએ ભાજપના કાર્યાલયને પણ આગ ચાંપી હતી. ત્યારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેના કાર્યકરો સામે કડક કાર્યવાહી કરી સજા કરવામાં આવે તેવા વિરોધ સાથે દેશભરમાં ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વાપીમાં પણ શુક્રવારે વાપી શહેર ભાજપ દ્વારા સરદાર ચોક ખાતે હાથમાં વિરોધના બેનર લઈ મુખ્ય બજારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
![બંગાળમાં થયેલી હિંસા અંગે વાપીમાં ભાજપે વિરોધ કર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11681629_bjptmc_c_gj10020.jpg)
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસાના વિરોધમાં શહેર ભાજપનું વિરોધ પ્રદર્શન
TMCના ગુંડાતત્વો નિર્મમ હત્યા કરી રહ્યા છેઃ ભાજપ
આ વિરોધ પ્રદર્શન દરમિયાન શહેર ભાજપ પ્રમુખ સતીસ પટેલે, પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ અને કાર્યકરોએ બંગાળની ઘટનાને વખોડી હતી. કાર્યકરોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મમતા બેનર્જીના ગુંડાતત્વોએ આ કૃત્ય કર્યું છે. મમતા બેનર્જીના ગુંડાઓ ભાજપના કાર્યકરોની નિર્મમ હત્યા કરી રહ્યા છે ત્યારે તેને સજા થાય તે માટે કલેકટર, રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરી છે.
![ભાજપના કાર્યકર્તાઓએ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11681629_bjptmc_a_gj10020.jpg)
એક તરફ દેશભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે તો બીજી તરફ આવા સમયે પણ ભાજપના નેતાઓને વિરોધ પ્રદર્શન સૂઝે છે. વાપીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓએ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી ટોળે વળી વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક તરફ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ સામાન્ય પ્રજાને દંડ ભરવો પડતો હોય છે. જોકે, હવે જોવું એ રહ્યું કે, ભાજપના આ કાર્યકર્તાઓને કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ પોલીસ કે તંત્ર દંડ કરે છે કે પછી મુકપ્રેક્ષક બનીને તમાશો જોશે.