- શિવસેનાએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
- રોજગાર, શિક્ષણ અને વિધાસભાની જાહેરાત કરી
- મોહનભાઈનના અધૂરા સંકલ્પ પૂર્ણ કરવાનો સંકલ્પ
સેલવાસ :- સેલવાસમાં લોકસભાની પેટા ચૂંટણી(Lok Sabha by-election)માં ડેલકર કલાબેનને ઉમેદવાર જાહેર કરી શિવસેના(Shiv Sena)એ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. ત્યારે શુક્રવારે સ્વર્ગીય મોહન ડેલકરની 8મી માસિક પુણ્યતિથિએ તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવા સાથે તેમના અધૂરા સંકલ્પને ચૂંટણી ઢંઢેરામાં આવરી લઈ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.
શુક્રવારે શિવસેનાએ લોકસભા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર, અભિનવ ડેલકર અને મુંબઈથી આવેલા શિવસેનાના સાંસદની ઉપસ્થિતિમાં જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં ઉમેદવાર કલાબેને જણાવ્યું હતું કે, પ્રદેશના ઉજ્જવળ અને લોકતાંત્રિક ભવિષ્ય માટે તેમજ સાંસદ પતિ મોહનભાઇ ડેલકરના સ્વપ્નને સાકાર કરવા સાંસદ બનીને દેશની લોકસભામાં જઈશ ત્યારે સંસદના પ્રથમ સત્રમાં જ દાનહ અને દમણ - દીવમાં વિધાનસભાના ગઠન માટે શિવસેનાના એક સાથે તમામ 22 સાંસદો સાથે મળી પ્રસ્તાવ લાવીશું.
ખાનવેલ પંચાયતને જિલ્લા પંચાયતનો દરજ્જો આપાવશે
ખાનવેલ પંચાયત(Khanvel Panchayat)ને સ્વતંત્ર જિલ્લા પંચાયતનો દરજ્જો આપવો, દિવાસીઓના તમામ હક અધિકારોની પૂર્તિ માટે સંવિધાનની જન જાતિની અનુસૂચિ 5 અને 6ને દાનહમાં લાગુ કરવાના મજબૂત પ્રયાસો કરીશું. સસ્તા અનાજની દુકાનો ફરી શરુ કરાવીશુ. સ્વ. સાંસદ મોહનભાઇ ડેલકર(Late. MP Mohanbhai Delkar)ના સ્વપ્ન સમાન ગરીબ પરિવારોને મફતમા ચોખા, દાળ, તેલ, ખાંડ, મીઠું મળે એ પ્રમાણેની વ્યવસ્થા ઉભી કરવા કેન્દ્ર સરકાર સમક્ષ પ્રસ્તાવ મુકીશુ.
આરોગ્ય સેવા વધારશે
જંગલ જમીનના અધિકાર મેળે તે માટે ખાસ અભિયાન શરુ કરવામાં આવશે. આદિવાસી દિવસની જાહેર રજા ઘોષિત કરવા પ્રશાસન, કેન્દ્ર સરકારથી લઇ સંસદ સુધી અવાજ ઉઠાવવામા ખાનવેલ અને રાંધામાં પણ સેલવાસ સિવિલ હોસ્પિટલ(Selvas Civil Hospital)ના જેવી જ સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશુ. જિલ્લા પંયાયત અને નગર પાલિકાના તમામ ચુટાયેલા જન પ્રતિનિધિઓની છીનવી લેવાયેલી સત્તાઓ કરીથી મેળવી સાચા અર્થમાં લોકતાંત્રિક વ્યવસ્થાનું નિર્માણ કરીશું.
મોહનભાઈને ન્યાય અપાવશે
બેરોજગારી, શિક્ષણ, દાદરા, નરોલી અને સામરવારણી જેવા ગામોમાં નગરપાલિકાનું ગઠન, ઉદ્યોગોનો વિકાસ, મહિલાઓના વિકાસ, સ્વરોજગારી માટેના પ્રયાસ, અધિકારીઓની તાનાશાહી પર અંકુશ અને મોહન ડેલકરના આપઘાત પાછળ જે અધિકારીઓ છે તેમને સજા અપાવી ન્યાય અપાવવા સહિતના 32 જેટલા મુદ્દાઓ આ ચૂંટણી ઢંઢેરામાં આવરી લેવામાં આવ્યા છે.
કલાબેન ડેલકર મોહનભાઈના પત્ની છે
ઉલ્લેખનીય છે કે ગત લોકસભા ચૂંટણીમાં અપક્ષ સાંસદ તરીકે ચૂંટણી લડી વિજેતા બન્યા બાદ સાંસદ મોહન ડેલકરે મુંબઈમાં આપઘાત કરી લીધો હતો. ત્યાર બાદ તેની ખાલી પડેલી બેઠકને ભરવા આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં સ્વર્ગીય મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકર શિવસેના પક્ષ તરફથી આ લોકસભાની પેટા ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચોઃ પંચમહાલ જિલ્લામાં આપકે દ્વાર PMJAY-MA કાર્ડ આયુષ્ય અંતર્ગત આરોગ્ય કાર્યક્રમ યોજાયો
આ પણ વાંચોઃ કામ, આરોગ્ય અને નાણાં આ 3 કારણથી ભારતીયો થઈ રહ્યાં છે STRESSED