દમણની શાળાઓને મધ્યાહ્ન ભોજન આપવાનો કોન્ટ્રાકટ સેલવાસની કોઈ અક્ષય પાત્ર સંસ્થાને સોંપવામાં આવ્યો છે. જયારે અક્ષય પાત્ર સંસ્થાના કાર્યકરો મીડ ડે મિલ લઈને આવ્યા હતા. ત્યારે, બાળકોને પિરેસલી થાળીમાંથી મોટો લાલ કલરનો કીડો નીકળી આવ્યો હતો. ઘટનાની જાણ સમગ્ર શહેરમાં વાયુવેગે ફેલાતા સરકારી તંત્રના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. આ બાબતે જયારે અક્ષય પાત્ર NGOના સંચાલકો સાથે સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે અમે સેમ્પલ લઇ લીધા છે. અને તેની લેબમાં તપાસ કરીને પછી જણાવશું એમ કહીને શાળામાંથી પાછળના દરવાજેથી ચાલતી પકડી હતી.
જયારે સરકારીઓ અધિકારીઓએ પણ સમગ્ર ઘટના બાબતે કઈ પણ કહેવાનું ટાળ્યું હતું. તો બીજી મળેતી માહિતી મુજબ અક્ષય પાત્ર સંસ્થા દ્વારા આવી રીતે બાળકોને બીજી વાર ખરાબ ભોજન આપવામાં આવ્યું છે. પહેલી વાર 16 જુલાઈએ જયારે આ સંસ્થાને કોન્ટ્રાકટ મળ્યો તેના પહેલા જ દિવસે ભોજનમાંથી નાની કાંકરીઓ મળી આવી હતી.
આવા સંજોગોમાં અક્ષય પાત્રએ મોકલેલા ખરાબ મીડ ડે મિલનો શાળાના નાના ભૂલકાઓ ભોજન તરીકે ઉપયોગ કરે તો તેઓ પણ મોટી બીમારીઓમાં સંપડાય તેવી ભીંતી સેવાઈ રહી છે. ત્યારે, બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરતી અક્ષય પાત્ર જેવી સંસ્થાઓ પર તંત્ર કડક કાર્યવાહી હાથ ધરીને તેનો કૉન્ટ્રાકટ રદ કરે તેવી માંગ શાળા સંચાલકો અને બાળકોના વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
તો, મધ્યાહન ભોજનમાં કીડા અને કાંકરા નીકળતા હોય આવું ભોજન બાળકોને અનેક બીમારીમાં સપડાવી દેશે માટે આ અંગે પ્રશાસને સખ્ત કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ સાથે દમણના યુથ એક્શન ફોર્સના ઉમેશ પટેલે ટ્વીટ પર અને સોશ્યલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.ભોજનમાં કીડા નીકળવાની ઘટનાને પગલે વાલીઓમાં પણ રોષની લાગણી ભભૂકી ઉઠી હતી.