ETV Bharat / state

સેલવાસમાં મેડિકલ સ્ટોરમાં ચાકુની અણીએ ત્રણ લૂંટારાઓએ કરી લૂંટ - medical stor

સેલવાસ: સેલવાસમાં મંગળવારની રાત્રે એક મેડિકલ સ્ટોરમાં દવા લેવાના બહાને આવેલા ત્રણ લૂંટારાઓએ મેડિકલ સ્ટોરમાં ચાકુ બતાવી ગલ્લામાં રહેલા રોકડા રૂપિયાની લૂંટ કરી હતી. તો આ સાથે જ એક યુવકને ચાકુથી ઘાયલ કરી દેતા પોલીસે લૂંટારાઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

િપુિ
author img

By

Published : Jul 4, 2019, 11:39 PM IST

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં મંગળવારની રાત્રે સેવા મેડિકલ સ્ટોરમાં લૂંટનો બનાવ બન્યો હતો. સેલવાસના કિલવણી નાકા ખાતે મસ્જિદ નજીક આવેલ સેવા મેડિકલ નામની દવાની દુકાનમાં એક્ટિવા જેવા મોપેડ પર ત્રણ 20 થી 25 વર્ષના યુવાનો આવ્યા હતાં. યુવાનોએ પહેલા મેડીકલમાં કામ કરતા યુવક પાસે દવા અંગે વાતચીત કરી હતી. જે બાદ એક યુવકે મોટો છરો લઇ મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવક પર વાર કરી, ગલ્લામાં રહેલા રોકડા રૂપિયા લઈ બન્ને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

સેલવાસમાં મેડિકલ સ્ટોરમાં ચાકુની અણીએ ત્રણ લૂંટારાઓએ કરી લૂંટ

સમગ્ર ઘટના જાણ થતા સેલવાસ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ ધરી હતી. તપાસ દરમિયાન સમગ્ર ઘટના CCTV ફુટેજ મળી આવ્યા હતા.જો કે હાલ પોલીસે દુકાનના CCTV ફૂટેજના આધારે લૂંટારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

તો આ ઘટના બનતા વેપારી આલમમાં ભયનો માહોલ ફેલાયો છે. જ્યારે ઘાયલ યુવકને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. લૂંટારાઓએ મેડિકલ સ્ટોરમાં દિવસભરના વેપારના વકરાની લૂંટ કરી હતી. જે અંગે સેલવાસ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Intro:સેલવાસ :- સેલવાસમાં મંગળવારની રાત્રે એક મેડિકલ સ્ટોરમાં દવા લેવાના બહાને આવેલા ત્રણ લૂંટારાઓએ મેડિકલ સ્ટોરમાં ચાકુ બતાવી ગલ્લામાં રહેલા રોકડા રૂપિયાની લૂંટ કરી હતી અને એક યુવકને ચાકુથી ઘાયલ કરી દેતા પોલીસે લૂંટારાઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.Body:સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં મંગળવારની રાત્રે સેવા મેડિકલ સ્ટોરમાં લૂંટનો બનાવ બન્યો હતો. સેલવાસના કિલવણી નાકા ખાતે મસ્જિદ નજીક આવેલ સેવા મેડિકલ નામની દવાની દુકાનમાં એક્ટિવા જેવા મોપેડ પર ત્રણ 20 થી 25 વર્ષના યુવાનો આવ્યા હતાં. યુવાનોએ પહેલા મેડીકલમાં કામ કરતા યુવક પાસે દવા અંગે વાતચીત કરી હતી. જે બાદ એક યુવકે મોટો છરો લઇ મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવક પર વાર કર્યો હતો. અને ગલ્લામાં રહેલા રોકડા રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા.

લૂંટની ઘટના બનતા સેલવાસ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ ધરી હતી. લૂંટની આ ઘટનાનો વિડિઓ પણ CCTV માં કેદ થયો છે. જેમાં ત્રણ યુવકો મેડિકલ સ્ટોરમાં યુવક સાથે વાત કરે છે. જે બાદ એક યુવક મોટા છરા સાથે હુમલો કરે છે. જ્યારે બીજા બે યુવકોમાંથી અન્ય એક યુવક પણ ચાકુનો વાર કરે છે. આ હુમલામાં મેડિકલ સ્ટોરનો યુવક ઘાયલ થયા બાદ પણ લૂંટારાઓનો સામનો કરતો જોવા મળે છે. જ્યારે લૂંટારાઓ લૂંટ કરી ગણતરીની મિનિટ જ પલાયન થઈ જાય છે.

Conclusion:લૂંટની આ ઘટના બનતા વેપારી આલમમાં ભયનો માહોલ ફેલાયો છે. જ્યારે ઘાયલ યુવકને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.  લૂંટારાઓએ મેડિકલ સ્ટોરમાં દિવસભરના વેપારના વકરાની લૂંટ કરી હતી. જે અંગે સેલવાસ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ સેલવાસ પોલીસે દુકાનના cctv ફૂટેજના આધારે લૂંટારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.