ETV Bharat / state

કોરોના પ્રકોપ વચ્ચે ઉનાળુ શાકભાજી અને ફળફળાદીના ભાવ આસમાને - Holy Ramadan Mas

કોરોના મહામારી સાથે દેશ-રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. હાલમાં મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ પણ ચાલી રહ્યો છે, આ ત્રણેય પરિબળો એક સાથે ભેગા થતા હાલ શાકભાજી, ફળફળાદીના ભાવ પણ બેગણા વધ્યા છે. જો કે ઉનાળાની સીઝનમાંઆ ભાવવધારો સામાન્ય હોવાનું વેપારીઓ અને ગ્રહકોનું માનવું છે.

summer
કોરોના પ્રકોપ વચ્ચે ઉનાળુ શાકભાજી અને ફળફળાદીના ભાવ બેગણા વધ્યા
author img

By

Published : May 5, 2021, 11:13 AM IST

  • કોરોના કાળમાં સિઝનેબલ ફળ-શાકભાજી મોંઘા
  • ઉનાળામાં દર વર્ષે ફળ-શાકભાજીના ભાવમાં ઉછાળો આવે છે
  • લીંબુ-સંતરના ભાવ વધ્યા, ધાણા સસ્તા થયા

દમણ :દર વર્ષે ઉનાળાની સીઝનમાં લીંબુ, સંતરા, મોસંબી જેવા ફળો અને શેરડીનું માર્કેટ ખુબ જોરમાં ચાલે છે, માર્કેટમાં હાલ શાકભાજીના ભાવ ડબલ થઇ ગયા છે. તો ઉનાળુ સીઝનમાં લીંબુના ભાવોમાં બે થી ત્રણ ગણો વધારો થયો છે. પરંતુ વેપારીઓનું અને ગ્રાહકોનું માનીએ તો આ ભાવ વધારો કોરોનાને કારણે નહિ પણ સીઝનેબલ છે. જે દર વર્ષે ઉનાળામાં જોવા મળે છે.

ઉનાળામાં લીંબુની વધુ માગ

ઉનાળામાં લીંબુની ખપત વધારે હોય એટલે ખેડૂતો પીળા સાથે લીલા લીંબુ પણ તોડીને ભરી દેતા હોય છે. 50 કિલોની એક બોરીમાં 25 થી 30 કિલો લીંબુ કાચા હોય છે, જેને કારણે પડતર કિંમત અને નફાનો વધેલો ખાડો પુરવા લીંબુનો ભાવ વધારી મૂકે છે. એક મહિના પહેલા જે લીંબુ 50 થી 60 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા તે હાલની સીઝનમાં 120 થી 150 સુધી પહોંચ્યા છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે દર ઉનાળામાં લીંબુના ભાવ વધતા જ હોય છે. એમાં કોરોના ક્યાંય આવતો નથી,

કોરોના પ્રકોપ વચ્ચે ઉનાળુ શાકભાજી અને ફળફળાદીના ભાવ બેગણા વધ્યા
સંતરા 50માંથી 150 રૂપિયા કિલો

કોરોના કાળમાં શરીરને વિટામિન 'C'ની જરૂરિયાત પુરી પાડવા લોકો લીંબુ શરબત કે શિકંજી વધારે પીતા હોય પણ એના કારણે લીંબુના ભાવમાં કોઈ વધારો થયો નથી, તો સંતરા જે પહેલા 50 રૂપિયે કિલો વેચાતા હતા તે આજની તારીખમાં 150 રૂપિયે કિલો થઇ ગયા છે, કારણ કે સંતરાના રસનો લોકો શરબત જ્યુસ તરીકે ઉપયોગ કરે છે એટલે સ્વાભાવિક પણે ઉનાળામાં લીંબુની જેમ સંતરાના ભાવ પણ વધતા હોય છે.

આ પણ વાંચો : બારડોલીની શાકભાજી માર્કેટમાં કરવામાં આવેલા 235 રેપીડ ટેસ્ટમાંથી 4 પોઝિટિવ

શેરડીના ભાવ ઉનાળામાં વધે છે

ઉનાળામાં શરબત અને ઠંડા પીણાની માંગને લઈને શેરડીના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે, તે પણ સીઝનેબલ છે, અને એટલે જ શેરડીના જે એક ગ્લાસની કિંમત 10 રૂપિયા હતી તેમાં કોઈ પણ જાતનો વધારો થયો નથી, માંગ ખતમ થયા પછી આપમેળે ભાવો પણ ઓછા થઇ જશે એવું વેપારીઓનું માનવું છે.

વાપીની સરખામણીએ દમણમાં ભાવ વધુ

હાલ દરેક માર્કેટમાં શાકભાજી પણ ડબલ ભાવે વેચાઈ રહી છે, કારણ કે ઉનાળાની ગરમ સીઝનમાં શાકભાજી વધુ બગડે છે, જેને સાચવવાનો ખર્ચ વધી જતો હોય છે. તો, અમુક શાકભાજીના ભાવ જે વધારે હતા તે ઉનાળુ સીઝનમાં ઘટી પણ ગયા છે. દમણમાં શાકભાજી વાપી, નાનાપોન્ઢા, નાસિકથી આવે છે, એટલે જે ભાવ વાપીના હોલસેલ માર્કેટમાં બોલાતો હોય, દમણના માર્કેટ તેનાથી 5 કે 10 રૂપિયા ભાવ વધારે રહે છે.

દર વર્ષે મોંઘા બનતા ધાણા આ વખતે સસ્તા

લોકડાઉનના સમયમાં અમુક માર્કેટમાં અમુક વસ્તુ વધારે પ્રમાણમાં આવી જતી હોય એટલે હાલની સીઝનમાં અમુક માર્કેટોમાં તે વસ્તુના ભાવોમાં ઘટાડો પણ નોંધાયો છે. જેમ કે દર વર્ષે ધાણાના ભાવ ઉનાળામાં વધારે હોય, પણ આ વર્ષે ધાણાના ભાવમાં કોઈ વધારો થયો નથી, કારણ કે માર્કેટમાં ધાણાની ડિમાન્ડ કરતા સપ્લાય વધુ છે, જેની સામે તુવેર, વટાણા જેવી શાકભાજીઓ આખું વર્ષ મોંઘી જ વેચાતી હોય છે, કારણ કે તેની સપ્લાય કરતા ડિમાન્ડ વધારે જ હોય છે.

આ પણ વાંચો : નવસારીમાં શાકભાજી માર્કેટ બંધ કરાવતા વેપારીઓ નારાજ

ગ્રાહક-વેપારી વચ્ચે મોંઘવારીનો મનમેળ ચોમાસુ સુધી રહેશે

દમણમાં શનિ રવિ જાહેર કર્ફ્યુ હોય છે, એટલે લોકો શુક્રવારે જ જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરી લેતા હોય છે, રવિવારે માર્કેટ બંધ હોય પરંતુ સોમવારે ફરી માર્કેટમાં માલનો ઢગલો થઇ જતો હોય છે, એટલે દર સપ્તાહે શાકભાજીના ભાવોમાં આંશિક ચઢાવ ઉતાર થતો રહે છે, ગત લોકડાઉનમાં દમણનું સબ્જી માર્કેટ બાંદોડકર સ્ટેડિયમમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં દમણ કલેકટર દ્વારા દરરોજ શાકભાજીના ભાવોનું નિયમન કરવામાં આવતું હતું, પરંતુ હાલ સપ્તાહમાં બે દિવસ કર્ફ્યુ બાદ જીવન વ્યવહાર સામાન્ય ચાલી રહ્યો છે, જેથી વેપારીઓ પણ માર્કેટની ડિમાન્ડ અને સપ્લાયના ધોરણે માલ વેચી રહ્યા છે, જેમાં ગ્રાહક અને વેપારી વચ્ચેનો મોંઘવારીનો મનમેળ ચોમાસુ શરુ ન થાય ત્યાં સુધી ચાલ્યા જ કરશે,

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.