- વાપી ટાઉન પોલીસે દારૂ લઈને આવતા કારચાલકની ધરપકડ કરી
- કારચાલક કારમાં છુપી રીતે દારૂ લઈને આવી રહ્યો હતો
- પોલીસે કારચાલક પાસેથી 1,46,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
- પોલીસે કારની તપાસ કરતા કારમાં અલગ અલગ જગ્યાએથી સંતાડેલો 43,200 રૂપિયાનો દારૂ મળ્યો
વાપીઃ ટાઉન પોલીસે ગુરૂવારે ગોલ્ડકોઈન સર્કલ પાસેથી એક કારચાલકને દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. આ કારચાલક કારમાં બનાવેલા ચોરખાનામાં સંતાડીને દારૂ લઈને આવતો હતો. જોકે, પોલીસને જોઈને એક આરોપી ભાગી ગયો હતો. આ સાથે જ પોલીસે ભાગેલા યુવક અને દારૂ મંગાવનારા અને આપનારા સહિત 3 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે એક બુટલેગરની ધરપકડ કરીને 1,46,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચો- વડોદરા નંદેસરી પોલીસેએ બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પડ્યો
પોલીસે એક બુટલેગરની ધરપકડ કરી, જ્યારે 3 બુટલેગર ભાગવામાં સફળ થયા
વાપી ટાઉન પોલીસનો સ્ટાફ ગુરુવારે ગોલ્ડકોઈન સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન દમણ તરફથી આવેલી શંકાસ્પદ GJ-15-CD-4961 નંબરની કારને રોકવાનો ઈશારો કર્યો હતો. પોલીસને જોઈને કારમાં સવાર કારચાલક અમિત બાબુ પટેલ અને કારમાં બેઠેલો હની નામના શખ્સો કારમાંથી ઉતરીને ભાગ્યા હતા, જેમાં અમિત બાબુ પટેલને પોલીસે દબોચી લીધો હતો. જ્યારે હની નામનો બુટલેગર ટ્રાફિકનો લાભ લઇ નાસી ગયો હતો.
આ પણ વાંચો- પાટણ LCB પોલીસે સાંતલપુર હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યુ
ડુંગરીના અમિતને દલવાડાના નિલેશે આપ્યો હતો દારૂપોલીસે પકડાયેલા બુટલેગર અમિતને દબોચી લઈ તેને કાર સાથે ટાઉન પોલીસમથકે લઈ ગઈ હતી. અહીં કારની તપાસ કરતા કારના અંદરના ભાગે અને બોનેટ-ડેકીમાં અને બોનેટમાંથી 43,200 રૂપિયાની 96 નંગ અલગ અલગ બ્રાન્ડની વ્હિસ્કી દારૂની બોટલ મળી આવી હતી. આ અંગે પોલીસે પકડાયેલા ડુંગરી વલસાડના બુટલેગર અમિત બાબુ પટેલની પૂછપરછ કરી હતી. તે દરમિયાન બુટલેગરે જણાવ્યું હતું કે, દમણના દલવાડાના નિલેશ ઉર્ફે નિલેશ કાંચા નામના બુટલેગરે આ દારૂ ભરાવ્યો હતો અને વલસાડ ચીંચવાડાના બુટલેગર મિનેશ ઉર્ફે મીંછા પટેલે આ દારૂ મગાવ્યો હતો.
વલસાડ ચીંચવાડાના બુટલેગરે મંગાવ્યો હતો દારૂ
ટાઉન પોલીસે પકડાયેલો કારચાલક બુટલેગર અમિત બાબુ પટેલ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર-દારૂ સહિત કુલ 1,46,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે પોલીસે હની, નિલેશ અને મિનેશને વોન્ટેડ જાહેર કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, બુટલેગરોએ કારમાં કોઈને ખબર ન પડે તેવા અલગ અલગ ચોરખાના બનાવ્યા હતાં, જેમાં દમણથી ગેરકાયદેસર દારૂ ભરી ચીંચવાડાના બુટલેગર મિનેશને આપવાનો હતો.