ETV Bharat / state

દમણમાં બે MDMA ડ્રગ્સ પેડલર અને એક સપ્લાયરની ધરપકડ - Drugs seized in Daman

દમણમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાનો પર્દાફાશ( Arrested drug peddlers in Daman )થયો છે. દમણ પોલીસે બે ડ્રગ્સ પેડલર અને એક ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી MDMA નામનું 41.24 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. પોલીસે રિમાન્ડ મંજૂર કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દમણમાં બે MDMA ડ્રગ્સ પેડલર અને એક સપ્લાયરની ધરપકડ

author img

By

Published : Jul 5, 2022, 2:18 PM IST

દમણઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાનો (drug supplier in Daman)પર્દાફાશ થયો છે. દમણ પોલીસે બોર્ડર ચેકિંગ અને પેટ્રોલિંગ દરમિયાન બે ડ્રગ્સ પેડલર અને એક ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ કરી છે. આ પેડલરો પાસેથી 41.24 ગ્રામ MDMA ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ગુનામાં પોલીસે દમણ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના મળી 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

MDMA ડ્રગ્સ જપ્ત કર્યું - નાની દમણ પોલીસ સ્ટેશનમાં કલમ 21, 22 NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં ( Arrested drug peddlers in Daman )આવ્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓ(arrested two drug smugglers ) ઉમેશ દિનેશ પટેલ, કનુ ઉંમર 32 વર્ષ, ધોબી તળાવ, કથીરિયા, નાની દમણ, શિવમ વિપિન શ્રીવાસ્તવ, યોગી ઉંમર 24 વર્ષ, ખારીવાડ નાની દમણ, મૈનપુરી, ઉત્તર પ્રદેશ અને અલી સુલેમાન મન્સૂરી 42 વર્ષ, મુંબઈ, મહારાષ્ટ્રની ધરપકડ કરી છે.

ડ્રગ્સ પેડલર

આ પણ વાંચોઃ વાલીઓ ચેતી જજો, American drugs નો ઉપયોગ વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે, પૂછપરછમાં મળી માહિતી

41.24 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું - આ આરોપીઓ પાસેથી MDMA નામનું 41.24 ગ્રામ ડ્રગ્સ, મોબાઈલ ફોન 04 નંગ, વજનનું મશીન 01 નંગ, મોપેડ બાઇક 01 નંગ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને 26-06-2022 ના રોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે 29 - 06 -2022 સુધી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ મંજૂર કર્યા હતાં. આ મામલે વધુ તપાસ દમણ પોલીસ કરી રહી છે.

આરોપીઓ નશીલા પદાર્થોનું વેચાણ કરવા આવ્યા - દમણ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર(Drugs seized in Daman)પ્રવૃતિઓને રોકવા માટે બીટ પોલીસના જવાનોને દમણની તમામ આંતર-રાજ્ય સરહદો પર પેટ્રોલિંગનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં, 25 - 06 - 2022 ના રોજ દમણ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે કિંગ બાર ડાભેલ, હનુમાન મંદિર પાસે 2 આરોપીઓ નશીલા પદાર્થોનું વેચાણ કરવા આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ MD Drugs Seized in Ahmedabad : SOG ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, આરોપીની પૂછપરછમાં મળી ચોંકાવનારી માહિતી

આરોપીઓ પાસેથી દૂધીયા રંગનો પદાર્થ મળી આવ્યો - આ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન રાત્રે ત્રણ છોકરાઓ એક નંબર વગરની મોટર સાયકલ પર આવ્યા હતાં. જેની શંકાના આધારે તલાશી લેતા તેમની પાસેથી દૂધીયા રંગનો પદાર્થ મળી આવ્યો હતો. જેની ચકાસણી કરવા FSL વલસાડની ટીમને બોલાવવામાં આવી હતી અને તપાસ બાદ આ પદાર્થ MDMA (મેથિલેનેડિયોક્સી-મેથામ્ફેટામાઈન) હોવાની પુષ્ટિ થઈ હતી. જેનું કુલ વજન 41.24 ગ્રામ હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.