ETV Bharat / state

વાપી પોલીસ સાથે અસભ્ય વર્તન કરનારા 3ની પોલીસે કરી અટકાયત - Police caught

વાપી: રવિવારે સાંજે દંડ ભરવા બાબતે પોલીસને અપશબ્દો બોલી બબાલ કરી એક પોલીસ કર્મચારીને તમાચો મારનાર ઈસમ સહિત ત્રણ ઈસમોની પોલીસે અટકાયત કરી છે. પોલીસ સાથે બબાલ કરનાર આ ત્રણેય વ્યક્તિઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આ ત્રણેય ઇસમો પોલીસ સાથે દાદાગીરી અને બાદમાં કાકલૂદી કરે છે. જેની સામે પોલીસ પણ પોતાનો પાવર બતાવતી નજરે પડી રહી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 23, 2019, 2:03 PM IST

વાપી GIDC પોલીસના ASI વી.ડી.શર્મા રવિવારે સ્ટાફ સાથે વૈશાલી ઓવરબ્રીજ નીચે ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન ફરજ પર હતા. તે દરમિયાન સાંજે હ્યુન્ડાઇ કાર નં.DD-03-K-2272નો ચાલક ચાલુ કારે ફોન પર વાત કરતા તેને સાઇડમાં લઇ જઇ રૂ.1000ની પાવતી અપાઇ હતી. ચાલક શાહીદ સલીમ ડેરૈયાએ પોલીસ સાથે અસભ્ય વર્તન કરી દંડ નહી ભરૂ કહી અપશબ્દો બોલી. અને હેડ કોન્સ્ટેબલ કિશોરભાઇ રામચંદ્રનો કોલર પકડી તેના ગાલ પર તમાચો ઝીંકી દીધો હતો. આ ઘટના બનતા PI એન. કે. કામળીયા સ્થળ ઉપર પહોંચી જતા આરોપી શાહીદને પોલીસ મથકે લઇ જવાયો હતો.

વાપી પોલીસ સાથે અસભ્ય વર્તન કરનારા 3ની પોલીસે અટકાયત કરી

તો પાછળથી કાર નં.GJ-15-CF-3119માં બે લોકો બ્રીજ નીચે આવીને ભાઇ ક્યાં છે. અને તેની પાસે શેનો દંડ લેવાના હતા. તેમ કહી પોલીસને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી. ASI પર હુમલો કરતા સ્ટાફના માણસોએ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. સ્થળ પર ભેગા થયેલા લોકટોળાએ પણ બંને ભાઇને માર મારતા તેઓ જીવ બચાવીને નાસી ગયા હતા.

પોલીસે કાર કબજે લઇ આરોપી શાહીદ સલીમ ડેરૈયા, શબ્બીર સલીમ ડેરૈયા અને અનસ મહેમદ ડેરૈયા સામે IPC કલમ 186, 332, 353,114 અને 506(2) મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ આ સમગ્ર બાબલમાં મોબાઈલ વિડિઓ શૂટિંગ કરનારા લોકો અને ખુદ પોલીસે આ વિડિઓ વાયરલ કર્યો છે.

જેમાં પોલીસ સાથે બબાલ કરનારા પોલીસની માફી માંગી રહ્યા છે. અને ભૂલમાં અપશબ્દો બોલાઈ ગઈ હોવાની કાકલૂદી કરી રહ્યા છે. તો પોલીસ સ્ટાફ પણ પોતાનો પાવર બતાવી કારના કાચ તોડી ત્રણેય ઇસમોને પોલીસ મથકે લઇ જતી જોવા મળે છે. જો કે આ વીડિયોમાં તમાચો ખાનાર પોલીસ કર્મચારી પણ અપશબ્દો બોલે છે.

Intro:વાપી :- વાપીમાં રવિવારેે સાંજે દંડ ભરવા બાબતે પોલીસને ગાળ આપી બબાલ કરી એક પોલીસ કર્મચારીને તમાચો મારનાર ઈસમ સહિત ત્રણ ઈસમોની પોલીસે અટકાયત કરી છે. પોલીસ સાથે બબાલ કરનાર આ ત્રણેય વ્યક્તિઓનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં આ ત્રણેય ઇસમો પોલીસ સાથે દાદાગીરી અને બાદમાં કાકલૂદી કરે છે. જેની સામે પોલીસ પણ પોતાનો પાવર બતાવતી  નજરે પડી રહી છે.Body:વાપી GIDC પોલીસના ASI વી.ડી.શર્મા રવિવારે સ્ટાફ સાથે વૈશાલી ઓવરબ્રીજ નીચે ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન ફરજ પર હતા. તે દરમિયાન સાંજે હ્યુન્ડાઇ કાર નં.DD-03-K-2272નો ચાલક ચાલુ કારે ફોન પર વાત કરતા તેને સાઇડમાં લઇ જઇ રૂ.1000ની પાવતી અપાઇ હતી. ચાલક શાહીદ સલીમ ડેરૈયાએ પોલીસ સાથે અસભ્ય વર્તન કરી દંડ નહી ભરૂ કહી મા-બેનની ગાળો આપી હતી. અને હેડ કોન્સ્ટેબલ કિશોરભાઇ રામચંદ્રનો કોલર પકડી તેના ગાલ પર તમાચો ઠોકી દીધો હતો. આ ઘટના બનતા P I એન.કે.કામળીયા સ્થળ ઉપર પહોંચી જતા આરોપી શાહીદને પોલીસ મથકે લઇ જવાયો હતો. 

તો પાછળથી કાર નં.GJ-15-CF-3119માં બે લોકો બ્રીજ નીચે આવીને ભાઇ ક્યાં છે. અને તેની પાસે શેનો દંડ લેવાના હતા. તેમ કહી પોલીસને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી. ASI પર હુમલો કરતા સ્ટાફના માણસોએ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. સ્થળ પર ભેગા થયેલા લોકટોળાએ પણ બંને ભાઇને માર મારતા તેઓ જીવ બચાવીને નાસી ગયા હતા. પોલીસે કાર કબજે લઇ આરોપી શાહીદ સલીમ ડેરૈયા, શબ્બીર સલીમ ડેરૈયા અને અનસ મહેમદ ડેરૈયા સામે IPC કલમ 186, 332, 353,114 અને 506(2) મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

Conclusion:જે બાદ આ સમગ્ર બાબલમાં મોબાઈલ વિડિઓ શૂટિંગ કરનારા લોકો અને ખુદ પોલીસે આ વિડિઓ વાયરલ કર્યો છે. જેમાં પોલીસ સાથે બબાલ કરનારા પોલીસની માફી માંગી રહ્યા છે. અને ભૂલમાં ગાળ બોલાઈ ગઈ હોવાની કાકલૂદી કરી રહ્યા છે. તો પોલીસ સ્ટાફ પણ  પોતાનો પાવર બતાવી કારના કાચ તોડી ત્રણેય ઇસમોને પોલીસ મથકે લઇ જતી જોવા મળે છે. જો કે આ વીડિયોમાં તમાચો ખાનાર પોલીસ કર્મચારી પણ ગાળો બોલે છે. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.