- દમણ પોલીસે 15 શખ્સોની ધરપકડ કરી
- શખ્સો વરલી મટકાનો જુગાર રમતા હતા
- પોલીસે 42,430 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
દમણ: શહેરમાં વરકુંડ વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમતા 15 શખ્સોની 42,430 રૂપિયાના મુદ્દામાલ સાથે દમણ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ જુગારધામમાં દમણ, વાપી, ભરૂચના શખ્સો હારજીતની બાજી રમતા હતાં.
દમણ પોલીસે એક ટીમે બનાવી વરકુંડ વિસ્તારમાં રેડ કરી
આ અંગે દમણ પોલીસે અખબારી યાદી બહાર પાડી વિગતો આપી હતી કે, દમણ પોલીસને મળેલી બાતમી આધારે દમણ SP અમિત શર્મા અને SDPO રજનીકાંતના માર્ગદર્શન હેઠળ દમણ પોલીસે એક ટીમે બનાવી વડચોકી વરકુંડ વિસ્તારમાં રેડ કરી હતી. જેમાં ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમતા 15 શખ્સોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : જામનગરમાં જાહેરમાં વરલી મટકા રમતા 5ની ધરપકડ
આ 15 શખ્સોની ધરપકડ કરી
દમણ પોલીસે પકડેલા શખ્સોમાં ડાહ્યા કેશવ પટેલ, ઇમરાન નૂરમહંમદ શાહ, સુરેન્દ્ર મહેન્દ્ર સાકીયા, ઇમરાન ઇન્દાજ શેખ, સોમુ મુકેશ પટેલ, ગુલાબ હળપતિ, નટુ લક્ષ્મણ હળપતિ, મોતીલાલ દેવનાથ પાસવાન, રાજવીરસિંગ ચૌધરી, જીતેન્દ્ર ગિરધરલાલ થડેશ્વર, પંકજ શાંતિલાલ પટેલ, સુરેશ કાળુ કોંકણા, દેવેન્દ્રકુમાર બિહારી લાલ, ઉદય વનમાલિદાસ દેસાઈ, લક્ષ્મીકાંત રામાનંદ સહિત તમામ 15 શખ્સોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : વાપીમાં 4 ઓરોપીઓ વરલી મટકા રમતા ઝડપાયા
જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
પોલીસ રેડ દરમિયાન પકડાયેલા શખ્સો દમણના અલગ અલગ વિસ્તાર ઉપરાંત, વાપી, ભરૂચથી વરકુંડમાં જુગાર રમવા આવ્યા હતાં. આ શખ્સો પાસેથી જુદી જુદી કંપનીના 12 મોબાઇલ ફોન અને રૂપિયા 42,430ની રોકડ રકમ જપ્ત કરી હતી. આ શખ્સોની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.