વાપીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘપ્રદેશ દમણ ની મુલાકાત લેવાના છે. જેને લઈને થનારી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દમણમાં આવીને વડાપ્રધાન મોદી ભવ્ય રોડ શો કરશે. 19 કિમી લાંબો રોડ શો કરીને તેઓ પ્રાસંગિક સંબોધન પણ કરશે. આ માટે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દમણમાં રસ્તાઓનું સૌંદર્ય, સરકારી શાળા ની ઈમારત, દમણ એન્જીનિયરિંગ કૉલેજ, મચ્છી માર્કેટ તથા શોપિંગ કોમ્પલેક્ષ સહિતના મોટા કામનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદી સેલવાસ થી દમણ આવી 165 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર કરતા 5 કિમી રસ્તાને ખુલ્લો મૂકાશે.
લોકાર્પણ થનારા પ્રોજેક્ટનું લીસ્ટ: દાદરા અને નગર હવેલીમાં NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ખુલ્લું મૂકશે. જેની કોસ્ટ અંદાજિત 260 કરોડ રૂપિયા છે. જેમાં 13 કોમ્પ્લેક્ષનો 35 એકર વિસ્તાર નક્કી થયો છે. જેમાં કુલ કુલ સીટ 177 MBBS સીટ રહેશે. મોરખલ, ફલાંડી, મસાટ, ખેરડી ગામે નવી બનેલ સરકારી હોસ્પિટલને પણ વડાપ્રધાનના હસ્તે શરૂ કરાશે. સાયલી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ક્રિકેટ સ્ટેડિયમ, જે સેલવાસમાં આવેલું છે એનું પણ લોકાર્પણ થશે. ઉપરાંત વિવિધ રસ્તા બ્રિજ, આરોગ્ય કેન્દ્ર સહિતના અન્ય લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાશે.
દમણમાં મોટા પ્રોજેક્ટઃ જ્યારે દમણમાં નમોપથ દેવકા સી ફ્રન્ટ રોડને ખુલ્લો મૂકાશે. 45 કિલોમીટરનો આ સી ફ્રન્ટ માર્ગ રૂપિયા165 કરોડના ખર્ચે બન્યો છે. રસ્તા પર બીચના કિનારે 4.9 કિલોમીટર લાંબી ડાયા ફ્રામ દીવાલ બનાવવામાં આવી છે. બાંદોડકર વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્ટેડિયમ દમણમાં શરૂ થશે. સરકારી એન્જીનિયરિંગ કોલેજનું પણ લોકાર્પણ કરાશે. રસ્તા, PHC, બાલમંદિર, શાળાનું લોકાર્પણ-ખાતમૂહુર્ત થશે. કુલ 4850 કરોડના 96 જેટલા પ્રોજેકટ છે. જેનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત વડાપ્રધાન કરશે.
જનમેદનીને સંબોધન: કલેક્ટરે આપી મહત્વની વિગતો 13 એકરમાં 260 કરોડના ખર્ચે નમો મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. સેલવાસમાં નરેન્દ્ર મોદી નમો મેડિકલ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાના છે. તેમજ અંદાજે 50 હજાર જેટલા લોકોને સંબોધન કરવાના છે. જે માટે દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જે અંગે સેલવાસના ડેપ્યુટી કલેકટર ચાર્મી પારેખે મહત્વની વિગતો આપી હતી. ડેપ્યુટી કલેકટર ચાર્મી પારેખે આપેલી વિગતો મુજબ PM મોદી 25મી એપ્રિલ 4 વાગ્યા આસપાસ હેલિકોપ્ટરથી સેલવાસ આવશે. અહીંયા હેલીપેડ પર ઉતરી તેઓ સાવલીમાં તૈયાર થયેલ નમો મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરશે. કોલેજની મુલાકાત લઈ તેમાં ઉપલબ્ધ સુવિધાઓની વિગતો મેળવશે. જે બાદ વડાપ્રધાન નજીકમાં તૈયાર કરેલ સભા મંડપ ખાતે જનમેદનીને સંબોધન કરશે.
પાર્કિંગ વ્યવસ્થા: જનસભા માટે તૈયાર કરેલ ડૉમમાં 65 હજાર ખુરશીઓ ગોઠવવામાં આવી છે. ગરમીને ધ્યાને રાખી પ્રશાસને વિશેષ વ્યવસ્થા કરી છે. પંખા, એર કુલર ઉપરાંત ફોર્સની વ્યવસ્થા છે. સભામંડપ આસપાસ 9 જેટલા પાર્કિંગ સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. બસ, કાર, બાઇક સહિતના વાહનો ત્યાં પાર્ક થશે. ચાલીને આવનાર લોકો માટે ઇલેક્ટ્રિક બસની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો માટે પાણી, લીંબુ શરબત, ORS, ઉપરાંત ટોઇલેટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાયલી મેદાનમાં નમો મેડિકલ ના ઉદ્ઘાટન ઉપરાંત 4850 કરોડથી વધુના મૂલ્યની 96 પરિયોજના નો શિલાન્યાસ કરશે અને તૈયાર પરિયોજનાઓ રાષ્ટ્રને લોકાર્પિત કરશે. આ પરિયોજનામાં દાદરા અને નગર હવેલી જિલ્લાના મોરખલ, ખેરડી, સિંધી અને મસાટ ખાતેની સરકારી શાળાઓ, દાદરા અને નગર હવેલીના વિવિધ રસ્તાઓનું સૌંદર્ય કરણ, મજબૂતીકરણ અને પહોળા કરવાની કામગીરી નો સમાવેશ થાય છે.