પ્રવાસન વિભાગ દ્વારા ફૂડ ફેસ્ટિવલ સાથે ટેલેન્ટ હન્ટ શોનું આયોજન કર્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં સેલવાસવાસીઓ ઉમટી પડ્યાં હતાં. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં દમણ ગંગા નદી કિનારે બનાવેલ રિવરફ્રન્ટ ખાતે 4 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોને મનોરંજન મળે, ઉભરતા કલાકારોને પ્રોત્સાહન મળે, સ્વાદના શોખીનોને વિવિધ વ્યંજનોનો સ્વાદ ચાખવાનો મોકો મળે, તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચાર દિવસીય ફન-ફૂડ અને ટેલેન્ટ હન્ટના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સેલવાસ વાસીઓ ઉમટી પડયાં હતા. આ કાર્યક્રમ સાથે મનોરંજન અને વિવિધ વ્યંજનોનો આનંદ પણ ઉઠાવ્યો હતો.
