ETV Bharat / state

દમણના કચીગામમાં યુવાનની હત્યા, માથામાં ફોડી દારૂની બોટલ

દમણઃ સંઘપ્રદેશ દમણમાં ગત મોડી રાત્રીએ કચીગામ ગામમાં આવેલા એક બાર પાસે કેટલાક ઈસમો વચ્ચે મારમારીની ઘટના બની હતી.  જેમાં વાપીના એક યુવાનને કેટલાક લોકો સાથે બાબાલ થતા તેના પર દારૂની બોટલ દ્વારા હુમલો કરાયો હતો. તે દરમિયાન તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. હાલ, આ સમગ્ર મામલે દમણ જિલ્લા પોલીસવડાની ટીમે આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે.

daman
દમણ
author img

By

Published : Jan 7, 2020, 6:49 PM IST

દમણના કચીગામમાં એક બાર એન્ડ રેસ્ટોરન્ટ સામે વાપીના સી. બી. રાજન નામના યુવક સાથે અન્ય કેટલાક લોકોની બબાલ થઈ હતી. જેમાં મૃતક સી. બી. રાજન જીવ બચાવવા ભાગ્યો હતો. ત્યારે 200થી 300 ફૂટ દૂર ગોવા બેન્ક પાસે આરોપીએ તેને આંતરી માથાના ભાગે દારૂની બોટલથી હુમલો કર્યો હતો. જેની સાથે તેનું ઘટનાસ્થળે મોત થયું હતું.

દમણના કચીગામમાં વાપીના યુવાનની ઘાતકી હત્યાથી ચકચા

આ અંગે વાત કરતાં દમણ જિલ્લા પોલીસ વડા વિક્રમજીત સિંઘે જણાવ્યું હતું કે," PCR ટીમને ઘટના અંગે જાણ થતા ટીમે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે દમણની મરવડ હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતીમાં મૃતક યુવાનની ઉંમર 40 વર્ષ આસપાસની હોવાનું અને તે વાપીનો હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના બાર એન્ડ રેસ્ટોરન્ટના સામે આવેલી ગોવા બેન્ક સુધીના મુખ્ય માર્ગ પર બની હતી. આ બંને સ્થળો પર CCTV કેમેરા લગાડવામાં આવ્યાં છે. ત્યારે, પોલીસે આ કેમેરા થકી પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Intro:Location :- કચીગામ, દમણ

કચીગામ :- સંઘપ્રદેશ દમણમાં ગત મોડી રાત્રીએ કચીગામ ગામમાં આવેલ એક બાર પાસે કેટલાક ઈસમો વચ્ચે મારમારીની ઘટના બની હતી. આ ઘટનામાં વાપીના એક યુવાનને કેટલાક ઈસમોએ દારૂની બાટલી અને ઢીક્કામુક્કીનો માર મારી મોત ને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી છે. સમગ્ર મામલે હાલ દમણ જિલ્લા પોલીસવડાની ટીમેં હત્યારાઓને ઝડપી પાડવા અને ઝઘડાના મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.  

Body:દમણના કચીગામમાં એક બાર એન્ડ રેસ્ટોરન્ટ સામે વાપીના સી. બી. રાજન નામના યુવક સાથે અન્ય કેટલાક ઈસમોએ બબાલ કરી હતી. જેમાં બંને વચ્ચે ફિલ્મીઢબે મારામારીના દ્રશ્યો સર્જાતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. યુવકો વચ્ચે મારામારીમાં મૃતક સી. બી. રાજન જીવ બચાવવા ભાગ્યો હતો. જે દરમ્યાન 200 થી 300 ફૂટ દૂર ગોવા બેન્ક પાસે તેને માર મારનાર ઈસમોએ આંતરી લઇ માથાના ભાગે દારૂની બોટલ ફટકારી મારતા તે બેહોશ થઈને ઢળી પડ્યો હતો. 

જે અંગે દમણ જિલ્લા પોલીસ વડા વિક્રમજીત સિંઘે વિગતો આપતા જણાવ્યું હતું કે  મારમારીની ઘટના બાદ તેમની PCR ટીમને ઘટના અંગે જાણ કરતા PCR ની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને ઘાયલ યુવકને દમણની મરવડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરતા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતીમાં મૃતક યુવાનની ઉંમર 40 વર્ષ આસપાસની હોવાનું અને તે વાપીનો હોવાનું જાણવા મળ્યું છે.

Conclusion:ઉલ્લેખનીય છે. કે આ સમગ્ર ઘટના બાર એન્ડ રેસ્ટોરન્ટ ની સામે મુખ્ય માર્ગ પરથી ગોવા બેન્ક સુધીના મુખ્ય માર્ગ પર બની હતી. અને આ બંને સ્થળો પર CCTV કેમેરા પણ લગાડવામાં આવ્યાં છે. ત્યારે, પોલીસે આ કેમેરા થકી કેટલાક પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે. બેંકની સામેના કેમેરા માત્ર બેંકના મુખ્ય દરવાજાને કવર કરતા હોય તે એન્ગલમાં જ લગાડ્યા હોય હત્યા કરનાર હત્યારા આબાદ છટકી ના જાય તે અંગે પણ પોલીસ સતર્ક બની છે.  

Bite :- વિક્રમજીત સિંઘ, જિલ્લા પોલીસવડા, દમણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.