ETV Bharat / state

વાપીમાં પીરામલ અને શ્રીરામ ફાઉન્ડેશનની સરાહનીય કામગીરી, 1 વર્ષમાં 10 હજાર ડ્રાઇવર-કંડક્ટરોને આપી મફત દવા - ડ્રાઇવર કંડક્ટરોને મફત દવા

વાપી: જિલ્લામાં સૌથી મોટા ઉદ્યોગમાં ગણાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા ડ્રાઇવર-ક્લીનરને મફત અને તાત્કાલિક વિવિધ બીમારીમાં પોતાના ઘરથી દૂર પણ ઉત્તમ સારવાર મળી શકે, તે માટે શ્રીરામ ફાઇનાન્સ અને પિરામલ ફાઉન્ડેશન દ્વારા એક વર્ષ પહેલા એક મોબાઇલ મેડિકલ એમ્બ્યુલન્સની શરૂઆત કરી હતી. વાપીના 12 જેટલા વિસ્તારમાં ટ્રક ડ્રાઈવર-ક્લીનર તેમજ અન્ય લોકોને મફતમાં સારવાર અને નિદાન કરી નિ:શુલ્ક દવા આપતી આ સંસ્થાએ એક વર્ષમાં 10 હજારથી પણ વધુ લોકોને આ સુવિધા પૂરી પાડી છે. જેમાં 1500 જેટલા ગંભીર દર્દથી પીડાતા દર્દીઓને અન્ય સુવિધા સજ્જ હોસ્પિટલમાં રીફર કર્યા છે.

વાપીમાં પીરામલ અને શ્રીરામ ફાઉન્ડેશનની સરાહનીય કામગીરી
author img

By

Published : Aug 28, 2019, 7:08 AM IST

વાપીમાં કાર્યરત શ્રીરામ કોમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સ અને પિરામલ ફાઉન્ડેશન દ્વારા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સહયોગથી વાપી, દમણ, સેલવાસમાં અવર-જવર કરતા અન્ય શહેરો, રાજ્યના ટ્રક ડ્રાઈવર-ક્લિનર અને અન્ય હમાલી માટે કામ કરતા મજૂરોને તેમના જ વિસ્તારમાં આરોગ્યને લગતી સારવાર મળી શકે તે માટે મોબાઇલ મેડિકલ એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરવામાં આવી હતી.

વાપીમાં પીરામલ અને શ્રીરામ ફાઉન્ડેશનની સરાહનીય કામગીરી

આ સેવાને ઓગસ્ટ મહિનામાં એક વર્ષ પૂરૂ થયું છે. આ એક વર્ષ દરમિયાન સંસ્થાની કામગીરી અંગે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિલેશ ઓડેદરાએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ કોમ્યુનિટીને હેલ્થ ફેસિલિટી પૂરી પાડવા માટે આ અનોખા અભિયાનનો પ્રારંભ કરાયો હતો. જેમાં એક મોબાઇલ એમ્બ્યુલન્સ તૈયાર કરી તેમાં ડોક્ટર, ફાર્માસિસ્ટ, નર્સ, ડ્રાઈવર સાથેની ટીમ અને જરૂરી દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવી વાપી આસપાસના મુખ્ય 12 વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ લોકોનું નિદાન કરી જરૂરી દવાઓ આપવાનું અભિયાન હાથ ધર્યું હતું. એક વર્ષમાં 10 હજારથી પણ વધુ દર્દીઓએ આ મોબાઇલ મેડિકલ સેવાનો લાભ લીધો છે. જેમાં ટ્રક ડ્રાઈવર-ક્લિનરની નોકરી કરતા અને બ્લડ પ્રેશર કે બ્લડ શુગર જેવી અન્ય ગંભીર બીમારીઓથી પરેશાન 1500 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રીફર પણ કર્યા છે.

વાપીમાં આ સેવા ટ્રાન્સપોર્ટ એસોસીએશનની મદદથી શરૂ કરવામાં આવી હતી. શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની અને પીરામલ ફાઉન્ડેશન CSR હેઠળ સમગ્ર દેશમાં અનેક સેવાકીય કામગીરી બજાવી રહી છે. જે અંતર્ગત ગુજરાતના વાપીમાં અને રાજસ્થાનના જયપુરમાં આ મોબાઇલ મેડિકલ સેવા શરૂ કરવામાં આવી છે. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સંસ્થા એજ્યુકેશન ક્ષેત્રે સ્કોલરશીપ અને ટ્રક ડ્રાઇવરોને ટ્રેનિંગ આપવા સહિતની અન્ય સેવાકીય પ્રવૃતિઓ પણ કરતી આવી છે. જેમાં આરોગ્યની સેવા ખૂબ જ મહત્વની જણાતા આરોગ્ય ક્ષેત્રે આ સેવા શરૂ કરી હતી. જેને આગામી દિવસોમાં ગુજરાતના અન્ય શહેરોમાં પણ શરૂ કરવાની નેમ છે.

ગાજીપુરથી ટ્રક લઈને આવેલાઆ ટ્રક ડ્રાઇવર પ્યારેલાલ યાદવે જણાવ્યું હતું કે, અમને આવી સેવા ક્યાંય મળતી નથી. વાપીમાં આ સેવા અમારા જેવા ટ્રક ડ્રાઇવર, ક્લીનર માટે આશીર્વાદરૂપ છે. ઘરથી મહિનો બે મહિના સુધી દૂર રહીએ છીએ. નાની-મોટી બીમારીમાં સપડાઈએ છીએ. અમે અહીંયા જ્યારે પણ આવીએ ત્યારે અચૂક ચેકઅપ કરાવી જરૂરી દવા લઈએ છીએ. ગરીબો માટે વાપીમાં શરૂ કરાયેલ આ સેવા અનેક રીતે ઉપયોગી સાબિત થઈ છે.

વાપીમાં શરૂ કરાયેલ આ મોબાઇલ મેડિકલ સેવા એમ્બ્યુલન્સમાં ફરતું એક પ્રકારનું હરતું ફરતું દવાખાનું છે. જેમાં એક MBBS ડોકટર, એક નર્સ, ડ્રાઇવર કમ્પાઉન્ડ ફરજ બજાવે છે. જે વાપીના વિવિધ સ્થળો પર રોજ ડ્રાઇવર ક્લીનર અને અન્ય મજૂર વર્ગના દર્દીઓને તપાસી તેનું નિદાન કરી નિ:શુલ્ક દવાઓ આપે છે. પોતાના ઘરથી દૂર રહેતા ડ્રાઈવર, ક્લિનર અને અન્ય મજૂરો માટે આશિર્વાદ સમાન છે. આ સેવાને એક વર્ષ પૂર્ણ થતું હોય સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેકટર, અન્ય કર્મચારીઓ, ડોકટર, દર્દીઓ સાથે કેક કાપી ઉજવણી પણ કરી હતી. અને એકબીજાનું મોઢું મીઠું કરાવી આ સેવા અવિરત ચાલતી રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી.

Intro:story approved by assignment desk

વાપી :- વાપીમાં સૌથી મોટા ઉદ્યોગમાં ગણાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ ડ્રાઇવર-ક્લીનરને મફત અને તાત્કાલિક વિવિધ બીમારીમાં પોતાના ઘરથી દૂર પણ ઉત્તમ સારવાર મળી શકે, તે માટે શ્રીરામ ફાઇનાન્સ અને પિરામલ ફાઉન્ડેશન દ્વારા એક વર્ષ પહેલા એક મોબાઇલ મેડિકલ એમ્બ્યુલન્સની શરૂઆત કરી હતી. વાપીના 12 જેટલા વિસ્તારમાં ટ્રક ડ્રાઈવર-ક્લીનર તેમજ અન્ય લોકોને મફતમાં સારવાર અને નિદાન કરી નિશુલ્ક દવા આપતી આ સંસ્થાએ એક વર્ષમાં 10 હજારથી પણ વધુ લોકોને આ સુવિધા પૂરી પાડી છે. જેમાં 1500 જેટલા ગંભીર દર્દથી પીડાતા દર્દીઓને અન્ય સુવિધાસજ્જ હોસ્પિટલમાં રીફર કર્યા છે.

Body:વાપીમાં કાર્યરત શ્રીરામ કોમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સ અને પિરામલ ફાઉન્ડેશન દ્વારા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સહયોગથી વાપી, દમણ, સેલવાસમાં અવર-જવર કરતા અન્ય શહેરો, રાજ્યના ટ્રક ડ્રાઈવર-ક્લિનર અને અન્ય હમાલી માટે કામ કરતા મજૂરોને તેમના જ વિસ્તારમાં આરોગ્યને લગતી સારવાર મળી શકે તે માટે મોબાઇલ મેડિકલ એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરવામાં આવી હતી.

આ સેવાને ઓગસ્ટ મહિનામાં એક વર્ષ પૂરું થયું છે. આ એક વર્ષ દરમ્યાન સંસ્થાની કામગીરી અંગે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિલેશ ઓડેદરાએ etv ભારત સાથેની વાતમાં જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ કોમ્યુનિટીને હેલ્થ ફેસિલિટી પૂરી પાડવા માટે આ અનોખા અભિયાનનો પ્રારંભ કરાયો હતો. જેમાં એક મોબાઇલ એમ્બ્યુલન્સ તૈયાર કરી તેમાં ડોક્ટર, ફાર્માસિસ્ટ, નર્સ, ડ્રાઈવર સાથેની ટીમ અને જરૂરી દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવી વાપી આસપાસના મુખ્ય 12 વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ લોકોનું નિદાન કરી જરૂરી દવાઓ આપવાનું અભિયાન હાથ ધર્યું હતું. એક વર્ષમાં 10 હજારથી પણ વધુ દર્દીઓએ આ મોબાઇલ મેડિકલ સેવાનો લાભ લીધો છે. જેમાં ટ્રક ડ્રાઈવર-ક્લિનરની નોકરી કરતા અને બ્લડ પ્રેશર કે બ્લડ શુગર જેવી અન્ય ગંભીર બીમારીઓથી પરેશાન 1500 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રીફર પણ કર્યા છે.

વાપીમાં આ સેવા ટ્રાન્સપોર્ટ એસોસીએશનની મદદથી શરૂ કરવામાં આવી હતી. શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની અને પીરામલ ફાઉન્ડેશન CSR હેઠળ સમગ્ર દેશમાં અનેક સેવાકીય કામગીરી બજાવી રહી છે. જે અંતર્ગત ગુજરાતના વાપીમાં અને રાજસ્થાનના જયપુરમાં આ મોબાઇલ મેડિકલ સેવા શરૂ કરવામાં આવી છે. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સંસ્થા એજ્યુકેશન ક્ષેત્રે સ્કોલરશીપ અને ટ્રક ડ્રાઇવરોને ટ્રેનિંગ આપવા સહિતની અન્ય સેવાકીય પ્રવૃતિઓ પણ કરતી આવી છે. જેમાં આરોગ્યની સેવા ખૂબ જ મહત્વની જણાતા આરોગ્ય ક્ષેત્રે આ સેવા શરૂ કરી હતી. જેને આગામી દિવસોમાં ગુજરાતના અન્ય શહેરોમાં પણ શરૂ કરવાની નેમ છે.

ગાજીપુર થી ટ્રક લઈને આવેલ ટ્રક ડ્રાઇવર પ્યારેલાલ યાદવે જણાવ્યું હતું કે, અમને આવી સેવા ક્યાંય મળતી નથી. વાપીમાં આ સેવા અમારા જેવા ટ્રક ડ્રાઇવર, ક્લીનર માટે આશીર્વાદરૂપ છે. ઘરથી મહિનો બે મહિના સુધી દૂર રહીએ છીએ. ત્યારે, નાની-મોટી બીમારીમાં સપડાઈએ છીએ. અમે અહીંયા જ્યારે પણ આવીએ ત્યારે અચૂક ચેક-અપ કરાવી જરૂરી દવા લઈએ છીએ. ગરીબો માટે વાપીમાં શરૂ કરાયેલ આ સેવા અનેક રીતે ઉપયોગી સાબિત થઈ છે.

Conclusion:વાપીમાં શરૂ કરાયેલ આ મોબાઇલ મેડિકલ સેવા એમ્બ્યુલન્સમાં ફરતું એક પ્રકારનું હરતું ફરતું દવાખાનું છે. જેમાં એક MBBS ડોકટર, એક નર્સ, ડ્રાઇવર કમ્પાઉન્ડ ફરજ બજાવે છે. જે વાપીના વિવિધ સ્થળો પર રોજ ડ્રાઇવર ક્લીનર અને અન્ય મજૂર વર્ગના દર્દીઓને તપાસી તેનું નિદાન કરી નિશુલ્ક દવાઓ આપે છે. અને પોતાના ઘરથી દૂર રહેતા ડ્રાઈવર, ક્લિનર અને અન્ય મજૂરો માટે આશિર્વાદ સમાન છે. આ સેવાને એક વર્ષ પૂર્ણ થતું હોય સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેકટર, અન્ય કર્મચારીઓ, ડોકટર, દર્દીઓ સાથે કેક કાપી ઉજવણી પણ કરી હતી. અને એકબીજાનું મોઢું મીઠું કરાવી આ સેવા અવિરત ચાલતી રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી.

bite :- નિલેશ ઓડેદરા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.