વાપીઃ વાપીમાં આજે ફરી એક વાર આગની ઘટના સામે આવી હતી. અહીં વાપી GIDCના 40 શેડ વિસ્તારમાં આવેલી વ્રજ કેમિકલ નામની કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા અફરાતફરી મચી હતી. જોકે, આગને કાબૂમાં લેવા વાપી નોટિફાઈડ, નગરપાલિકા અને આસપાસની કંપનીઓમાંથી ફાયરને બોલાવવામાં આવી હતી. ટીમે તાત્કાલિક આવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નહતી.
આ પણ વાંચોઃ Vadodara Fire : કપડાંની દુકાનોમાં આગ ભભૂકી, વડોદરા ફાયર વિભાગની 6 ગાડીઓ દોડી આવી
ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ: GIDCની કેમિકલ કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે સુરત અને ભરૂચથી ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યા હતા. 20થી વધુ ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળ પર આગ પર કાબૂ મેળવ્યો હતો. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વાપીમાં આ એવી બીજી આગ લાગી છે કે જેમાં ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવાની ફરજ પડી હતી.
આગને કાબૂમાં લેવાના અથાગ પ્રયાસઃ આ આગની ઘટના બનતા વાપી ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જેના એસ. એસ. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, કંપનીમાં સોલ્વન્ટનો જથ્થો હતો. એટલે તે જ્યાં સુધી નષ્ટ નહીં થાય ત્યાં સુધી આગના મોટા મોટા ગોટા હવામાં જોવા મળશે. જોકે, હાત તો આગ પર ફોમનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
આ પણ વાંચોઃ Forest Fire in Mangrol : માંગરોળના બણભા ડુંગરના જંગલ વિસ્તારમાં આગ લાગી, જાણો લેટેસ્ટ અપડેટ
સ્થાનિકોમાં ભયનો માહોલઃ હાલ સોલ્વન્ટના કારણે આગની વિકરાળ જ્વાળા ઉઠતી હોવાથી અફર તફરીનો માહોલ સર્જાયો હતી. જોકે, વહીવટી તંત્રએ આસપાસનો એરિયા કોર્ડન કરી બ્રિગેડ કૉલ જાહેર કર્યો છે. ત્યારે નજીકમાં અન્ય કંપનીઓ હોવાથી આગ જો વધુ પ્રસરશે તો એ કંપનીમાં પણ આગ લાગી શકે તેવી દહેશત સ્થાનિકો સેવી રહ્યા છે.