વર્ષ 2019ને બાય બાય કરવા અને વર્ષ 2020ને વેલકમ કરવા સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવેલા હજારો પ્રવાસીઓએ દમણની વિવિધ હોટેલમાં 31st નાઇટની જોરદાર મજા માણી હતી. હિન્દી-ઈંગ્લીશ ફ્યુઝન મ્યુઝિક કમ DJના તાલે રોશનીના ઝગમગાટ વચ્ચે હજારો ગુજરાતીઓએ પોતાના પરિવાર તેમજ બાળકો સાથે ડાન્સ કરી ધૂમ મચાવી હતી.
દમણની સેન્ડી રિસોર્ટ, સી રોક, મીરામાર, હોટેલ દરિયા દર્શન, ગોલ્ડ બીચ જેવી હોટેલોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં. નવા વર્ષને આવકારવા સંગીતના તાલે ઝૂમ્યા હતાં. લાસ્ટ નાઈટ પાર્ટીમાં આવેલા યુવાનોમાં વર્ષને બાય બાય કહેવાનો અને નવા વર્ષની અવકારવાનો અનોખો થનગનાટ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ વખતે દમણ પ્રશાસને પણ ખાસ નિયમો બનાવી સખ્તાઈ વર્તી હોય, પ્રવાસીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી નડી નહોતી. જોકે દરિયા કિનારે ઘેઘૂવતા સાગરના સંગાથે લાસ્ટ નાઈટની માજા માણવા આવેલા અસંખ્ય પ્રવાસીઓના એ મનોરથ પૂર્ણ ન થતા નિરુત્સાહ થયા હતાં. તેમ છતાં પોલીસ અને પ્રશાસનની વ્યવસ્થાને લઈ આભાર માન્યો હતો.