- દાદરા નગર હવેલીના આદિવાસી નેતા અને 7 ટર્મના સાંસદ હતાં મોહન ડેલકર
- 7 ટર્મના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા બાદ રાજકીય માહોલ ગરમાયો
- કોંગ્રેસ, શિવસેના અને આપ પાર્ટીના નેતાઓએ ભાજપ પર સવાલો કરી તપાસની માંગ કરી
- મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે તપાસની માંગ કરી
દમણ: અપક્ષ સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા બાદ મુંબઈ મરીન ડ્રાઈવ પોલીસ મથકમાં દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. 7 ટર્મના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ, શિવસેના અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપ પર સવાલો કરી તપાસની માંગ કરી છે. મોહન ડેલકરના આત્મહત્યા મામલે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે તપાસની માંગ કરી છે.
આ પણ વાંચોઃ સાંસદ મોહન ડેલકરની સ્યૂસાઇડ નોટમાં જેના પણ નામનો ઉલ્લેખ છે તેની સામે કાર્યવાહીની કરાઈ માગ
લોકસભાના અધ્યક્ષને આ કેસને વિશેષાધિકાર સમિતિમાં મોકલવા વિનંતી કરાઈ
મોહન ડેલકરના આત્મહત્યા બાદ પ્રશાસનિક ઉત્તપીડન અને અપમાનિત કરવાના કારણોને લઈને રાજકારણ પણ ગરમાયુ છે. 10 માર્ચ, 2021ના રોજ સુપ્રિયા સુલે, સાંસદ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશી થરૂર, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને શિવસેનાના સભ્યો, દ્રવિડ મુનેત્ર કાઝગામ, તૃણમૂલ કોંગ્રેસ અને બહુજન સહિત અન્ય પક્ષોના સાંસદો દ્વારા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને આ કેસને વિશેષાધિકાર સમિતિમાં મોકલવા વિનંતી કરવામાં આવી છે. મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે, "7 વખતના સાંસદ એટલી હદે નિરાશ થયા હતા કે તે તેને ભારે નિરાશા તરફ દોરી જશે અને તેનું જીવન સમાપ્ત કરવાનાં પગલું ભરવું પડે તે આપણા બધા માટે આઘાતજનક છે.
આ પણ વાંચોઃ મોહન ડેલકરના મોતની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ: AAP નેતા સંજય સિંહ
મોહન ડેલકર સાથે થયેલા ગેરવ્યવહાર
મોહન ડેલકરની આત્મહત્યા પહેલા તેની સાથે થતાં ગેરવ્યવહારની વાત કરવામાં આવે તો 5મી જુલાઈ, 2020ના રોજ તેમણે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં લોકસભાના સાંસદ તરીકે રાજીનામું આપવાની વાત કરી હતી. ત્યારબાદ સંસદમાં 19મી સપ્ટેમ્બરે તેમણે સ્થાનિક અધિકારીઓ દ્વારા "ગેરવર્તન"નો મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં દાવો કર્યો હતો કે 2 ઓગષ્ટના રોજ મુક્તિ દિન પર તેમને વિસ્તારના લોકોને સંબોધન કરવાના અધિકારથી રોકવામાં આવ્યા હતાં.
પુત્ર અભિનવે લાચારીની લાગણી વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવી
હાલમાં મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે સ્થાનિક વહીવટીતંત્રે તેમના પરિવાર પર તેમના સમર્થકો માટે ઘણી મુશ્કેલીઓ ઉભી કરી હોવાની અને મોહન ડેલકર સાંસદ હોવા છતાં તેમની લાચારીની લાગણી વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવી છે.
અનેક અપમાનો પ્રફુલ પટેલના રાજમાં મોહન ડેલકરે સહન કર્યા
આદિજાતિ કામદારોને સ્થાનિક સરકારી શાળાની નોકરીથી કાઢી મૂકવામાં આવ્યા હતા, તેમની SSR કોલેજમાં પોલીસ કાફલો મૂકી 27 જૂન, 2020ના રોજ કોલેજની બહાર બુલડોઝર સાથે તોડફોડ કરી હતી. જે અંગે કોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો. આવા અનેક અપમાનો પ્રફુલ પટેલના રાજમાં મોહન ડેલકરે સહન કર્યા અને આખરે મૃત્યુ પછી ન્યાય મળે તે માટે' તેમનું જીવન મુંબઈની હોટેલમાં આત્મહત્યા કરી સમાપ્ત કર્યું છે.
મુંબઈ પોલીસે પ્રફુલ પટેલ સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધી
તાજેતરની ઘટનામાં 9 માર્ચ, 2021ના રોજ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં સહાયક પોલીસ કમિશનર પંડુરંગ શિંદેએ કલમ 306 (આત્મહત્યાના પ્રસ્તાવના) હેઠળ 389 (ગુનાના આરોપના ડરમાં મૂકેલી વ્યક્તિને ગેરવસૂલી કરવા માટે) હેઠળ પ્રથમ માહિતી અહેવાલ (FIR) નોંધ્યો હતો. ગુનાહિત ધમકી અને અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમો હેઠળ પ્રફુલ પટેલ સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધી છે. જેમાં પ્રશાસક પ્રફુલ પટેલ ઉપરાંત દમણના કલેક્ટર સંદીપકુમાર સિંહ, પૂર્વ પોલીસ અધિક્ષક શરદ દરાડે અને ભાજપના નેતા ફતેહસિંહ ચૌહાણ સહિતના કેટલાક રાજકારણીઓનો ઉલ્લેખ છે.
પાસા એક્ટ હેઠળ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી
FIRમાં જણાવવામાં આવ્યું છે કે પ્રફુલ્લ પટેલે મોહન ડેલકરને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવા માટે સ્થાનિક વહીવટનો ઉપયોગ કર્યો હતો. 25 કરોડ રૂપિયાની માંગ કરી હતી અને ધમકી આપી હતી કે જો તે રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેને પાસા એક્ટ હેઠળ ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. પ્રફુલ પટેલના ઈશારે વહીવટી અધિકારીઓ બેફામ અને ખોટી ફરિયાદો નોંધાવતા હતા. પોલીસ દ્વારા પજવણી કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી આવા અનેક કારણોથી મોહન ડેલકર માનસિક તણાવમાં હતા.
SSR કોલેજ પર નિયંત્રણ મેળવવા જૂના કેસ ખોલ્યા
પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારીઓ તેમને નિશાન બનાવતા હતા, તેમને હેરાન કરતા હતા અને તેમનું અપમાન કરતા હતા. આવું કરવા પાછળનું કારણ SSR કોલેજ પર નિયંત્રણ મેળવવાનું હતું. જે માટે ભૂતપૂર્વ અધિક્ષક શરદ ભાસ્કર દરાડે અને પોલીસ ઇન્સ્પેક્ટર મનોજ પટેલે સાંસદને ત્રાસ આપવા માટે એક જૂનો કેસ (137/2003) ફરીથી ખોલ્યો હતો.