ETV Bharat / state

વિરોધ બાદ PM મોદીનું આશ્વાસન, એકીકરણ બાદ સંઘપ્રદેશમાં વહીવટ સામાન્ય રહેશે - visit

દમણ: સંઘપ્રદેશ દમણ-દીવ-દાદરા નગર હવેલીને એક જ પ્રશાસન નીચે લાવવાની ચાલતી પ્રક્રિયા અંગે બંને પ્રદેશોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ત્યારે આ અંગે વડાપ્રધાન મોદી સાથે દમણના સાંસદ લાલુભાઈ પટેલે એક શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ સંઘપ્રદેશના એકીકરણ બાદ પણ વહીવટ સામાન્ય રહેશે તેવી ખાતરી આપી હતી. જેના કારણે આ વિરોધ વંટોળનો અંત આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

PM મોદીએ સંઘપ્રદેશના એકીકરણ બાદ વહીવટ સામાન્ય રહેશેની આપી ખાતરી
author img

By

Published : Jul 19, 2019, 8:48 PM IST

શુક્રવારે દમણ-દીવના સાંસદ લાલુ પટેલે વડાપ્રધાન મોદી સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી. આ મુલાકાતમાં સાંસદે દમણ-દીવની જનતા અને BJP પક્ષને જંગી બહુમતથી ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

લાલુ પટેલે વડાપ્રધાન સાથે પોતાના મતવિસ્તાર સંબંધિત વિવિધ મુદ્દા પર ચર્ચા-વિચારણા કરી હતી. જેમાં દીવના ખેડૂતો માટે પોર્ટુગીઝ સમયની ખેતીની જમીન અંગે ચર્ચા કરી સરકાર આ જમીન સ્થાનિક ખેડૂતોને સુપ્રત કરે તેવી રજૂઆત કરી હતી.

આ ઉપરાંત લાલુ પટેલે દમણ દીવ સાથે દાદરા અને નગર હવેલીના પ્રશાંસનિક એકીકરણ અંગે પણ રજૂઆત કરી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ દમણ-દીવની જનતાની ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જ આશ્વાસન આપ્યું હતું કે, આ એકીકરણમાં તમામ મુદ્દા પર વિશેષ ધ્યાન આપીને પ્રાથમિક મૂલ્યોને સમજી કાર્યવાહી કરવામાં આવશે અને જે પ્રશાસનને લગતી કાર્યવાહી થશે તે તમામ સામાન્ય રહેશે.

daman
વડાપ્રધાન મોદી સાથે દમણના સાંસદ લાલુ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી

લાલુ પટેલે વડાપ્રધાન સમક્ષ CRZ-2ને દમણમાં લાગુ કરવામાં આવે અને દીવને એક ટાપુ તરીકેનો દરજ્જો મળે તેવી રજૂઆત પણ કરી હતી. સાંસદે દમણની ગ્રામ પંચાયતના સરપંચો અને જિલ્લા પંચાયતને વિશેષ અધિકાર આપવા અંગે પણ રજૂઆત કરી હતી. FSIનો ગ્રામીણ વિસ્તારમાં અને અર્ધ શહેરી વિસ્તારમાં વધારો કરવામાં આવે, દમણ-દીવના નાગરિકો અથવા તેમના બાળકો ભૌગોલિકરૂપ અનુસાર અન્ય પ્રદેશમાં જન્મ લે તો તેમનું રજિસ્ટ્રેશન સંઘપ્રદેશમાં કરવામાં આવે તે અંગે પણ વડાપ્રધાન મોદી સમક્ષ રજૂઆત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાંસદ લાલુ પટેલની આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. કેમ કે, એક તરફ દમણ-દીવ અને દાદરા નગર હવેલીને એક જ પ્રશાસન નીચે વિલય કરવામાં આવનાર હોવાથી આ બંને પ્રદેશોમાં વિરોધનો સૂર પણ ઉઠ્યો છે. જે વિરોધના સૂરને ઉગતો જ ડામી દેવામાં આ મુલાકાત ખુબ જ સૂચક મનાઈ રહી છે.

Intro:દમણ :- સંઘપ્રદેશ દમણ-દીવ-દાદરા નગર હવેલીને એક જ પ્રશાસન નીચે લાવવાની ચાલતી પ્રક્રિયા અંગે બંને પ્રદેશોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ત્યારે, આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દમણના સાંસદ લાલુ પટેલે એક શુભેચ્છા મુલાકત લીધી હતી. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘપ્રદેશના એકીકરણ બાદ પણ વહીવટ સામાન્ય રહેશે તેવી ખાતરી આપતા હવે આ વિરોધ વંટોળનો અંત આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.  Body:શુક્રવારે દમણ-દીવના સાંસદ લાલુ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી. મુલાકાતમાં સાંસદે દમણ-દિવની જનતા અને BJP પાર્ટી વતી જંગી બહુમતથી ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

લાલુ પટેલે પ્રધાનમંત્રી સાથે પોતાના મતવિસ્તાર સંબંધિત વિવિધ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણા કરી હતી. જેમાં દીવના ખેડૂતો માટે પોર્ટુગીઝ સમયની ખેતીની જમીન અંગે ચર્ચા કરી સરકાર આ જમીન સ્થાનિક ખેડૂતોને સુપ્રત કરે તેવી રજૂઆત કરી હતી. 

એ ઉપરાંત, લાલુ પટેલે દમણ દીવ સાથે દાદરા અને નગર હવેલીના પ્રશાસનિક એકીકરણ અંગે  પણ રજૂઆત કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  દમણ-દીવની જનતાની ચિંતા વ્યક્ત કરી હતી. અને આશ્વાસન આપ્યું હતું કે, આ એકીકરણમાં તમામ મુદ્દા ઉપર વિશેષ ધ્યાન આપી પ્રાથમિક મૂલ્યોને સમજી કાર્યવાહી કરવામાં આવશે અને જે પ્રશાસનને લગતી કાર્યવાહી થશે તે તમામ સામાન્ય રહેશે.

લાલુ પટેલે પ્રધાનમંત્રી સમક્ષ CRZ-2 ને દમણમાં લાગુ કરવામાં આવે અને દીવને એક ટાપુ તરીકે નો દરજ્જો મળે તેવી રજૂઆત પણ કરી હતી. 

સાંસદે દમણની ગ્રામ પંચાયતના સરપંચો અને જિલ્લા પંચાયતને વિશેષ અધિકાર આપવા અંગે પણ રજૂઆત કરી હતી.  FSIનો ગ્રામીણ વિસ્તારમાં અને અર્ધ શહેરી વિસ્તારમાં વધારો કરવામાં આવે, દમણ-દીવના નાગરિકો અથવા તેમના બાળકો ભૌગોલિકરૂપ અનુસાર અન્ય પ્રદેશમાં જન્મ લે તો તેમનું રજીસ્ટ્રેશન  સંઘપ્રદેશમાં કરવામાં આવે તે અંગે પણ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરી હતી.

Conclusion:ઉલ્લેખનીય છે કે, સાંસદ લાલુ પટેલની આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. કેમ કે, એક તરફ દમણ-દીવ અને દાદરાનગર હવેલીને એક જ પ્રશાસન નીચે વિલય કરવામાં આવનાર હોય, આ અંગે બંને પ્રદેશોમાં વિરોધનો સૂર પણ ઉઠ્યો છે. જે વિરોધના સૂરને ઉગતો જ ડામી દેવામાં આ મુલાકાત ખુબજ સૂચક મનાઈ રહી છે. 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.