ETV Bharat / state

CETPના વિસ્તરણમાં 10 કરોડ રૂપિયાની ઉઘરાણી મામલે નિમાયેલી કમિટી સામે 10થી વધુ ઉદ્યોગપતિઓએ રજૂઆત કરી - વાપીના ઉદ્યોગકારો

વાપીના 93 જેટલા ઉદ્યોગોના સંચાલકો પાસેથી વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL)ના 3 ડિરેક્ટર્સ અને એક VIAના પૂર્વ પ્રમુખે ગાંધીનગરમાં GPCBના અધિકારીઓને 10 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ઉઘરાવી પુરી પાડી હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ ગાંધીનગર GIDC અને VCMDના ચેરમેન થેન્નારસન દ્વારા 4 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. તો આ કમિટીએ મંગળવાર અને બુધવારે વાપી GIDCની ઓફિસમાં 10 જેટલા ઉદ્યોગપતિઓને સાંભળ્યા હતા. તો, VIAના પ્રમુખ સહિત અન્ય ઉદ્યોગપતિઓ પણ કમિટીના સભ્યો સાથે મુલાકાત કરી ગુપ્ત ચર્ચા કરી હતી.

CETPના વિસ્તરણમાં 10 કરોડ રૂપિયાની ઉઘરાણી મામલે નિમાયેલી કમિટી સામે 10થી વધુ ઉદ્યોગપતિઓએ રજૂઆત કરી

author img

By

Published : Aug 26, 2021, 3:27 PM IST

  • 10 કરોડના ઉઘરાણી મામલે નિમાયેલી કમિટીએ ઉદ્યોગપતિઓને સાંભળ્યા
  • વાપીના અન્ય ઉદ્યોગપતિઓ પણ બંધ બારણે ચર્ચા કરી
  • CETPના 5 MLD વિસ્તરણ માટે પૈસા ઉઘરાવ્યાં હોવાના આક્ષેપ

વાપીઃ વાપીના 55 MLDના CETP પ્લાન્ટમાં વધુ 5 MLDના વિસ્તરણ માટે વાપીના 91 ઉદ્યોગ સંચાલકો પાસેથી વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL)ના 3 ડિરેક્ટર્સે અને એક મોટા ઉદ્યોગપતિએ 10 કરોડ રૂપિયાની રકમ ઉઘરાવી આ રકમ ગાંધીનગરમાં GPCBના અધિકારીઓને આપી હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ નિમાયેલી કમિટીના સભ્યોએ વાપીમાં 10 જેટલા ઉદ્યોગપતિઓને સાંભળ્યા હતા. તો આગામી દિવસોમાં આ સમગ્ર મામલે તેઓ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. આ ચકચાર જગાવતા મામલે વાપીના ઉદ્યોગપતિઓમાં ખળભળાટ મચ્યો છે.

10 કરોડના ઉઘરાણી મામલે નિમાયેલી કમિટીએ ઉદ્યોગપતિઓને સાંભળ્યા

આ પણ વાંચો- વડોદરા આવાસ કૌભાંડ : ભાજપના કાઉન્સિલર અને સ્થાયી સમિતિના સભ્યના નામ ઉછળિયા

પૈસા ઉઘરાવ્યાના અહેવાલો પછી એક કમિટીની રચના થઈ હતી

વાપી GIDCમાં પ્રદૂષિત પાણી છોડતા અને પોતાના એકમમાં તેમ જ CETPમાં વિસ્તરણ માગતા 91 જેટલી ઈન્ડસ્ટ્રીઝના સંચાલકો પાસેથી વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL)ના 3 ડિરેક્ટર્સે અને એક ઉદ્યોગપતિએ 10 કરોડ રૂપિયા ઉઘરાવ્યાં અહેવાલો બાદ એક કમિટીની રચના કરવામાં આવી હતી. ત્યારે કમિટીના 4 સભ્યો સમક્ષ વાપીના 10થી વધુ ઉદ્યોગપતિઓએ પોતાની વાત રજૂ કરી હતી. આ મામલે જે સત્ય હશે. તે અંગે રિપોર્ટ તૈયાર કરી વડી કચેરીને સુપરત કરવાનું આશ્વાસન કમિટીના સભ્ય ડૉ. ભરત જૈને આપ્યું હતું.

આ પણ વાંચો- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બહુચર્ચિત માટી કૌભાંડ, કામના કોન્ટ્રાક્ટર અને કર્મચારી દોષિત અને પૂર્વ રજિસ્ટ્રારને ક્લીનચીટ

સમગ્ર મામલામાં અમારો કોઈ ભાગ નથીઃ VIA પ્રમુખ

આ મામલે કમિટીના સભ્યોને મળવા આવેલા વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના (Vapi Industries Association) પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું હતું કે, જે વિગતો સામે આવી છે. તે માટે કમિટી નિમાઈ છે અને સત્ય બહાર આવશે. આ સમગ્ર મામલામાં VIAનો કોઈ જ ભાગ નથી. ગ્રીન એન્વાયરો લિમિટેડ (GEL)ના ડિરેક્ટર્સ પર આક્ષેપો છે. VGELમાં વાપીના ઉદ્યોગકારો જ વોટર પોલ્યુશન કન્ટ્રોલ કરવાની નેમ સાથે જોડાયેલા છે. હાલમાં કોઈ જ વિસ્તરણની વાત નથી. જે આક્ષેપો થયા છે તે ગંભીર છે અને તેમના તરફથી જે નિવેદન આપવાના હતા. તે કમિટી સમક્ષ આપ્યા છે. હવે કમિટી આગામી દિવસોમાં આ મામલે પોતાનો રિપોર્ટ રજૂ કરે તે બાદ જ સત્ય હકીકત સામે આવશે.

CETPના 5 MLD વિસ્તરણ માટે પૈસા ઉઘરાવ્યાં હોવાના આક્ષેપ

ટીમ વિગતો મેળવી ગાંધીનગર રવાના થઈ, ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ કરશે

ઉલ્લેખનીય છે કે, વાપીમાં 55 MLDની ક્ષમતા ધરાવતો CETP પ્લાન્ટ છે, જેમાં 700 જેટલા ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ટ્રિટ કરી દમણગંગા નદીમાં (Damanganga river) છોડવામાં આવે છે. જોકે, હાલમાં આ પ્લાન્ટનું 5 MLD વધારાનું વિસ્તરણ કરવાની તજવીજ હાથ ધરાયા બાદ સૌથી વધુ પ્રદૂષિત પાણી છોડતી 120 પૈકી 91 ઈન્ડસ્ટ્રીઝના સંચાલકો પાસેથી VGELના ડિરેક્ટર્સ અને વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (Vapi Industries Association) (VIA)ના પૂર્વ પ્રમુખ સહિતના લોકોએ ગાંધીનગરમાં બેસેલા GPCBના અધિકારીઓને 10 કરોડ રૂપિયાનું નૈવેધ ધરાવવા પૈસા ઉઘરાવ્યાં હોવાની વિગતો બહાર આવી હતી.

કમિટી તમામ વિગતો સાથે ગાંધીનગર પહોંચી

આ વિગત સામે આવ્યા પછી VGELના ચેરમેન થેન્નારસને આ અંગે ડી. આર. નાયડુ અને ડૉ. ભરત જૈન નામના 2 સભ્યોની કમિટી નીમતા આ કમિટીએ વાપીમાં ઉદ્યોગકારોને સાંભળ્યા હતા. અને તમામ વિગતો સાથે પરત ગાંધીનગર રવાના થયા હતા. કમિટીના સભ્યોને મળવા વાપીના અન્ય ઉદ્યોગકારો પણ આવ્યા હતા અને બંધ બારણે ગુપ્ત ચર્ચા કરી હતી. આ મામલે કમિટી કેવો રિપોર્ટ આપશે અને વહિવટી તંત્ર કેવી કાર્યવાહી કરશે તેના પર સૌ કોઇ મીટ માંડીને બેઠું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.