દમણ: વાપીમાં દર વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસામાં રસ્તાઓની હાલત વધુ ખરાબ(Vapi Rain Damage) થઈ છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના બનાવો બની રહ્યા છે. ગુજરાતના 2 દાયકાના વિકાસની ઝાંખી રજૂ કરતી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો(Vande Gujarat Vikas Yatra) રથ વાપીમાં પહોંચ્યો છે.
ઓળીયો ઘોળીયો GIDC પર નાખી દઈ હાથ ખંખેરી લીધા - વાપીમાં PWD સર્કિટ હાઉસમાં(PWD Circuit House in Vapi) વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને પાલિકા પ્રમુખ(President of Vapi Municipality) અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. લાભાર્થીઓને સરકારી યોજનાના વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે, વાપીમાં હાલ ચોમાસામાં(Monsoon in Vapi) વિકાસ વરસાદી પાણી અને ખાડામાં પડ્યો હોય પાલિકા પ્રમુખે તમામ ઓળીયો ઘોળીયો GIDC પર નાખી દઈ હાથ ખંખેરી લીધા હતા.
આ પણ વાંચો: VMCએ કરોડો રૂપિયાના ખર્ચે કરેલ પ્રિમોન્સૂન કામગીરી પહેલાં વરસાદમાં ધોવાણી
આમજનતા જ નહીં વાહનચાલકો, વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે - વાપીમાં હાલ તમામ મુખ્ય માર્ગો વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. તમામ મુખ્ય માર્ગો ખાડા માર્ગ બન્યા છે. એ ઉપરાંત રેલવે ગરનાળા સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા(Waterlogging problem in low lying areas), શાળાઓમાં પાણી ભરાવાની સમસ્યાથી આમ જનતા જ નહીં વાહનચાલકો, વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે.
આખું ચોમાસું વિતાવવા પડશે આ રીતે - જે અંગે પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહે જણાવ્યું હતું કે, વાપીની આ તમામ સમસ્યાઓથી તે સુપેરે વાકેફ છે. વાપીના વિકાસ માટે તબક્કા મુજબ સ્ટોર્મ વોટર ડ્રેઇનનું(Storm water drain) કામ GIDCને સોંપ્યું હતું. જે એજન્સીએ બેદરકારી દાખવી કેટલાક વિસ્તારમાં અધૂરું કામ છોડી દેતા આ સમસ્યા સર્જાય છે. જે અંગે GIDCના ચેરમેન(Chairman of GIDC) અને તેને લગતા વિભાગોમાં રજૂઆત કરી છે. જે હવે ચોમાસા બાદ તેનું નિરાકરણ આવશે. પ્રમુખની આ વાતથી એટલું ચોક્કસ કહી શકાય કે, વાપીવાસીઓએ આ આખું ચોમાસુ ખાડા અને પાણીમાં વિતાવવું પડશે.
શાળાની સમસ્યાઓ હલ કરવા સંસ્થા કે NGO દત્તક લે તેવા પ્રયાસો - વાપીમાં માત્ર રસ્તાઓ કે ગરનાળામાં ભરાતા પાણી અને ખાડાઓની જ સમસ્યા નથી અહીં પાલિકા વિસ્તારમાં આવેલ ગીતાનગર પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ જતા શિક્ષણકાર્ય ઠપ્પ કરવુ પડે છે. જે અંગે પ્રમુખે જણાવ્યું હતું કે, આવી શાળાની તેમણે મુલાકાત લીધી છે. આ અંગે પણ રજુઆત કરી છે. અને કોઈ સંસ્થા કે NGO CSR ફંડ હેઠળ તેને દત્તક લે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.
આ પણ વાંચો: રાજકોટમાં મેઘમહેર યથાવત, TRBના જવાનો ખાડા પૂરતા નજરે ચડ્યા
ખાડામાં અને પાણીમાં વિકાસ કેટલો લેખે લાગશે - જો કે એક પ્રાથમિક શાળાની સમસ્યાઓ માટે દાતાઓ શોધતી વાપી નગરપાલિકામાં ઇસ્ટ વેસ્ટ ને જોડતો એક જ બ્રિજ અને એક જ રેલવે ગરનાળુ છે. ગરનાળામાં પાણી ભરાયા બાદ બ્રિજ પર પારાવાર ટ્રાફિક જામની સમસ્યા છે. જે અંગે પ્રમુખ ભવિષ્યમાં નવો બ્રિજ અને રેલવે અન્ડર પાસ બનશે પછી સમસ્યાઓનો ઉકેલ આવશે તેવું જણાવી હાલ તેમની સત્તારૂઢ થશે 6 મહિના જ થયા હોય તમામ સમસ્યાનો ઓળીયો ઘોળીયો ભૂતકાળ ના પ્રમુખ અને સત્તાધીશો પર નાખી દીધો હતો. ત્યારે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ વાપીના ખાડામાં અને પાણીમાં ગયેલ વિકાસમાં કેટલો લેખે લાગશે તે જોવું રહ્યું