ETV Bharat / state

દેશમાં સૌથી વધુ દાદરા નગર હવેલીમાં 80 ટકા લોકો કુપોષિત, પોષણયુક્ત આહાર વધારવા રજૂઆત - Maharastra

સેલવાસ: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વસવાટ કરતાં મોટા ભાગના આદિવાસી પરિવારો કુપોષણથી પીડાઇ રહ્યા છે. અહીં વસવાટ કરતી 60% આદિવાસી વસ્તીમાંથી 80% લોકો કુપોષિત અને એનેમિયાગ્રસ્ત હોવાનું બહાર આવ્યું છે. જેને લઇ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે ચિંતા વ્યક્ત કરી છે અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, મંત્રાલયના પ્રધાન રામવિલાસ પાસવાનને એક પત્ર પાઠવ્યો છે. ડેલકરે આ પ્રદેશના આદિવાસી લોકોને ગુજરાત-મહારાષ્ટ્રની જેમ ફોર્ટીફાઇડ ખાદ્ય સામગ્રી પુરી પાડવા રજૂઆત કરી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 26, 2019, 12:11 PM IST

મોટા ભાગના આદિવાસી પરિવારો સંઘપ્રદેશમાં રહે છે ત્યારે સસ્તા અનાજની દુકાનો પરથી આ કુપોષિત બાળકોને યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી છે. આ પરિવારોને કોઇપણ વિલંબ વગર વહેલી તકે ચોખા, ઘઉં, ખાંડ, કેરોસીન, ફોર્ટિફાઇડ મીઠું, કપાસિયા તેલ સહિતની ચીજ વસ્તુઓ મળી રહે તેવી રજૂઆત કરવામાં આવી છે.

ડેલકરે પત્રમાં જણાવ્યું છે કે, પોષણનો ભોગ બનતા લોકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અનાજ-કરિયાણુ પુરૂ પાડવામાં આવે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં કુપોષણની સંખ્યા દેશભરમાં સૌથી વધુ હોવા છતાં કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. આ લોકો એનેમિયા અને કુપોષણથી પીડાઈ રહ્યા છે. કુપોષણની સમસ્યાથી આદિવાસી સમાજ મુક્ત થાય તે માટે ખાણી-પીણીની ટેવમાં સુધારો કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. તે ઉપરાંત પ્રદેશમાં કાર્યરત જાહેર વિતરણ વ્યવસ્થા થકી આપવામાં આવતાં ઘઉં અને ચોખા ફોર્ટિફાઈડ નથી. જ્યારે પાડોશી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં આદિવાસી પરિવારને ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન, ફોર્ટિફાઈડ મીઠું અને કપાસિયા તેલ આપવામાં આવે છે.

Etv Bharat, Dadra Nagar Haveli, Mohan Delkar
સાંસદ મોહન ડેલકરે પત્ર લખી કરી રજૂઆત
ગુજરાતમાં ધોરણ 1 થી 8 સુધીમાં અભ્યાસ કરતી આદિવાસી દિકરીઓને 10 કિલો ચોખા, 10 કિલો ઘઉં, 10 કિલો દાળ અને ઋતુ મુજબ અન્ય ચીજવસ્તુઓ આપવામાં આવે છે. તેવી રીતે જાહેર વિતરણ વ્યવસ્થા થકી દાદરા નગર હવેલીના ગરીબ આદીવાસીઓને પણ પોષણયુક્ત ચીજવસ્તુઓ આપવામાં આવે તે માટે માંગ કરાઇ છે.ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલીમાં પાછલા વર્ષથી કુપોષણને દેશવટો આપવા સ્વાભિમાન યોજના અમલમાં મૂકી છે અને ગર્ભવતી બહેનો ધાત્રી માતાઓને દર મહિને ઘઉં, ચોખા, મગ દેશી ચણા, તુવરદાળ, સિંગની ચીક્કી સહિત કુલ 7 કિલોની રાશન કીટ અપાતી હોવાનું પ્રશાસને અનેક વખતે જાહેરાત કરી છે, તેમ છતાં 80 ટકા લોકો કુપોષણથી પીડાતા હોવાનો ધડાકો સાંસદ મોહન ડેલકરે કરતા પ્રશાસનની યોજના નામ માત્રની હોવાનો ઘટસ્ફોટ થયો છે.

Intro:સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, મંત્રાલયના પ્રધાન રામવિલાસ પાસવાનને એક પત્ર પાઠવ્યો છે. જેમાં દાદરા નગર હવેલીમાં વસવાટ કરતી 60 ટકા આદિવાસી વસ્તીમાંથી 80 ટકા લોકો કુપોષણથી પીડિત અને એનેમિયાગ્રસ્ત હોવાનો ધડાકો કર્યો છે. ડેલકરે આ માટે આ પ્રદેશના આદિવાસી લોકોને ગુજરાત-મહારાષ્ટ્રની જેમ ફોર્ટીફાઇડ ખાદ્ય સામગ્રી પુરી પાડવા રજુઆત કરી છે.Body:સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં વસવાટ કરતાં મોટાભાગના આદિવાસી પરિવારો કુપોષણથી પીડાઈ રહ્યા હોવાથી સસ્તા અનાજની દુકાનો પરથી પોષણયુક્ત આહાર આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. દેશભરમાં કુપોષણના આંક મામલે દાદરા નગર હવેલીમાં  સૌથી વધુ કુપોષિત લોકો હોવાની રજુઆત કેન્દ્રિય અન્ન અને પુરવઠા પ્રધાન પાસવાનને સાંસદ ડેલકરે કરી છે. જેઓને ગુજરાત અને મહારાષ્ટ્રની જેમ ચોખા, ઘઉં, ખાંડ, કેરોસીન, ફોર્ટિફાઈડ મીઠું, કપાસિયા તેલ સહિતની ચીજવસ્તુઓ કોઈપણ વિલંબ વગર વહેલી તકે પુરી પડવાની રજૂઆતના પગલે દાદરા નગર હવેલી ઉપરાંત અન્ય રાજ્યના લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે.

ડેલકરે પત્ર માં જણાવ્યું છે કે, પોષણનો ભોગ બનતા લોકોને પોષણક્ષણ આહાર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અનાજ-કરિયાણું પુરૂ પાડવામાં આવે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદર નગર હવેલીમાં કુપોષણોની સંખ્યા દેશભરમાં સૌથી વધુ હોવા છતાં પ્રશાસને હજુ સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી. જેના કારણે પ્રદેશમાં વસતી કુલ 60 ટકા આદિવાસી જન સંખ્યાના 80 ટકા લોકો કુપોષણનો ભોગ બન્યા છે. 

આ લોકો એનેમિયા અને કુપોષણથી પીડાઈ રહ્યા છે. કુપોષણની સમસ્યાથી આદિવાસી સમાજ મુક્ત થાય તે માટે ખાણીપીણીની ટેવમાં સુધારો કરવા પ્રયાસ આદરવામાં આવ્યા છે. ઉપરાંત પ્રદેશમાં કાર્યરત જાહેર વિતરણ વ્યવસ્થા થકી આપવામાં આવતાં ઘઉં અને ચોખા ફોર્ટિફાઈડ નથી. જ્યારે પાડોશી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં આદિવાસી પરિવારને ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન, ફોર્ટિફાઈડ મીઠું અને કપાસિયા તેલ આપવામાં આવે છે. 

 ગુજરાતમાં ધોરણ 1 થી 8 સુધીમાં અભ્યાસ કરતી આદિવાસી દિકરીઓને 10 કિલો ચોખા, 10 કિલો ઘઉં, 10 કિલો દાળ અને ઋતુ મુજબ અન્ય ચીજવસ્તુઓ આપવામાં આવે છે. તેવી રીતે જાહેર વિતરણ વ્યવસ્થા થકી દાદરા નગર હવેલીના ગરીબ આદીવાસીઓને પણ પોષણયુક્ત ચીજવસ્તુઓ આપવામાં આવે તે માટે માંગ કરાઇ છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલીમાં પાછલા વર્ષથી કુપોષણને દેશવટો આપવા સ્વાભિમાન યોજના અમલમાં મૂકી છે. અને ગર્ભવતી બહેનો ધાત્રી માતાઓને દર મહિને ઘઉં, ચોખા, મગ દેશી ચણા, તુવરદાળ, સિંગની ચીક્કી સહિત કુલ 7 કિલોની રાશન કીટ અપાતી હોવાનું પ્રશાસને અનેક વખતે જાહેરાત કરી છે.ત્યારે, તેમ છતાં 80 ટકા લોકો કુપોષણથી પીડાતા હોવાનો ધડાકો સાંસદ મોહન ડેલકરે કરતા પ્રશાસનની યોજના નામમાત્રની હોવાનો ઘટસ્ફોટ થયો છે. 

Photo story
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.