આ મંદિર વિશે વાત કરતા મંદિરના ટ્રસ્ટી જણાવે છે કે,અહીં મંદિરના ગર્ભગૃહમાં અદભૂત કાચનું નકશીકામ કરવામાં આવ્યું છે. મંદિરમાં મનમોહક કાચનો શણગાર કરવામાં આવ્યો છે. આ મંદિરમાં અંગે સ્થાનિક શ્રધ્ધાળુએ જણાવ્યું કે, જે રીતે ગુજરાતનું સોમનાથ મંદિર સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. એવી જ રીતે અહીંનું સોમનાથ મંદિર પણ ખૂબ જ પ્રચલિત છે.
અહીં બિરાજમાન સોમનાથ મહાદેવના દર્શને દમણના જ નહીં પંરતુ વાપી, વલસાડ, સેલવાસ અને મુંબઈથી લાખો શ્રધ્ધાળુ આવે છે. જેઓ દાદાના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધે છે.