સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના કોઠાર પાડા ગુજરાતી પ્રાથમિક શાળામાં Guarniflon India Pvt. limited કંપની દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવા ઇટાલિયન નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઈટાલીના આ અતિથિઓનું શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી નૃત્યનો રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેમાં વારલી પેઈન્ટિંગ અને ટપાલ દ્વારા સ્વાગત કરી આદિવાસી જીવનશૈલીને ઉજાગર કરતા શિકાર કરવાની પધ્ધતિ, ભગત ભુવા પાસે ઈલાજ કરાવો, તાડી નામનું વિશેષ પીણું પીવું, લાકડી પર પિરામિડ રચવો, લગ્ન પ્રસંગની ઝાંખી જેવા વિવિધ નૃત્યો રજુ કરાયા હતા.
ઇટાલિયન અતિથિઓના ચહેરા પર નૃત્ય જોઈને ખુશીની લહેર જોવા મળી હતી. જેમાં ઇટાલિયન અતિથિઓએ પણ ઢોલ અને તારાપાની ધૂન પર આદિવાસી નૃત્યની મજા માણી હતી. અતિથિઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી માટેનો કોમર્શિયલ R.O પ્લાન્ટ, દરેક વિદ્યાર્થીઓ માટે થાળી, વાટકી, ગ્લાસ, વોટર બેગની ભેટ આપી હતી અને શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફને કપડા-સાડીની ભેટ આપી હતી.
પ્રાથમિક શાળામાં ઇટલીની કંપની અતિથિઓ ઉપસ્થિત રહ્યાં હતા.