ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં IRBNના કોન્સ્ટેબલનું ફરજ દરમિયાન મોત - સેલવાસ સમાચાર

દાદરા નગર હવેલી IRBN (ઇન્ડિયન રિઝર્વ બટાલિયન)માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કાસીમને ફરજ દરમિયાન હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મોત થયુ હતુ. જેની અંતિમવિધિ પહેલા પોલીસ વિભાગ અને IRBN બટાલિયન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અશ્રુભીની આંખે વિદાય આપી હતી.

દાદરા નગર હવેલીમાં IRBNના કોન્સ્ટેબલનું ફરજ દરમિયાન મોત

author img

By

Published : May 23, 2021, 7:23 AM IST

  • IRBN કોન્સ્ટેબલ કાસીમનું હાર્ટ એટેકથી નિધન
  • ગુરુવારે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો
  • વર્ષ 2000થી દાદરા નગર હવેલીમાં ફરજ પર હતો

સેલવાસ: મૂળ લક્ષદ્વિપના અને વર્ષ 2000થી દાદરા નગર હવેલીમાં ફરજ બજાવતા ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાન કાસીમને ફરજ દરમિયાન હાર્ટએટેક આવ્યો હતો. જેનું શુક્રવારે સારવાર દરમિયાન નિધન થતા પોલીસ બેડામાં અને IRBN બટાલિયનમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

ગાર્ડ ઓફ ઓનર આપી મૃતદેહને અંતિમવિધિ માટે રવાના કર્યો

વર્ષ 2000થી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયન ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા કાસીમનું શુક્રવારે નિધન થતા દાદરા નગર હવેલી પોલીસ અને IRBNના ડેપ્યુટી કમાન્ડર સહિત જવાનોએ સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપી મૃતદેહને અંતિમવિધિ માટે રવાના કર્યો હતો.

આ પણ વાંચો: દાદરા નગર હવેલીમાં ભારે પવનના કારણે ઝાડ પડવાથી હોમગાર્ડનુ મોત

ફરજ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતો

IRBNના કોન્સ્ટેબલ કાસીમ ગુરુવારે રાત્રીના સમયે ફરજ પર હાજર હતો. ત્યારે અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે દરમિયાન તેને તાત્કાલિક સેલવાસની વિનોબાભાવે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તે દરમ્યાન તેનું નિધન થયું હતું.

દાદરા નગર હવેલીમાં IRBNના કોન્સ્ટેબલનું ફરજ દરમિયાન મોત

જવાનોએ સલામી આપી

કોન્સ્ટેબલ કાસીમ મૂળ લક્ષદ્વિપનો હતો. 2000ના વર્ષથી તે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ફરજ બજાવતો હતો. તેના નિધનના સમાચાર મળતા જ પોલીસબેડામાં અને IRBN કેમ્પમાં શોકનું મોજું પ્રસર્યું હતું. કાસીમના નિધન બાદ શુક્રવારના સાંજે તેના નશ્વર દેહને પોલીસ જવાનો અને IRBNના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે 20 દિવસમાં 90થી વધુ લોકોનાં મોત

અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

કાસીમના મૃતદેહને માનભરી વિદાય આપવા સેલવાસ SDPO મનસ્વી જૈન, IRBN ડેપ્યુટી કમાન્ડર આર.એ.સીંગ સહિત તમામ સ્ટાફ ઉપસ્થીત રહ્યો હતો. તમામે કોન્સ્ટેબલ કાસીમના મૃતદેહ પર તિરંગારૂપી સલામી સાથે ફુલહાર અર્પણ કરી નશ્વરદેહને અંતિમવિધિ માટે રવાના કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.