ETV Bharat / state

વાપીમાં ત્રણ દુષ્કર્મની ઘટના સામે આવી, સગા બાપ સહિત ત્રણ નરાધમો વિરૂદ્ધ ફરિયાદ - સંઘપ્રદેશ દમણ ન્યૂઝ

વાપી: સંઘપ્રદેશ દમણમાં દુષ્કર્મની ત્રણ ઘટના સામે આવી છે. પહેલી ઘટનામાં સાવકા પિતાએ અવારનવાર પુત્રી સાથે દુષ્કર્મ કરતા દીકરીને ત્રણ માસની ગર્ભવતી બનાવી હતી. બીજી ઘટનામાં દમણમાં સિક્યુરિટી ગાર્ડે એક મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. જ્યારે વાપીમાં સગા બાપે દીકરી પર દુષ્કર્મ કરતા તેની ફરિયાદ નોંધાઇ હતી. લોકો આવા નરાધમો પર ફિટકાર વરસાવી રહ્યા છે.

daman
daman
author img

By

Published : Dec 14, 2019, 9:41 AM IST

વાપીના ડુંગરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ માતા-પિતા અને એક બહેન સાથે રહેતી 21 વર્ષીય યુવતી થોડા વર્ષથી ઘર છોડીને મામા પાસે આવી ગઇ હતી. જેને તેનો પિતા લેવા આવ્યો હતો. ત્યારે યુવતીએ તેની સાથે જવાની ના પાડી દેતા આ અંગે તેમને કારણ પૂછવામાં આવતા દીકરીએ જણાવ્યું હતું કે, તે 8 વર્ષની હતી ત્યારથી પિતા તેની સાથે ખોટું કામ કરી રહ્યો છે. આ માટે તેમના પર અને તેમની માતા પર જબરજસ્તી કરી મારપીટ કરતો હતો. જે સાંભળી આસપાસના રહીશોની મદદથી દિકરીને પોલીસ મથકે લાવી પોલીસ ફરિયાદ કરાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

તો અન્ય એક કિસ્સામાં દમણમાં રહેતા મધ્યપ્રદેશના પરિવારની 15 વર્ષીય સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ દમણ પોલીસમાં નોંધાયા બાદ દમણ પોલીસે સગીરાને મુંબઇના નાગપાડાથી દમણ લાવી પૂછપરછ કરતા સગીરાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, પોતે સાવકા પિતાના વારંવારના દુષ્કર્મથી ત્રાસીને ઘર છોડીને નાસી ગઇ હતી. સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેને 3 માસનો ગર્ભ રહી ગયો હોવાનું બહાર આવતા પોલીસે નરાધમ પિતા પરશોરામ આદિવાસી સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

વાપીમાં સગા બાપ સામે તો, દમણમાં સાવકા બાપ સામે દુષ્કર્મની ફરિયાદથી ચકચાર

જ્યારે ત્રીજી ઘટનામાં દમણ વિસ્તારમાં 3 દિવસ પહેલા રસ્તા પરથી પસાર થતી એક પરિણીત મહિલાને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો મનીષ રામખિલાવન ઉર્ફે પપ્પુ નામના ઇસમે ફોન કરવાના બહાને અટકાવી રસ્તા પરથી જબરજસ્તી ખેંચીને પોતાની કેબિનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે પણ મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, સગા બાપે દીકરીને પિંખી નાખવાની વાપીની ઘટના અને સાવકા બાપ દ્વારા સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે અને આવા નરાધમો પર રોષ વરસાવી રહ્યા છે.

Intro:Location :- વાપી/દમણ

File visuals

વાપી :- વાપીમાં સગો બાપ દીકરી પર દુષ્કર્મ અચરતો હોવાની તો, દમણમાં સગીરા પર સાવકા બાપે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેવાની ફરિયાદ નોંધાઇ છે. એ સાથે જ દમણમાં અન્ય એક દુષ્કર્મની ફરિયાદમાં સિક્યુરિટી ગાર્ડે એક મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. અને આવા નરાધમો પર ફિટકાર વરસાવી રહ્યા છે.

Body:વાપીના ડુંગરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ માતા-પિતા અને એક બહેન સાથે રહેતી 21 વર્ષીય યુવતી થોડા વર્ષથી ઘર છોડીને મામા પાસે આવી ગઇ હતી. જેને તેનો પિતા લેવા આવ્યો હતો. ત્યારે, યુવતીએ તેની સાથે જવાની ના પાડી દેતા આ અંગે તેમને કારણ પૂછવામાં આવતા દીકરીએ જણાવ્યું હતું કે તે 8 વર્ષની હતી ત્યારથી પિતા તેની સાથે ખોટુ કામ કરી રહ્યો છે. 

અને આ માટે તેમના પર અને તેમની માતા પર જબરજસ્તી કરી મારપીટ કરતો હતો. જે સાંભળી આસપાસના રહીશોની મદદથી દિકરીને પોલીસ મથકે લાવી પોલીસ ફરિયાદ કરાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

તો અન્ય એક કિસ્સામાં દમણમાં રહેતા મધ્યપ્રદેશના પરિવારની 15 વર્ષીય સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ દમણ પોલીસમાં નોંધાયા બાદ દમણ પોલીસે સગીરાને મુંબઇના નાગપાડાથી દમણ લાવી પુછપરછ કરતા સગીરાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, પોતે સાવકા પિતાના વારંવારના દુષ્કર્મથી ત્રાસીને ઘર છોડીને નાસી ગઇ હતી. સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેને 3 માસનો ગર્ભ રહી ગયો હોવાનું બહાર આવતા પોલીસે નરાધમ પિતા પરશોરામ આદિવાસી સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

જ્યારે ત્રીજી ઘટનામાં દમણ વિસ્તારમાં 3 દિવસ પહેલા રસ્તા પરથી પસાર થતી એક પરિણીત મહિલાને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો મનીષ રામખિલાવન ઉર્ફે પપ્પુ નામના ઇસમે ફોન કરવાના બહાને અટકાવી રસ્તા પરથી જબરજસ્તી ખેંચીને પોતાની કેબિનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે પણ મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે સગા બાપની દીકરીને પિંખી નાખવાની વાપીની ઘટના અને સાવકા બાપ દ્વારા સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. અને આવા નરાધમો પર ફિટકાર વરસી રહ્યો છે. 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.