- સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વલસાડનું રાજકારણ ગરમાયું
- કરસન ભરવાડે રાજ્ય પ્રધાન પાટકરના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો
- કરસન ભરવાડ કોંગ્રેસના માજી ઉપપ્રમુખ છે
ઉમરગામઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના કારણે રાજ્યમાં ઘણા ઉમેદવારોએ પક્ષ પલટો કર્યો છે. ત્યારે એવો જ વધુ એક ફટકો કોંગ્રેસને પડ્યો છે. વલસાડ જિલ્લા કોગ્રેસના પૂર્વ ઉપ-પ્રમુખ કરસન ભરવાડ પોતાના 200 કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે કોગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયાં હતાં.
ગ્રામ પંચાયતમાં રહેલા પૂર્વ ઉપસરપંચે પણ પક્ષ પલટો કર્યો
ઉમરગામ તાલુકાના દહાડ ગામના વતની અને ગ્રામ પંચાયતમાં રહેલા માજી ઉપસરપંચ સહિત વલસાડ જિલ્લા કોગ્રેસના માજી ઉપપ્રમુખ કરસન ભરવાડ ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યપ્રધાન રમણલાલ પાટકરના ચૂંટણી પ્રચારની એક સભામાં હાજર રહ્યાં હતાં. સભામાં કરસન ભરવાડ પોતાના 200 કોંગ્રેસી સમર્થકો સાથે ઉપસ્થિત રહી ભાજપમાં જોડાયા હતા, જેને પ્રધાન પાટકરે ખેસ પહેરાવી પક્ષમાં સામેલ કર્યાં હતાં.
ઉમરગામ ભાજપમાં જોડાયેલ કરસન ભરવાડ દ્વારા કરાયેલા સંબોધનમાં તેમણે ભાજપની વિકાસની નીતિને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરગામ તાલુકા ભાજપના માજી પ્રમુખ કનુ સોંનપાલ, સોળસસુંબા ભાજપના અગ્રણી અનિલ જૈન, મહામંત્રી પ્રકાશ પટેલ અને રામદાસ વરઠા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.