ETV Bharat / state

વાપીમાં બારે મેઘ ખાંગા, મધુબન ડેમના 10 ગેટ 4 મીટર ખોલી દેવાયા - madhuban dam

વાપી: છેલ્લા 36 કલાકમાં મેઘરાજાએ વાપી પર કોઈપણ મોટી હોનારત વિના 16 ઇંચ આકાશી પાણી વરસાવ્યું છે. અનરાધાર વરસાદથી વાપી અને તેની આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. જો કે, સાંજે વરસાદી જોર ઘટતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. વાપીમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાંથી 1, 60,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. મધુબન ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. મધુબન ડેમ દમણગંગા બેઝિનમાં 3 કલાકમાં 206 મિમિ વરસાદ નોંધાયો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વાપીમાં બારે મેઘ ખાંગા, મધુબન ડેમના 10 ગેટ 4 મીટર ખોલી દેવાયા
author img

By

Published : Aug 4, 2019, 11:06 AM IST

Updated : Aug 4, 2019, 11:43 AM IST

વાપીમાં શુક્રવાર થી શનિવાર સુધીમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. દાદરા નગર હવેલીના સેલવાસમાં 24 કલાકમાં 195 મિમિ વરસાદ નોંધાયો છે. ખાનવેલમાં 146 મિમિ વરસાદ નોંધાયો છે.

મોટાભાગના મુખ્ય માર્ગો અને સોસાયટીમાં ઘૂંટણ સુધીના પાણી ભરાતા જનજીવન ઠપ્પ થયું હતું. વરસાદી પાણીના કારણે કેટલાક વિસ્તારમાં ઘર-દુકાનમાં પાણી ભરાયા હતા. ગુંજન વિસ્તારમાં સૂર્યા સોસાયટી અને રાજમોતી સોસાયટીમાં મુખ્ય માર્ગ પણ પાણી ભરાતા પારડીના ધારાસભ્ય કનુભાઈ પટેલની કાર આગળ જઇ ન શકતા સલામત રસ્તે પરત ફરી હતી. જો કે, એકંદરે મેઘરાજાના આ રૌદ્ર સ્વરૂપે વાપી વાસીઓને સૌમ્ય સ્વરૂપના પણ દર્શન કરાવ્યા હતા. કેમ કે, ક્યાંય કોઈ મોટી જાનહાની થઈ નહોતી અને સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા હતાં. જ્યારે, વાપી નજીક બગવાડા ગામ ખાતે બગવાડા સારણ માર્ગ પર એક કાર વરસાદી પાણીમાં તણાઈ હતી. કારમાં કોઈ સવાર ન હોવાથી જાનહાની ટળી હતી. ઉંમરગામ તાલુકામાં પણ ઠેરઠેર માર્ગો તેમજ અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

વાપીમાં બારે મેઘ ખાંગા, મધુબન ડેમના 10 ગેટ 4 મીટર ખોલી દેવાયા

સંઘપ્રદેશ દમણમાં દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદી પાણી અને દરિયાની ભરતીને કારણે નીચાણવાળા વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. જેમાં કોઈ મોટી જાનહાની ના થાય તે માટે દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર, સભ્યોએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ બચાવ ટીમને ખડેપગે રાખી છે.

દમણગંગા વિયર પર પાણીના રૌદ્ર સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. નદીના ધસમસતા પ્રવાહને મનભરીને માણતા જોવા મળ્યા હતાં. તો, આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે વાપી GIDC નોટિફાઇડ એરિયા ઓથોરીટીએ પોતાની એક રેસ્ક્યુ ટીમ અને ફાયરને નદી કિનારે તૈનાત કરી હતી. વાપી સિવાય ઉંમરગામમાં આ સમયગાળા દરમિયાન કુલ 6 ઇંચ, કપરાડામાં 16 ઇંચ, ધરમપુરમાં 12 ઇંચ, પારડીમાં 13 ઇંચ અને વલસાડમાં 10 ઇંચ વરસાદ વરસ્યો હતો.

Intro:વાપી :- છેલ્લા 36 કલાકમાં મેઘરાજાએ વાપી પર કોઈપણ મોટી હોનારત વિના 16 ઇંચ આકાશી પાણી વરસાવ્યું છે. અનરાધાર વરસાદથી વાપી અને તેની આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. જો કે સાંજે વરસાદી જોર ઘટતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા.Body:વાપીમાં શુક્રવાર સવારના 6 વાગ્યાથી શનિવારના સાંજના 6 વાગ્યા સુધીમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. વરુણદેવે પોતાની ધમાકેદાર બેટિંગ કરી, આ 36 કલાકમાં 16 ઇંચ આકાશી પાણી વરસાવ્યું હતું. સતત 36 કલાક સુધી ધીમીધાર થી ધોધમાર વરસેલા વરસાદે વાપીમાં જળબંબાકારની સ્થિતિ ઉભી કરી હતી. 

મોટાભાગના મુખ્ય માર્ગો અને સોસાયટીમાં ઘૂંટણ સુધીના પાણી ભરાતા જનજીવન ઠપ્પ થયું હતું. વરસાદી પાણીના કારણે કેટલાક વિસ્તારમાં ઘર-દુકાનમાં પાણી ભરાયા હતાં. ગુંજન વિસ્તારમાં સૂર્યા સોસાયટી અને રાજમોતી સોસાયટીમાં મુખ્ય માર્ગ પણ પાણી ભરાતા પારડીના ધારાસભ્ય કનુભાઈ પટેલની કાર આગળ જઇ શકી નહોતી અને સલામત રસ્તે પરત ફરી હતી. તો, અન્ય કેટલીયે કાર અને બાઇક આ ઘૂંટણ સુધીના પાણીમાં પસાર કરવાની નોબત શહેરવાસીઓને આવી હતી. 

જો કે એકંદરે મેઘરાજાના આ રૌદ્ર સ્વરૂપે વાપીવાસીઓને સૌમ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા હતા. કેમ કે ક્યાંય કોઈ મોટી જાનહાની થઈ નહોતી અને સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારમાંથી પાણી ઉતરી ગયા હતાં. જ્યારે, વાપી નજીક બગવાડા ગામ ખાતે બગવાડા સારણ માર્ગ પર એક કાર વરસાદી પાણીમાં તણાઈ હતી. કારમાં કોઈ સવાર ના હોય અહીં પણ જાનહાની ટળી હતી. ઉમરગામ તાલુકામાં પણ ઠેરઠેર માર્ગો પર અને સોસાયટીમાં પાણી ભરાયા હતાં. ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 5 રોહિત વાસ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતાં. જે વરસાદી માહોલ ધીમો પડતા ઓસર્યા હતાં.

આ તરફ સંઘપ્રદેશ દમણમાં દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદી પાણી અને દરિયાની ભરતીને કારણે નીચાણવાળા વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. જેમાં કોઈ મોટી જાનહાની ના થાય તે માટે દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર, સભ્યોએ  અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ બચાવ ટીમને ખડેપગે રાખી છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી માં પણ છેલ્લા 36 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સેલવાસના મોટાભાગના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના બનાવો બન્યાં હતાં. સેલવાસના મધુબન ડેમમાં પણ પાણીની આવક સતત વધતા તંત્રએ સવારે 1.20 લાખ ક્યુસેક પાણી છોડ્યા બાદ સતત તેમાં વધારો કરી 1.50 લાખ ક્યુસેક, અને તે બાદ 1,64,249 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. જે માટે તમામ 10 દરવાજા 4 મીટર સુધી ખોલવામાં આવ્યાં હતાં. જેને લઈને દમણગંગા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. દમણગંગા વિયર પર પાણીના રૌદ્ર સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં વાપીવાસીઓ ઉમટ્યા હતા. નદીના ધસમસતા પ્રવાહને મનભરીને માણતા જોવા મળ્યા હતાં. તો, આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે વાપી GIDC નોટિફાઇડ એરિયા ઓથોરીટીએ પોતાની એક રેસ્ક્યુ ટીમ અને ફાયરને નદી કિનારે તૈનાત કરી હતી.    

Conclusion:ઉલ્લેખનીય છે કે, વાપી સહિત સમગ્ર વલસાડમાં શુક્રવારના સવારના 6 વાગ્યાથી શનિવારના 6 વાગ્યા સુધીના 36 કલાક મેઘરાજાએ મેઘતાંડવ સર્જ્યું હતું. જેમાં વલસાડના અને ધરમપુરના નીચાણવાળા વિસ્તારોમાં મોટપાયે જાનમાલની નુકસાની સર્જી હતી. વાપી સિવાય ઉમરગામમાં આ સમયગાળા દરમ્યાન કુલ 6 ઇંચ, કપરાડામાં 16 ઇંચ, ધરમપુરમાં 12 ઇંચ, પારડીમાં 13 ઇંચ અને વલસાડમાં 10 ઇંચ વરસાદ વરસ્યો હતો.
Last Updated : Aug 4, 2019, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.