ETV Bharat / state

દમણમાં રિબન ડેવલોપમેન્ટ ડ્રાફ્ટ નોટિફિકેશનની બેઠકમાં ચૂંટણી ગઈ અને વિરોધ ગયો

દમણઃ દમણમાં પ્રશાસનિક અધિકારીઓનું રાજ છે અને તેને ઉપરવટ જવું કોઈ પણ રાજકીય આગેવાનોને પાલવે તેમ નથી તે ફરી એકવાર રિબન ડેવલોપમેન્ટ ડ્રાફ્ટ નોટિફિકેશન અંગેની બેઠકમાં સિદ્ધ થયું છે. દમણ નગરપાલિકાના ચીફ ઓફિસરે બોલાવેલી બંધ બારણાની બેઠકમાં એવું તે શું જાદુ થયું કે આ સમગ્ર મામલે હવે આ જ વિરોધ કરનારા નેતાઓએ 'નરો વા કુંજરો વા' જેવા નિવેદનો આપ્યા છે.

વીડિયો
author img

By

Published : May 4, 2019, 10:05 AM IST

દમણમાં 6 મહિના ઉપરાંતથી પ્રશાસન દ્વારા દમણના વિવિધ મુખ્ય માર્ગો માટેનું માર્જિન નક્કી કરતો રિબન ડેવલોપમેન્ટ ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રોજેકટ અમલમાં મુકવાની હિલચાલ ચાલી રહી છે. આ પ્રોજેકટ અંગે શરૂઆતમાં ભાજપ-કોંગ્રેસ-અપક્ષ દ્વારા મોટાપાયે કાગારોળ મચાવી હતી. આ પ્રોજેકટથી દમણનો વિકાસ નહીં વિનાશ થશે તેવા જાહેર નિવેદનો આપ્યા હતા. કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે તો આ મામલે લોકસભા ચૂંટણીમાં પણ ફાયદો ઉઠાવવા બનતો પ્રયાસ કર્યો હતો.

બંધ બારણે મળેલી બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ટંડેલ, પ્રવક્તા વિશાલ ટંડેલ, જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલે ચીફ ઓફિસર વૈભવ રિખારી સાથે બેઠક યોજી આ પ્રોજેકટમાં હજુ ખૂટતી કડીઓ અંગે મનોમંથન કરી ત્યારબાદ જ તેને અમલમાં મુકવો જોઈએ તેવું આ નેતાઓએ નિવેદન આપ્યું છે. દાહોદને જોઈને ડ્રાફ્ટ નોટિફિકેશન લાગુ કરવા પૂર્વે તમામ સંભાવના અને શક્યતાને તપાસવી જરૂરી છે. આ ઉપરાંત એરિયા આઇડેન્ટીફાય કરીને તે મુજબ રોડ માર્જીન વધારવા જોઇએ. દમણમાં 15 મીટરની ઊંચાઇથી વધારાની બિલ્ડિંગ બાંધવા ઉપર રોકનો વિરોધ કરાયો છે. મતલબ કે પ્રશાસન રિબન ડેવલોપમેન્ટને અમલમાં મૂકી શકે છે. તેમાં કોઈ વિરોધ નથી. અત્યાર સુધી આ નાનકડા પ્રદેશ માટે તે વિનાશનો પ્રોજેકટ હતો.

મહત્વની વાત તો છે કે, દમણ દીવમાં રિબન ડેવલપેમન્ટના ડ્રાફટ નોટિફિકેશન અંગે ગુરૂવારે દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ કચેરીમાં બંધ બારણે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સવારે અને સાંજે બે સેસનમાં ચાલેલી આ સુનાવણીમાં ડ્રાફ્ટ અંગે જરૂરી સમજણ પાલિકાના ચીફ ઓફિસરે આપી હતી. જે પ્રોજેકટ સમગ્ર દમણને લાગતો હોય તે રિબન ડેવલપમેન્ટના ડ્રાફ્ટ નોટિફિકેશન અંગે 700 જેટલી વાંધા અરજી આવી છે.

દમણમાં રિબન ડેવલોપમેન્ટ ડ્રાફ્ટ નોટિફિકેશન અંગેની બેઠકમાં ચૂંટણી ગઈ વિરોધ ગયો

જેની સુનાવણી પ્રશાસનના ઉચ્ચ લેવલના અધિકારીએ નહીં પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં લેવાય અને તેનું કહેણ જિલ્લા પંચાયતના પ્રમુખને, દમણના સાંસદને, ભાજપના પ્રદેશ પ્રમુખને, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને અને NGO ના પ્રમુખને પણ અપાય જેઓ તેને મહત્વનું આમંત્રણ સમજી ચીફ ઓફિસરની સામે ચીફ ઓફિસર પાસેથી ડ્રાફ્ટ નોટિફિકેશનની સમજણ મેળવે કે જે રીતસરનો પ્રોટોકોલનો ભંગ ગણી શકાય પરંતુ તેમ છતાં તે અંગે કે ડ્રાફ્ટ નોટીફીકેશન અંગે વિરોધ કરવાને બદલે તેમણે આ અંગે બેઠકમાં વાતચીત કરી છે અને પોતાની રજૂઆતો રાખી હોવાના બિનજરુરી નિવેદનો કરે છે.

ઉલ્લેખનીય છે કે, રિબન ડેવલોપમેન્ટ ડ્રાફ્ટ નોટિફિકેશન હેઠળ દમણના એ તમામ માર્ગોનું જે માર્જિન હાલમાં છોડવું પડે છે. તેનાથી ડબ્બલ માર્જિન છોડવું પડશે. જેમાં કેટલાય જમીન માલિકોની જમીન માર્જિનમાં જશે. મતલબ કે દમણ દિવના વિકાસ મોડેલનો આ પ્રોજેકટ મુખ્ય માર્ગો પર ધંધા રોજગાર કરતા દુકાનધારકોના ધંધાને, રહેવાસીઓના રહેઠાણને મોટાપાયે અસર કરશે.

આ પ્રોજેકટ હેઠળ વિલેજ રોડમાં મધ્યથી 24 મીટર એટલે કે 78 ફૂટનું અંતર રહેશે જે અત્યાર સુધી 12 મીટર હતું. બીજા ડિસ્ટ્રિક્ટ રોડ માટે 30 મીટર એટલે કે 98 ફૂટ રહેશે જે અત્યાર સુધી 15 મીટર છે. મેજર ડિસ્ટ્રિક્ટ રોડ માટે 50 મીટર એટલે 164 ફૂટ રહેશે. જે અત્યાર સુધી 25 મીટર છે. સ્ટેટ હાઇવે માટે 75 મીટર એટલે કે 246 ફૂટ રહેશે. જ્યારે 15 મીટરથી વધુની ઊંચાઇએ આ માર્ગો પર બિલ્ડિંગ નિર્માણ થઈ શકશે નહીં.

જો, આ પ્રોજેકટ અમલમાં આવે તો એક રીતે માત્ર 72 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા દમણમાં મોટાભાગની જગ્યા આ પ્રોજેકટના માર્જિનમાં જ રોકાઈ જશે. જેના પર જતે દહાડે ગેરકાયદેસર બાંધકામ થશે. દમણ એક પ્રવાસન સ્થળ હોય પ્રવાસીઓને આકર્ષવા નકશા પર આ પ્રોજેકટ ભલે રૂપકડો લાગતો હોય તે વાસ્તવિક રીતે શક્ય નથી તેવું દમણના પ્રબુદ્ધ નાગરિકોનું માનવું છે. પરંતુ પ્રશાસન અને રાજકીય આગેવાનોની મિલીજુલી નીતિમાં તેવોનો વિરોધ દબાતા વાર નહીં લાગે તેવો વસવસો વ્યક્ત કરાઈ રહ્યો છે.

Slug :- દમણમાં રિબન ડેવલોપમેન્ટ ચૂંટણી ગઈ વિરોધ ગયો

Location :- દમણ

દમણ :- દમણમાં
 પ્રશાસનિક અધિકારીઓનું રાજ છે. અને તેને ઉપરવટ જવું કોઈ પણ રાજકીય આગેવાનોને પાલવે તેમ નથી તે ફરી એકવાર રિબન ડેવલોપમેન્ટ ડ્રાફ્ટ નોટિફિકેશન અંગેની બેઠકમાં સિદ્ધ થયું છે.  દમણ નગર પાલિકાના ચીફ ઓફિસરે બોલાવેલ બંધ બારણે બેઠકમાં એવો તે કયો જાદુ થયો કે આ સમગ્ર મામલે હવે આ જ વિરોધ કરનારા નેતાઓએ નરો વા કુંજરો વા જેવા નિવેદનો આપ્યા છે. 

દમણમાં 6 મહિના ઉપરાંતથી પ્રશાસન દ્વારા દમણના વિવિધ મુખ્ય માર્ગો માટેનું માર્જિન નક્કી કરતો રિબન ડેવલોપમેન્ટ ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રોજેકટ અમલમાં મુકવાની હિલચાલ ચાલી રહી છે. આ પ્રોજેકટ અંગે શરૂઆતમાં ભાજપ-કોંગ્રેસ-અપક્ષ દ્વારા મોટાપાયે કાગારોળ મચાવી હતી. આ પ્રોજેકટથી દમણનો વિકાસ નહીં વિનાશ થશે. તેવા જાહેર નિવેદનો આપ્યા હતા. કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે તો આ મામલે લોકસભા ચૂંટણીમાં પણ ફાયદો ઉઠાવવા બનતો પ્રયાસ કર્યો હતો. 

પરંતુ આખરે આ રિબન ડેવલોપમેન્ટ ડ્રાફ્ટ નોટિફિકેશન અંગે પ્રશાસન પોતાનું ધાર્યું કરવા માંગતું હોય તેમ દમણ નગર પાલિકાના ચીફ ઓફિસરે બોલાવેલ બંધ બારણે બેઠકમાં એવો જાદુ થયો કે આ સમગ્ર મામલે હવે આ જ વિરોધ કરનારા નેતાઓએ નરો વા કુંજરો વા જેવા નિવેદનો આપ્યા છે. 

બંધ બારણે મળેલી બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ટંડેલ, પ્રવક્તા વિશાલ ટંડેલ, જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલે ચીફ ઓફિસર વૈભવ રિખારી સાથે બેઠક યોજી આ પ્રોજેકટમાં હજુ ખૂટતી કડીઓ અંગે મનોમંથન કરી ત્યાર બાદ જ તેને અમલમાં મુકવો જોઈએ તેવું આ નેતાઓએ નિવેદન આપ્યું છે. તેઓના માટે દમણ અે નાનકડો પ્રદેશ છે. જેથી કરીને ડ્રાફ્ટ નોટિફિકેશન લાગુ કરવા પૂર્વે તમામ સંભાવના અને શક્યતાને તપાસવી જરૂરી છે. અા ઉપરાંત અેરિયા અાઇડેન્ટીફાય કરીને તે મુજબ રોડ માર્જીન વધારવા જોઇઅે અાડેધડ થવું જોઇઅે નહિં. દમણમાં 15 મીટરની ઊંચાઇથી વધારાની બિલ્ડિંગ બાંધવા ઉપર રોકનો વિરોધ કરાયો છે. મતલબ કે પ્રશાસન રિબન ડેવલોપમેન્ટને અમલમાં મૂકી શકે છે. તેમાં કોઈ વિરોધ નથી. અત્યાર સુધી આ નાનકડા પ્રદેશ માટે તે વિનાશનો પ્રોજેકટ હતો. હવે સુધારા વધારા સાથે મુકો તો સારો છે.

મહત્વની વાત તો એ છે કે, દમણ દીવમાં રિબન ડેવલપેમન્ટના ડ્રાફટ નોટિફિકેશન અંગે ગુરૂવારે દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ કચેરીમાં બંધ બારણે સુનાવણી હાથ ધરવામાં અાવી હતી. સવારે અને સાંજે બે સેસનમાં ચાલેલી સુનાવણીમાં ડ્રાફ્ટ અંગે જરૂરી સમજણ પાલિકાના ચીફ ઓફિસરે અાપી હતી. જે પ્રોજેકટ સમગ્ર દમણ ને લાગતો હોય તે  રિબન ડેવલપમેન્ટના ડ્રાફ્ટ નોટિફિકેશન અંગે 700 જેટલી વાંધા અરજી આવી છે. જેની સુનાવણી પ્રશાસનના ઉચ્ચ લેવલના અધિકારીએ નહીં પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં લેવાય અને તેનું કહેણ જિલ્લા પંચાયતના પ્રમુખને, દમણના સાંસદને, ભાજપના પ્રદેશ પ્રમુખને, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને અને ngo ના પ્રમુખને પણ અપાય જેઓ તેને મહત્વનું આમંત્રણ સમજી ચીફ ઓફિસરની સામે ચીફ ઓફિસર પાસેથી ડ્રાફ્ટ નોટિફિકેશનની સમજણ મેળવે કે જે રીતસરનો પ્રોટોકોલનો ભંગ ગણી શકાય..... પરંતુ, તેમ છતાં તે અંગે કે ડ્રાફ્ટ નોટીફીકેશન અંગે વિરોધ કરવાને બદલે તેમણે આ અંગે બેઠકમાં વાતચીત કરી છે. અને પોતાની રજૂઆતો રાખી હોવાના વાહિયાત નિવેદનો કરે છે.

ઉલ્લેખનીય છે કે, રિબન ડેવલોપમેન્ટ ડ્રાફ્ટ નોટિફિકેશન હેઠળ દમણના એ તમામ માર્ગોનું જે માર્જિન હાલમાં છોડવું પડે છે. તેનાથી ડબ્બલ માર્જિન છોડવું પડશે. જેમાં કેટલાય જમીન માલિકોની જમીન માર્જિનમાં જશે. મતલબ કે દમણ દિવના વિકાસ મોડેલનો આ પ્રોજેકટ મુખ્ય માર્ગો પર ધંધા રોજગાર કરતા દુકાનધારકોના ધંધાને, રહેવાસીઓના રહેઠાણને મોટાપાયે અસર કરશે.
 
આ પ્રોજેકટ હેઠળ વિલેજ રોડમાં મધ્યથી 24 મીટર અેટલે કે 78 ફૂટનું અંતર રહેશે જે અત્યાર સુધી 12 મીટર હતું. અધર ડિસ્ટ્રિક્ટ રોડ માટે 30 મીટર અેટલે કે 98 ફૂટ રહેશે જે અત્યાર સુધી 15 મીટર છે. મેજર ડિસ્ટ્રિક્ટ રોડ માટે 50 મીટર અેટલે 164 ફૂટ રહેશે. જે અત્યાર સુધી 25 મીટર છે. સ્ટેટ હાઇવે માટે 75 મીટર અેટલે કે 246 ફૂટ રહેશે. જ્યારે 15 મીટરથી વધુની ઊંચાઇએ આ માર્ગો પર બિલ્ડિંગ નિર્માણ થઈ શકશે નહીં. 

જો, આ પ્રોજેકટ અમલમાં આવે તો એક રીતે માત્ર 72 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા દમણમાં મોટાભાગની જગ્યા આ પ્રોજેકટના માર્જિનમાં જ રોકાઈ જશે. જેના પર જતે દહાડે ગેરકાયદેસર બાંધકામ થશે. દમણ એક પ્રવાસન સ્થળ હોય પ્રવાસીઓને આકર્ષવા નકશા પર આ પ્રોજેકટ ભલે રૂપકડો લાગતો હોય તે વાસ્તવિક રીતે શક્ય નથી તેવું દમણના પ્રબુદ્ધ નાગરિકોનું માનવું છે. પરંતુ પ્રશાસન અને રાજકીય આગેવાનોની મિલીજુલી નીતિમાં તેવોનો વિરોધ દબાતા વાર નહીં લાગે તેવો વસવસો વ્યક્ત કરાઈ રહ્યો છે.

Video spot

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.