વાપી: વલસાડ જિલ્લાના વાપી નજીક આવેલ સલવાવ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં ગુજરાતના જાણીતા ગાયક કલાકાર ગીતા રબારી અને તેજદાન ગઢવીએ લોકગીતો-ભજનની રમઝટ બોલાવી હતી. તો હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયાએ લોકોને પેટ પકડીને હસાવ્યા હતા.
કેન્ટીનની શરૂઆત: કોરોના કાળ દરમ્યાન ગરીબ લોકોને મફતમાં ભોજન મળી રહે તે માટે માં જનમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા Free Food કેન્ટીનની શરૂઆત કરવામાં આવી છે. આ સેવાનું કાર્ય અવિરત ચાલતું રહે, શહીદોના પરિવારને મદદરૂપ થતા રહે તે માટે દાતાઓ તરફથી દાન પેટે રકમ મળે તેવા ઉદેશથી માં જનમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સેલ્યુટ તિરંગાના સંયુક્ત ઉપક્રમે વાપી નજીક આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો થરાદમાં ભીડ વચ્ચે જામ્યો લોકડાયરો, સરકારના નિયમોના ઉડ્યા ધજાગરા
અદાણી પર જોક્સ: આ લોકડાયરામાં ગુજરાતના જાણીતા કલાકાર ગીતા રબારી અને તેજદાન ગઢવીએ લોકગીતો-ભજનની રમઝટ બોલાવી હતી. તો, હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયાએ અદાણી પર, અમેરિકા-ભારતના સમયપાલન શિસ્ત પર કટાક્ષ કરતા તો, નરેન્દ્ર મોદી પર, બુલેટ ટ્રેન, ભગવદ ગીતા પરનો મર્મ સમજાવતા જોક્સ કરી શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો મહંતોની હાજરીમાં દાતાઓ, સમાજના શ્રેષ્ઠીઓએ બન્ને કલાકારો પર રૂપિયાનો વરસાદ કરી ખુલ્લા દિલે દાન આપ્યું હતું.
લોક ડાયરામાં દાતાઓ: લોકડાયરાના કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળના મેનેજીંગ ટ્રસ્ટી કપિલ સ્વામીની માં જનમ ચેરીટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકેને જાહેરાત કરવામાં આવી હતી. તો, ટ્રસ્ટને દાન આપનાર તમામ દાતાઓનું સન્માન કરી સાળંગપુર હનુમાનજીની પ્રતિમા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. લોકડાયરામાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ગાયક કલાકાર ગીતા રબારી અને તેજદાન ગઢવીને સાંભળવા આવ્યા હતાં. જેઓને આ કલાકારોએ પોતાના કંઠે અનેક સુરીલા ભજન ગાઈ મોજ કરાવી હતી. કલાકારોના ગીતો પર દાતાઓ-શ્રોતાઓએ રૂપિયાનો વરસાદ વરસાવી ટ્રસ્ટના Free Food કેમ્પેઇન ને ઝબરો પ્રતિસાદ આપ્યો હતો.
આ પણ વાંચો જામનગરના કાલાવડમાં ડાયરામાં રૂપિયાનો વરસાદ...
ડાયરો એટલે: આ પ્રસંગે ગીતા રબારીએ ગુજરાતમાં લોકડાયરાનું વધતું મહત્વ અને સમાજના ગરીબ બાળકોના શિક્ષણ માટે, ભોજન માટે, શહીદોના પરિવારો માટે દાનની રકમ એકઠી કરવા થતા આ પ્રકારના આયોજનોની સરાહના કરી હતી.