જે બાદ કાયદાની તારીખ લંબાવવામાં આવી હતી, હવે પછી 15 ઓકટોબર કરવામાં આવી છે. જેને લઈ વાહનચાલકોમાં હાશકારો અનુભવાયો હતો. જો કે, કાયદાનું પાલન થાય તે હેતુથી મોટા ભાગના વાહનચાલકોએ PUC કઢાવવા પહોંચી રહ્યા છે. વાપીમાં ત્રણેક સેન્ટરો ઉપર PUC કાઢવામાં આવી રહ્યા છે. જેમાં ઓનલાઈન અને ઓફલાઈન એમ બે રીતે PUC કાઢવામાં આવી રહી છે.
ઓફલાઈનમાં માત્ર વાહનના નંબર પ્લેટના આધારે PUC કાઢી આપવામાં આવતી હોય છે, જયારે ઓનલાઈનમાં આવનારા વાહનોના સાયલેન્સરથી મશીન જોડવામાં આવે છે અને તે ચકાસણી કર્યા બાદ PUC સર્ટિફીકેટ આપવામાં આવી રહ્યા છે. આ સર્ટિફીકેટ ઉપર રૂા.20 લખ્યા હોય છે જયારે કેટલાક સેન્ટરો ઉપર એજન્ટો દ્વારા રૂા.40 કે રૂા.50 લેવામાં આવી રહ્યા છે. કાયદાને પગલે PUC સેન્ટર ઉપર વાહનોની કતાર લાગેલી જોવા મળી રહી છે.
તો બીજી તરફ વાપીના બજારોમાં હેલમેટનું વેચાણ પણ પૂરજોશમાં થઈ રહ્યું છે.હેલમેટના ભાવમાં પણ ઉછાળો આવેલો જોવા મળી રહ્યો છે. કાયદાથી બચવા માટે ટુ વ્હીલરવાળાઓ હેલમેટની ખરીદી કરતા પણ જોવા મળી રહ્યા છે. જયારે વાહનોના ઈન્સ્યુરન્સ કઢાવવા માટે પણ લોકો પહોંચી રહ્યા છે. RTO ના નવા નિયમોને પગલે વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.માટે તારીખ લંબાવવામાં આવી 15 ઓકટોબર કરવામાં આવી છે
હેલ્મેટમાં હાલ 600 રૂપિયાના હેલ્મેટના 1300 રૂપિયા એટલે કે ડબ્બલ ઉછાળો આવ્યો છે. જયારે વાહનોના ઈન્સ્યુરન્સ કઢાવવા માટે પણ લોકો પહોંચી રહ્યા છે. ઇન્સ્યોરન્સમાં પણ ફૂલ ઇસન્યોરન્સના 1200 થી 1800 દ્વિચક્રી વાહનો અને 2500 થી 4000 ફોર વ્હીલર વાહનોમાં ભાવ બોલાઈ રહ્યા છે.આરટીઓના નવા નિયમોને પગલે વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.