ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં 5 દિવસીય લવાછાના મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ - fair

સેલવાસ: સૌરાષ્ટ્રમાંં જેમ શ્રાવણ મહિનો એટલે મેળાનો મહિનો તેમ દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ફાગણ મહિનો એટલે મેળાનો મહિનો ગણાય છે. તેમાં પણ દાદરા નગર હવેલીના લવાછા ખાતે મુખ્ય માર્ગની બંને તરફ યોજાતો પાંચ દિવસીય મેળો આ વિસ્તારના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. હોળી-ધુળેટી પર્વ પર આ મેળામાં લોકો વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરીને ચકડોળમાં બેસી કે ખાણી પીણીની મોજ માણે છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 23, 2019, 12:12 AM IST

દક્ષિણ ગુજરાત, સંઘપ્રદેશ સેલવાસના આદિવાસી પટ્ટામાં હોળી ધુળેટીનું અનેરું મહત્વ હોય છે. ખેતીના કામમાંથી ફુરસદ મેળવી આદિવાસી સમાજ મેળાને મ્હાલવાનું અચૂક પસંદ કરે છે. એ માટે વર્ષોથી લવાછા ખાતે પાંચ દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સ્થાનિક આદિવાસીઓ ઉપરાંત દેશભરમાંથી આવતા વેપારીઓને રોજગારી મળે છે. આ મેળો દર વર્ષે વલસાડ અને સંઘ પ્રદેશના લોકો માટે પાંચદિવસીય મહોત્સવ બની જાય છે.

વાપીના છેવાડે અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની હદ પર લવાછાના મેળામાં આ વર્ષે પણ રમકડાં, ઘર વપરાશની ચીજ વસ્તુઓ, મહિલાઓના સાજ શણગાર સહિત સ્ત્રી પુરુષો માટેના કપડા, બુટ, ચશ્મા સહિતની અનેક વેરાયટીના સ્ટોલ લાગ્યા છે. તો સાથે સાથે ગોળગોળ ફરતી ચકડોળ, ડ્રેગન ટ્રેન, બ્રેક ડાન્સ, ઝુંબાઝુંબા મોતનો કૂવો અને સર્કસના ખેલ જોઈને લોકો મેળાનો આનંદ માણી રહ્યાં હતાં. તેમાં પણમોતના કૂવામાં બુલેટ બાઇક અને મોટરકારના કરતબે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. મોતના કૂવામાં કાર પર બેસી યુવતીએ પોતાની અદાથી અનેકને ઘાયલ કર્યા હતા.

પાંચ દિવસીય લવાછાના મેળામાં ઉમટયું માનવ મહેરામણ

આ મેળાની ખાસિયત એ છે કે, આ મેળો વાપી સેલવાસ માર્ગની બંને બાજુના માર્ગ પર હોયછે. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. મેળામાં વાપી વલસાડ જિલ્લા સહિત પડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાંથી પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

Intro:Body:

R_GJ_DNH_02_22MAR_LAVACHHA_MELO_VIDEO_MEROO_GADHVI

Inbox

x

Meroo Gadhvi <meroo.gadhvi@etvbharat.com>

10:32 AM (11 hours ago)

to me

Slug :- દાદરા નગર હવેલીમાં પાંચ દિવસીય લવાછાના મેળામાં ઉમટયું માનવ મહેરામણ

Location :- લવાછા, દાદરા નગર હવેલી

સેલવાસ :- સૌરાષ્ટ્રમાંં જેમ શ્રાવણ મહિનો એટલે મેળાનો મહિનો તેમ દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ફાગણ મહિનો એ મેળાનો મહિનો ગણાય છે. એમાંય દાદરા નગર હવેલીના લવાછા ખાતે મુખ્ય માર્ગની બંને તરફ ભરાતો પાંચ દિવસીય મેળો, આ વિસ્તારના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. હોળી-ધુળેટી પર્વ પર ભરાતા આ મેળામાં લોકો વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી ચકડોળમાં બેસી કે ખાણી પીણીની જયાફત માણી રહ્યાં છે.

 દક્ષિણ ગુજરાત, સંઘપ્રદેશ સેલવાસના આદિવાસી પટ્ટામાં હોળી ધુળેટીનું અનેરું મહત્વ હોય છે. ખેતીના કામમાંથી ફુરસદ મેળવી આદિવાસી સમાજ મેળાને મ્હાલવાનું અચૂક પસંદ કરે છે. એ માટે વર્ષોથી લવાછા ખાતે પાંચ દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સ્થાનિક આદિવાસીઓ ઉપરાંત દેશભરમાંથી આવતા વેપારીઓને રોજગારી મળે છે. આ મેળો દર વર્ષે વલસાડ અને સંઘ પ્રદેશના લોકો માટે 5 દિવસીય મહોત્સવ બની જાય છે.

વાપીના છેવાડે અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની હદ પર લવાછાના મેળામાં આ વર્ષે પણ રમકડાં, ઘર વપરાશની ચીજ વસ્તુઓ, મહિલાઓના સાજ શણગાર સહિત સ્ત્રી પુરુષો માટેના કપડા, બુટ, ચશ્મા સહિતની અનેક વેરાયટીના સ્ટોલ લાગ્યા છે. તો સાથે સાથે ગોળગોળ ફરતી ચકડોળ, ડ્રેગન ટ્રેન, બ્રેક ડાન્સ, ઝુંબાઝુંબા મોતનો કૂવો અને સર્કસના ખેલ જોઈ લોકો મેળાનો આનંદ માણી રહ્યા હતાં. એમાંય મોતના કૂવામાં બુલેટ બાઇક અને મોટરકારના કરતબે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. મોતના કૂવામાં કાર પર બેસી યુવતીએ પોતાની અદાથી અનેકને ઘાયલ કર્યા હતા.

 આ મેળાની ખાસિયત એ છે કે, આ મેળો વાપી સેલવાસ માર્ગની બંને બાજુ માર્ગ પર ભરાય છે. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. મેળામાં વાપી વલસાડ જિલ્લા સહિત પડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાંથી પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. 

ઉલ્લેખનીય છે કે, લવાછામાં વર્ષોથી આદિવાસી સંસ્ક્રુતિના પ્રતીક સમો આ મેળો ભરાય છે. જેમાં સ્થાનિક આદિવાસી સહિત આસપાસના વિસ્તારના લોકો પણ મેળાની મોજ માણવા ઉમટી પડે છે. મેળામાં લાગેલ ચકડોળ સર્કસ અને ખાણી પીણીના સ્ટોલ સહિતના આકર્ષણોને મનભરીને પરિવાર સાથે માણે છે. પાઁચ દિવસ સુધી ચાલતો આ લોકમેળો આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરે છે. હોળીનાં દિવસથી શરુ થતાં આ 5 દિવસીય મેળામાં હવે આદિવાસીઓની સાથે-સાથે શહેરી લોકો પણ મોટી સંખ્યામાં મેળાની મોજ માણે છે. 

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.