સંઘ પ્રદેશ દીવ પરથી 'મહા' વાવાઝોડાનો ખતરો ટળ્યો છે, જેને લઈને લોકોની સાથે જિલ્લા વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. વાવાઝોડાનો ખતરો ટળ્યા બાદ હવે ભારે વરસાદની આગાહીઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેને લઈને દીવ તંત્ર દ્વારા મહિલાઓ બાળકો અને શારીરિક રીતે અસક્ત વ્યક્તિઓને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતાં.
દીવના વણાંકબારા અને ઘોઘલા ખાતે બનાવવામાં આવેલા શેલ્ટર હાઉસમાં ખાસ વ્યવસ્થાઓ જિલ્લા કલેકટર સલોની રાય દ્વારા કરવામાં આવી હતી. વણાંકબારાના ગોમતી માતા વિસ્તાર, જલારામ સોસાયટી અને ઘોઘલાના મીઠા બાવા વિસ્તાર તેમજ કિનારાના વિસ્તારો વાવાઝોડા બાદ ભારે વરસાદથી વધુ પ્રભાવિત થઇ શકે તેમ છે, માટે આ વિસ્તારના લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતાં. ભારે વરસાદને પગલે દીવના લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે.