શનિવારે સાંજના ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં ડુપ્લીકેટ જંતુનાશક દવાના વેચાણનું રેકેટ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવતા જંતુનાશક દવા વેંચતા વેપારીઓમાં ખળભળાટ મચી જવા પામી હતી. ઉમરગામ પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શનિવારના રાત્રિના ગાંધીવાડી વિસ્તાર પાસે પ્રગતિનગરમાં બાતમીના આધારે પોલીસે અચાનક રેડ કરી હતી. રેડમાં ડુપ્લીકેટ ટ્રેડ માર્કવાળા ખેતીમાં વપરાતા જંતુનાશક દવા અને બાથરૂમ ક્લીનર મળી આવ્યા હતા. પોલિસ તપાસમાં અજાણ્યા શખ્સ થકી રીક્ષાવાળાને જંતુનાશક દવાનો જથ્થો ફરાર થઇ ગયો હતો. જે સંદર્ભે ઉમરગામ પોલીસે રિક્ષાવાળા ઇસમની અટક કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉમરગામ તાલુકામાં લોકો સૌથી વધુ ખેતી કામ પર નિર્ભર છે તથા લોકોને ત્યાં વાડી વાલેફો હોવાના કારણે ખેતી કરવા માટે જંતુનાશક દવાની જરૂરીયાત ઉભી થતી હોય છે. તાલુકામાં લગભગ દરેક ગામમાં જંતુનાશક દવાની દુકાનો આવેલી છે. ખેડૂતો દ્વારા ડુપ્લીકેટ જંતુનાશક દવા બાબતમાં ઘણી વખત મૌખિક અને લેખિત ફરિયાદ ખેતીવાડી અધિકારી, ફૂડ & ડ્રગ વિભાગ તથા આરોગ્ય વિભાગને કરાઈ હોવા છતાં આવા લે ભાગુ ડુપ્લીકેટ જંતુનાશક દવા રાખતા દુકાન ધારક પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.