ETV Bharat / state

Christmas 2023 : દમણમાં ક્રિસમસની હર્ષોલ્લાસભેર ઉજવણી, 400 વર્ષ જૂના ચર્ચમાં ભગવાન ઈસુનો જન્મોત્સવ - પ્રભુ ઈસુનું જીવન

નાતાલ પર્વ નિમિત્તે દમણમાં ખ્રિસ્તી પરિવારોએ 400 વર્ષ જૂના ચર્ચમાં ભગવાન ઈસુનો જન્મોત્સવ ઉજવ્યો હતો. દેશ સતત વિકાસ કરતો રહે અને બધા એકબીજા સાથે હળીમળીને રહે તેવા પ્રાર્થના સંદેશ સાથે તમામ લોકોએ એકબીજાને મેરી ક્રિસમસ અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.

Christmas 2023
Christmas 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 12:19 PM IST

Updated : Dec 25, 2023, 1:01 PM IST

દમણમાં ક્રિસમસની હર્ષોલ્લાસભેર ઉજવણી

દમણ : સમગ્ર દેશની સાથે સંઘપ્રદેશ દમણમાં ખ્રિસ્તી પરિવારોએ ભગવાન ઇસુનો જન્મદિવસ એવા નાતાલ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. 400 વર્ષ જૂના ચર્ચમાં લોકોએ એકબીજાને મેરી ક્રિસ્મસ અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. આ દિવસે પ્રેમ ભાઈચારો અને ગરીબોની સેવા કરનાર ભગવાન ઈસુએ મનુષ્યરૂપે અવતાર લઈ સમગ્ર દુનિયાને પ્રેમ કરવાનો સંદેશ આપ્યો હતો.

ક્રિસમસની હર્ષોલ્લાસભેર ઉજવણી : દમણ પર પોર્ટુગીઝોએ 400 થી વધુ વર્ષ રાજ કર્યું હતું. તેમના શાસન દરમિયાન તેમએ અદભુત કલા કારીગરીવાળા ચર્ચ બનાવ્યા હતા. જેમાંથી મોટી દમણ સ્થિત 400 વર્ષ જૂના એવા 'અવર લેડી ઓફ રેમેડીયોઝ' અને 'બોમ જીસસ ચર્ચ' ખાતે ક્રિસમસ 2023 ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વને પ્રેમ કરવાનો સંદેશ આપનાર ભગવાન ઇસુના જન્મદિવસ નિમિત્તે બોમ જીસસ ચર્ચમાં શાંતિના રાજકુમારનો જન્મ થયો છે, આ થીમ પર નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચર્ચના ફાધર એન્સેલ્મો ડિસોઝાએ જણાવ્યું હતું કે, જીસસ જગતમાં શાંતિ લાવવા આવ્યા છે. ત્યારે આ દેશમાં શાંતિ જળવાય, દેશ પ્રગતિ કરે એ જ આજના પર્વનો સંદેશ છે.

પ્રભુ ઇસુનો જન્મદિવસ : દમણમાં પોર્ટુગીઝ સમયમાં બનાવેલ ચર્ચમાં વર્ષોથી અવિરત નાતાલ પર્વની ઉજવણી નિમિત્તે વિશેષ પ્રાર્થના કરાય છે. ચર્ચને રોશનીથી શણગારવામાં આવે છે અને ઉત્સાહભેર પ્રભુ ઇસુનો જન્મદિવસ મનાવાય છે. આ પર્વને ધ્યાને રાખી ખ્રિસ્તી પરિવારો 25 દિવસનો ઉપવાસ રાખે છે. ઘર અને આસપાસના રસ્તાઓ પર રોશનીનો શણગાર કરી પ્રાર્થના કરે અને ગીતો ગાય છે. આ પર્વ ખુશીનું પર્વ હોય દરેક પરિવાર પોતાના ઘરે સ્વાદિષ્ટ પકવાન, મીઠાઈ બનાવે છે.

દમણમાં ક્રિસમસની હર્ષોલ્લાસભેર ઉજવણી
દમણમાં ક્રિસમસની હર્ષોલ્લાસભેર ઉજવણી

ખ્રિસ્તી પરિવારોમાં ખુશીનો માહોલ : દમણની જેમ વાપી અને સમગ્ર વલસાડ જિલ્લા તેમજ સંઘપ્રદેશ સેલવાસમાં પણ ખ્રિસ્તી પરિવારએ ક્રિસમસની ઉત્સાહભેર ઉજવણી કરી પ્રભુ ઇસુનો જન્મદિવસ મનાવ્યો હતો. દમણ સહિતના તમામ ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી પરિવારો સજી-ધજીને ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચના પાદરી દ્વારા અપાયેલ બાઇબલના સંગીત સાથેના સંદેશને શ્રવણ કરી પરમ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. એકબીજાને મેરી ક્રિસ્મસની શુભકામના પાઠવી હતી.

પ્રભુ ઈસુનું જીવન : ઉલ્લેખનીય છે કે, ક્રિસમસ પર્વ એ પ્રેમનું અને ભાઈચારાનો પર્વ છે. ભગવાન ઈસુએ આજથી બે હજાર વર્ષ પહેલા ધરતી પર પ્રેમ-કરુણાનો સંદેશ આપવા મનુષ્ય રૂપે જન્મ લીધો હતો. તેઓ ઈશ્વર હતા તેમ છતાં સામાન્ય પરિવારના ઘરે પશુઓની વચ્ચે પોતે મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો. દુનિયાને પ્રેમ, કરુણા, ગરીબોની અને રોગીઓની સેવા કરવાનો સંદેશ આપ્યો હતો. અનેક દીન-દુખિયાની સેવા કરી સાજા કર્યા હતા.

  1. Christmas 2023 : જૂનાગઢમાં નાતાલની ખરીદીને લઇને મંદીનો માહોલ જોવા મળ્યો, વસ્તુઓમાં થયો ભાવ વધારો
  2. Satvik Traditional Food Festival : સ્વાદરસિયાઓ થઇ જાવ તૈયાર, માણો સાત્વિક ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલની પૌષ્ટિક વાનગીઓ

Last Updated : Dec 25, 2023, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.