- દમણ-દિવનો આજે મુક્તિ દિવસ
- પ્રશાસન દ્વારા કરાઈ રહી છે ઉજવણી
- રાષ્ટ્રધ્વજને સલામી આપી ઉજવણીની શરૂઆત થશે
દમણઃ આ અતિ મહત્ત્વનો દિવસ હોવા છતાં આ વખતે કોરોના મહામારીને ધ્યાને રાખી સીમિત નગરજનો, અધિકારીઓની હાજરીમાં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે મોટી દમણ જેટી પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પ્રશાસક પ્રફૂલ પટેલ જનતાને સંબોધન કરશે
આ વખતના મુક્તિ દિવસની ઉજવણી મોટી દમણ જેટી ખાતે કરવામાં આવી છે. જ્યાં પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે. તિરંગાને સલામી આપ્યા બાદ પ્રશાસક પ્રફુલ પટેલ દમણની જનતાને સંબોધન કરી દમણ અને દીવમાં કરેલા વિકાસના કાર્યોની રૂપરેખા આપશે.