ETV Bharat / state

ભારતીય રેલવેની આશાવાદી કન્ટેનર સેવાનો પાંચ વર્ષ બાદ ફિયાસ્કો ! સંકલનના અભાવે સપના અધૂરા રહ્યા

ભારતીય રેલવેની સહયોગી સંસ્થા CONCOR કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વાપી નજીકના કરમબેલે ગુડ્સ યાર્ડથી જવાહરલાલ નહેરુ પોર્ટ JNP વચ્ચે 2018-19 માં કન્ટેનર સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે, 5 વર્ષે આ સેવા ટ્રાન્સપોર્ટરો કે ઉદ્યોગોને ફળી નથી. આ સમગ્ર મામલે ETV BHARAT નો વિશેષ અહેવાલ

સંકલનના અભાવે સપના અધૂરા રહ્યા
સંકલનના અભાવે સપના અધૂરા રહ્યા
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2023, 10:52 PM IST

આશાવાદી કન્ટેનર સેવાનો પાંચ વર્ષ બાદ ફિયાસ્કો !

દમણ : વેસ્ટર્ન રેલવે દ્વારા વર્ષ 2018-19 માં કરમબેલેથી સુરથકાલ વચ્ચેની રો-રો ફેરી સર્વિસની માલ સહિત ટ્રકને ટ્રેન પર લઈ જવાની સર્વિસ શરૂ કર્યા બાદ વેસ્ટર્ન રેલવેએ કરમબેલેથી મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ વચ્ચે કન્ટેનર સેવા શરૂ કરી હતી. પ્રથમ વર્ષે સારો પ્રતિસાદ બાદ હાલ આ સેવા પડી ભાંગી છે. જે અંગે સંચાલન કરનાર એજન્સી અને ટ્રાન્સપોર્ટરોનું શું મંતવ્ય છે તે અંગે વાંચો આ વિસ્તૃત અહેવાલ

આશાવાદી કન્ટેનર સેવાની શરૂઆત : આ મહત્વની કન્ટેનર સેવાથી વલસાડ જિલ્લા સહિત દમણ, સેલવાસના ઉદ્યોગોને મોટા પાયે ફાયદો થશે તેવી આશા બંધાઈ હતી. ભારતીય રેલવે વિભાગ દ્વારા 2019 માં આ નવતર સેવા શરૂ કરવામાં આવી હતી. ભારતીય રેલવેની સહયોગી સંસ્થા CONCOR કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વાપી નજીકના કરમબેલી ગુડ્સ યાર્ડથી જવાહરલાલ નહેરુ પોર્ટ JNP વચ્ચે આ કન્ટેનર સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવાથી આ વિસ્તારના ઉદ્યોગોને ખુબ મોટાપાયે ફાયદો થઈ શકે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કન્ટેનર સેવાને નબળો પ્રતિસાદ : જોકે સેવા શરૂ કર્યા બાદ હાલમાં 5 વર્ષના સમયગાળામાં મહિને અને વર્ષે કેટલા કન્ટેનર જાય છે, કેવા પ્રકારનું મટિરિયલ્સ અહીં આવે છે તે અંગે કરમબેલા યાર્ડના એક અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સેવાની શરૂઆત સમયે સારો રિસ્પોન્સ મળ્યો હતો. જે બાદ હાલમાં મહિને માત્ર 6 થી 7 કન્ટેનરનું જ બુકિંગ મળી રહ્યું છે. જે મુજબ 5 વર્ષની સરેરાશ કાઢીએ તો માત્ર 140-150 કન્ટેનરનું સરેરાશ બુકિંગ આવ્યું છે.

ટ્રાન્સપોર્ટ સંચાલકોનો પ્રતિભાવ : CONCOR દ્વારા વેસ્ટર્ન રેલવે સાથે કન્ટેનરની આ પ્રથમ સેવા વાપી નજીકના કરમબેલેથી જવાહરલાલ નહેરુ પોર્ટ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. અનુમાન લગાવવામાં આવ્યું હતું કે વાપી, દમણ અને દાદરા નગર મળીને અહીં મોટાપાયે ઉદ્યોગ છે. જેમાં રોજના 4000 જેટલી ટ્રક આવાગમન કરતી હોવાથી તેનો ટ્રાફિક મળશે. પરંતુ યાર્ડ પર રેલવે રેક માટે એક જ ટ્રેક છે. જેના પર સિમેન્ટ અને અન્ય પાર્સલ સેવા ચાલુ છે. જ્યારે એજ રીતે જવા માટે પણ એક જ ટ્રેક હોવાથી ટ્રેન આવ્યા બાદ તેની સેવા માટે બુકીંગ થાય તે બાદ જ તેને રવાના કરવી પડે છે. જેમાં ખાસ્સો સમય નીકળી જાય છે.

કન્ટેનર કે ટ્રક રેલવે રેક પર મોકલવા પહેલા GST માં તમામ વિગતો ભરવી પડે છે. જે રૂટ ટ્રકનો હોય છે. જ્યારે ટ્રેનનો રૂટ અલગ હોય અને સમયસર ટ્રેનમાં તેને મોકલવામાં આપદા આવતી હોવાથી આ સેવા પ્રત્યે ટ્રાન્સપોર્ટ સંચાલકોમાં કોઈ ઉત્સાહ જોવા મળતો નથી. -- સભ્ય, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન

લાભદાયી પ્રોજેક્ટ પર પાણી ફર્યું : 2019 માં પ્રથમ કન્ટેનર સાથેની ટ્રેન કરમબેલી ગુડ્સ યાર્ડ ખાતે આવી હતી. ત્યાં સુધી આ વેપાર હાઇવે દ્વારા થતો હતો. વાહન માર્ગે મસમોટા કન્ટેનર પોર્ટ સહિત અન્ય રાજ્યોમાં જતાં હતાં. તેમાના મોટાભાગના આયાત-નિકાસના કન્ટેનર માટે CONCOR દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી હતી. જેનાથી વેપારીઓએ વધુ સારી ફેસિલિટી પ્રોવાઇડ થવાની તેમજ લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થવાની આશા સેવી હતી, જે હાલ પાંચ વર્ષે પણ ફળી નથી. હાલમાં સિમેન્ટ, યાર્ન, પાર્સલ પૂરતી આ સેવા સમિતિ રહી છે. મહિને 7 થી 8 કન્ટેનર સિમેન્ટ, 6 થી 7 કન્ટેનર પાર્સલના આવે છે. જવામાં 6 થી 7 કન્ટેનર ખાતર કે યાર્નનું બુકિંગ થાય છે.

રેલવે વિભાગનો આશાવાદ : રેલવે વિભાગ દ્વારા જે તે સમયે એવો આશાવાદ સેવવામાં આવ્યો હતો કે, આજના ગ્લોબલ વોર્મિંગના વધતા પ્રમાણને ઘટાડવા આ ગ્રીન લોજિસ્ટિક સર્વિસ ફળશે. મહિનામાં 10 ટ્રેન આવશે જે બાદ દરરોજની એક ટ્રેનના હિસાબે 50,000 કન્ટેનરની કરમબેલેથી JNP વચ્ચે આયાત નિકાસ થશે. રેલવેને મહિને 3 કરોડ જેટલી માતબર રેવન્યુ પણ પ્રાપ્ત થશે. હાલમાં દરરોજની અંદાજે 25 હજાર જેટલી ટ્રક ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આવાગમન કરે છે. જેનાથી વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે તે પ્રમાણ પણ ઘટશે. જોકે, અંકલેશ્વર અને બોઈસરમાં આ સેવાને સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ કરમબેલે ખાતે નિષ્ફળ સેવા સાબિત થઈ છે.

પાંચ વર્ષ બાદ પણ સપના અધૂરા : આ સેવાના ફાયદા અંગે એવી પણ કલ્પના સેવવામાં આવી હતી કે વાપી, ઉમરગામ, સેલવાસ, દમણના ઉદ્યોગકારોને ફાયદો થશે. તે બાદ આ સેવા હજીરા સુધી લંબાવવામાં આવશે. આ સેવાનો લાભ લેવા માંગતા ઉદ્યોગકાર કે વેપારીએ કરમબેલે, વલવાડા CWC નો સંપર્ક કરવાનો રહેશે, તો વેપારીઓ CHA દ્વારા બુકિંગ પણ કરી શકશે. આમાં કોઈ વચેટિયાની ભૂમિકા નહિ હોય. વેપારીઓ, ઉદ્યોગકારો સીધા જ કૉંકોર સર્વિસ સાથે માલની આયાત નિકાસ કરી શકશે. જોકે પાંચ વર્ષે પણ આ કલ્પના કલ્પના જ રહી છે.

શું છે CONCOR ? CONCOR એટલે કે Container Corporation of India રેલવે વિભાગની સહયોગી કન્ટેનર સેવા છે. સમગ્ર ભારતમાં કૉંકોરની સેવાને અંદાજે 100 ICD સુધી લઈ જવાની નેમ છે. કૉંકોર પાસે પોતાની 256 થી વધુ ટ્રેન પણ છે. જેના દ્વારા વર્ષે દહાડે કરોડો કન્ટેનરની હેરફેર કરવામાં આવે છે. વાપી નજીકના કરમબેલેથી જવાહરલાલ નહેરુ પોર્ટ વચ્ચેની શરૂ કરાયેલી સેવામાં 50,000 કન્ટેનરની દર મહિને હેરફેર કરવાનો સંકલ્પ હતો. તો, વેસ્ટર્ન રેલવે દ્વારા કોમર્શિયલ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. roll on-roll off એટલે કે રો-રો સર્વિસ નામની આ સર્વિસથી વાપીથી બેંગ્લોર તરફ માલસામાનની હેરફેરમાં રેલ્વે પોતાની ટ્રેનના રેક પર એક સાથે 50 ટ્રકને લઈ જાય એ માટે આ સર્વિસની શરૂઆત 20 સપ્ટેમ્બર 2018 ના રોજ સુરથકાલથી કરવામાં આવી હતી. ટ્રક સાથેની ટ્રેન વાપી નજીકના કરમબેલી ગુડ્સ યાર્ડથી બેંગલોર મોકલવામાં આવી હતી.

સંકલનના અભાવે સંકલ્પ નિષ્ફળ : ઉલ્લેખનીય છે કે, ટ્રેનના રેક પર એક સાથે 50 ટ્રકને બેંગલોર તરફથી વાપી અને વાપીથી બેંગ્લોર તરફ લાવવા લઈ જવાની સર્વિસથી માર્ગો પર અનેકગણું ટ્રાફિકનું ભારણ ઘટશે, જેનાથી રેલવેને તો, ફાયદો થશે જ પરંતુ આ સાથે ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓને પણ અનેકગણો ફાયદો થશે. જોકે, આ એક પણ સંકલ્પ રેલવે વિભાગ અને ટ્રાન્સપોર્ટર, ઉદ્યોગકારો સાથેના સંકલનના અભાવે ફળીભૂત થયો નથી.

  1. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઐતિહાસિક વડનગરના વિવિધ સ્થળોની મુલાકાત લઈ અભિભૂત થયા
  2. માવઠાથી રાજ્યમાં ઠંડી વધી, સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.