ETV Bharat / state

વાપીની હરિયા હોસ્પિટલમાં સફાઈ કર્મીઓને પગાર આપ્યા વિના કાઢી મુક્યા - loakdown effect on hospital worker

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલી ખ્યાતનામ હરિયા હોસ્પિટલમાં કામ કરતા 30થી વધુ લોકોને કોન્ટ્રાક્ટરે બે માસનો પગાર આપ્યા વિના જ હાંકી કાઢયા છે. કોરોનાના લોકડાઉનમાં બે મહિના સુધી સતત કામ કરાવીને વેતન આપ્યા વિના 30 જેટલા કર્મચારીઓને હોસ્પિટલની બહાર કાઢી મુકતા, કામદારોએ કોન્ટ્રાક્ટર સામે તેમજ હરિયા હોસ્પિટલ સંચાલકો સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

વાપીની હરિયા હોસ્પિટલમાં સફાઈ કર્મીઓને પગાર આપ્યા વિના કાઢી મુક્યા

author img

By

Published : May 19, 2020, 8:53 PM IST

વાપીઃ શહેરની હરિયા હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી મુંબઈના એક કોન્ટ્રાક્ટમાં કામ કરતાં 30થી વધુ સ્વીપર સહિત સાફ-સફાઈના કર્મચારીઓને લોકડાઉનના સમયમાં બે માસ સુધી સતત કામ કરાવ્યા બાદ તેમને પગાર આપવાને બદલે હોસ્પિટલની બહાર રવાના કરી દેવામાં આવ્યા હતા. 30થી વધુ કર્મચારીઓએ આજે જ્યારે તેમના પગારની માગણી કરી, ત્યારે તેમને હોસ્પિટલ સંચાલકોને કહ્યું કે, કામ કરવું હોય તો કરો નહી તો બહાર નીકળી જાવ એમ કહીને તેઓને ગેટની બહારનો દરવાજો બતાવી દીધો હતો.

વાપીની હરિયા હોસ્પિટલમાં સફાઈ કર્મીઓને પગાર આપ્યા વિના કાઢી મુક્યા

મહત્વનું છે કે, એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનના સમયમાં શ્રમિકોને બે માસનો પગાર કંપની કે કોન્ટ્રાકટરોએ ચુકવવાની વાત કરી હોય, ત્યારે અનેક કંપનીઓ અને અને કોન્ટ્રાક્ટરો એવા છે કે, જેમણે તેમના નેજા હેઠળ કામ કરતા અનેક કર્મચારીઓને પગાર આપ્યા વિના રવાના કરી દીધા છે.

હાલમાં નિ:સહાય બનેલા આ તમામ કોરોનાવોરિયર્સ જે હોસ્પિટલમાં જીવના જોખમે કામ કરતા હતા. એ તમામ મુશ્કેલીમાં મુકાયા છે. જો કે તે બાદ મામલો બીચકતા આખરે મોડી સાંજે કોન્ટ્રાક્ટરે તમામનો પગાર ચુકવવાની ખાતરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.