પારસીઓના ભારત આગમન થયા બાદ જે રીતે દુધમાં સાકરની જેમ ભળી ગયા અને ભારત દેશ મારો છે, તેવી ભાવના સાથે વફાદારી પૂર્વક વસવાટ કર્યો હતો તેમ રાજ્યપ્રધાન રમણ પાટકરે જણાવ્યું હતું. આજના પ્રસંગે ધાર્મિક્તાની સાથે વિશેષ મહત્વ એ છે કે, 1300 વર્ષ પહેલા કોઇએ આશ્રય આપ્યો હોય અને તે આશરો આપનારને સન્માન આપવા માટે પારસી સમાજના અગ્રણીઓે ભારતમાંથી એક દિવસની રજા પાડીને અહીં ઉપસ્થિત રહે છે. પોતાના અસ્તિત્વની લડાઇ લડીને પણ પારસીઓ ભારતમાં વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. જે માટે તેઓના પૂર્વજોએ કરેલા પ્રયાસને તેમણે બિરદાવ્યા હતા.
આ ખાસ પ્રસંગે પારસી લોકોએ રાજાનો આભાર માન્યો હતો અને સંજાણા કુટુંબના નર્યોસંગ ધવલના પરિવારોની તેમજ દસ્તુરજીની ઉપસ્થિતિમાં પૂજા પણ કરી હતી. સંજાણ ડે નિમિત્તે પૂર્વ અમ્પાયર આદિલ પાલ્યા, સંજાણ મેમોરિયલ લોકલ કમિટીના પ્રમુખ બેપ્સી દેવીયરવાલા, સમાજના વડા દસ્તુરજી સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.