વાપી નજીક આવેલ છીરી ગામમાં મુંબઈના એક બિલ્ડરે અન્ય બે પાર્ટનર સાથે મળી છીરીમાં ઓમ પેલેસ નામનું બિલ્ડીંગ બનાવ્યું હતુ. આ બિલ્ડીંગ બન્યાને માત્ર 5 જ વર્ષ થયાં છે. 5 જ વર્ષમાં બિલ્ડિંગની હાલત રહેવાસીઓ માટે ભયજનક બની છે. બિલ્ડિંગના નિર્માણ દરમિયાન બિલ્ડર સંજીવ ઉપાધ્યાય દ્વારા દરેક ફેલટ અને દુકાન ખરીદનારને જણાવ્યું હતું કે, બિલ્ડિંગમાં GIDCનું અને બોરનું પાણી આપવામાં આવશે, લિફ્ટની સુવિધા હશે, આલીશાન કલરથી બિલ્ડીંગને શોભાવવામાં આવશે.
ફ્લેટ ધારકો પણ બિલ્ડરની વાતમાં આવી ગયા અને ફ્લેટ-દુકાનો ખરીદી લીધા જે બાદ બિલ્ડરે બિલ્ડીંગને કલર કર્યા વિના, લિફ્ટની સુવિધા આપ્યા વિના અને GIDC ના પાણીના કનેક્શન વિના જ પઝેશન આપી લાખો રૂપિયા લઇ લીધા અને આવતા મહિને અધૂરું કામ પૂરું કરી દઈશું તેવા વાયદા કર્યા.
વાપીમાં બિલ્ડરે સુવિધા વગરના વહેચ્યા 37 ફલેટ, હવે રહેવાસીઓ ભોગવી રહ્યા છે પરેશાની - Vapi
વાપી: છીરી ગામમાં મુંબઇના 1 બિલ્ડરે અને અન્ય 2 પાર્ટનરો સાથે મળીને ઓમ પેલેસ નામનું બિલ્ડીંગ બનાવ્યું હતુ. જેમાં લોકોને પાણી, પાર્કિંગ અને લાઇટ સહિતની સુવિધાની મોટી વાતો કરીને 37 ફલેટ વેંચી દીધા હતા. પરંતુ અત્યારે માત્ર 5 વર્ષમાં જ બિલ્ડીંંગ ખખડધજ બની ગઇ છે. ત્યારે બિલ્ડરને રજુઆત કરતાં તે લોલીપોપ પકડાવીને લોકોને બેવકુફ બનાવી રહ્યા છે.
વાપી નજીક આવેલ છીરી ગામમાં મુંબઈના એક બિલ્ડરે અન્ય બે પાર્ટનર સાથે મળી છીરીમાં ઓમ પેલેસ નામનું બિલ્ડીંગ બનાવ્યું હતુ. આ બિલ્ડીંગ બન્યાને માત્ર 5 જ વર્ષ થયાં છે. 5 જ વર્ષમાં બિલ્ડિંગની હાલત રહેવાસીઓ માટે ભયજનક બની છે. બિલ્ડિંગના નિર્માણ દરમિયાન બિલ્ડર સંજીવ ઉપાધ્યાય દ્વારા દરેક ફેલટ અને દુકાન ખરીદનારને જણાવ્યું હતું કે, બિલ્ડિંગમાં GIDCનું અને બોરનું પાણી આપવામાં આવશે, લિફ્ટની સુવિધા હશે, આલીશાન કલરથી બિલ્ડીંગને શોભાવવામાં આવશે.
ફ્લેટ ધારકો પણ બિલ્ડરની વાતમાં આવી ગયા અને ફ્લેટ-દુકાનો ખરીદી લીધા જે બાદ બિલ્ડરે બિલ્ડીંગને કલર કર્યા વિના, લિફ્ટની સુવિધા આપ્યા વિના અને GIDC ના પાણીના કનેક્શન વિના જ પઝેશન આપી લાખો રૂપિયા લઇ લીધા અને આવતા મહિને અધૂરું કામ પૂરું કરી દઈશું તેવા વાયદા કર્યા.
Body:વાપી નજીક આવેલ છીરી ગામમાં મુંબઈના એક બિલ્ડરે અન્ય બે પાર્ટનર સાથે મળી છીરીમાં ઓમ પેલેસ નામનું બિલ્ડીંગ બનાવ્યું છે. આ બિલ્ડીંગ બન્યાને માત્ર પાંચ જ વર્ષ થયાં છે. આ પાંચ જ વર્ષમાં બિલ્ડિંગની હાલત રહેવાસીઓ માટે ભયજનક બની છે. બિલ્ડિંગના નિર્માણ દરમ્યાન બિલ્ડર સંજીવ ઉપાધ્યાય દ્વારા દરેક ફેલટ અને દુકાન ખરીદનારને જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં GIDC નું અને બોરનું પાણી આપવામાં આવશે, લિફ્ટની સુવિધા હશે, આલીશાન કલરથી બિલ્ડીંગને શોભાવવામાં આવશે.
ફ્લેટ ધારકો પણ બિલ્ડરની વાતમાં આવી ગયા અને ફ્લેટ-દુકાનો ખરીદી લીધા જે બાદ બિલ્ડરે બિલ્ડીંગને કલર કર્યા વિના, લિફ્ટની સુવિધા આપ્યા વિના અને GIDC ના પાણીના કનેક્શન વિના જ પઝેશન આપી લાખો રૂપિયા લઇ લીધા અને આવતા મહિને અધૂરું કામ પૂરું કરી દઈશું તેવા વાયદા કર્યા. જે આજે પાંચ વર્ષે પણ પુરા થાય નથી.
ફ્લેટ અને દુકાન ધારકોએ બિલ્ડિંગની હાલત અંગે જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં કોઈ જ કામ વ્યવસ્થિત કરવામાં આવ્યું નથી. પાણી માટે રહેવાસીઓ તરસી રહ્યાં છે. બોરિંગમાં માત્ર 10 કે 15 મિનિટ પાણી આવે છે. જે માટે મહિને મીટરનું બિલ 14 હજાર આવે છે. ટેરેસમાં પરાપેટની સુવિધા પૂરી પાડી નથી. ગટરની યોગ્ય વ્યવસ્થાને અભાવે તે ઉભરાઈ રહી છે. પાર્કિંગમાં જ ગેરકાયદેસર ફ્લેટ બનાવી દેતા પાર્કિંગમાં રહેવાસીઓના વાહનો પાર્ક થતા નથી. દુકાનોમાં તિરાડો પડી ગઈ છે. જ્યારે આ અંગે બિલ્ડર સંજીવ ઉપાધ્યાય સમક્ષ રજૂઆત કરીએ છીએ તો તે આવતા મહિને કામ કરી આપીશું તેવા માત્ર વાયદા જ કરે છે. પરંતુ કામ કરતા નથી કે પૈસા પાછા આપતા નથી.
Conclusion:ઉલ્લેખનીય છે કે, તકલાદી બિલ્ડીંગ બનાવ્યા બાદ પણ આ બિલ્ડરે તેની નજીકમાં જ બીજા બિલ્ડીંગનું નિર્માણ હાથ ધર્યું છે. જ્યારે રહેવાસીઓની સમસ્યા અંગે તેનો ટેલિફોનિક સંપર્ક કરતા પોતે હાલ ઉત્તરપ્રદેશમાં હોય આગામી 1 લી જુલાઈએ આવશે ત્યારે, આ અંગે રૂબરૂ વાત કરશે તેમ કહી બિલ્ડીંગના કામમાં જે અધૂરપ છે. તે આગામી મહિને પુરી કઈ આપવાની લોલીપોપ આપી ફોન કટ કરી નાખ્યો હતો.
bite :- રંગનાથ શુકલા, ફ્લેટ ધારક, ઓમ પેલેસ, છીરી
bite :- સૂર્યભાણ ચૌહાણ, દુકાન ધારક, ઓમ પેલેસ, છીરી