ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં કોવિડ વેક્સિનનું આગમન

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોવિડ રસીનો પ્રથમ જથ્થો મોકલવામાં આવ્યો છે. વેક્સિન વાનમાં મોકલેલા 5000 રસીના ડોઝનો જથ્થો સેલવાસ વિનોબા ભાવે સીવીલ હૉસ્પિટલ ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યો છે. આગામી 16મી જાન્યુઆરીએ રખોલી કેન્દ્ર ખાતે આરોગ્યકર્મીઓને રસીના ડોઝ આપી કોવિડ રસીકરણનો પ્રારંભ કરવામાં આવશે.

દાદરા નગર હવેલીમાં કોવિડ વેક્સિનનું આગમન
દાદરા નગર હવેલીમાં કોવિડ વેક્સિનનું આગમન
author img

By

Published : Jan 13, 2021, 5:02 PM IST

  • દાદરા નગર હવેલીમાં કોવિડ વેક્સિનનું આગમન
  • 5000 ડોઝ વેક્સિનનો જથ્થો આવ્યો
  • 16મી જાન્યુઆરીએ વેક્સિનેશનનો પ્રારંભ કરાશે

સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ ખાતે કોવિડ વેક્સિનનો પ્રથમ જથ્થો આવી પહોચ્યો છે, જેથી સ્વાસ્થ્ય કર્મીઓમાં ખુશીની લહેર વ્યાપી છે. 13મી જાન્યુઆરીએ કોવિડ વેક્સિન વાનમાં આ જથ્થો સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલ ખાતે આવ્યો હતો. સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનારી કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા ખાસ રસી તૈયાર કરવામાં આવી છે. ભારતમાં પણ રસી તૈયાર થયા બાદ રસીકરણ પહેલા ખાસ ડ્રાય રન યોજાયું હતું, ત્યારે, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ માટે પણ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રથમ વેક્સિનના જથ્થાને મોકલવામાં આવ્યો છે.

કોવિડ વેક્સિનનું આગમન
કોવિડ વેક્સિનનું આગમન

વેક્સિનને વિનોબા ભાવે હોસ્પિટલ ખાતે સુરક્ષિત રખાઈ

વેક્સિન વાનમાં દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે પહોંચેલી રસીને સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલ ખાતે સુરક્ષિત કરવામાં આવી છે. આ અંગે વિનોબા ભાવે હોસ્પિટલના તબીબ ડૉ. અનિલ માહલાએ ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે, જેની રાહ જોવાતી હતી તે કોરોના સામેના રામબાણ ઈલાજ તરીકેની વેક્સિન દાદરા નગર હવેલીમાં આવી ગઈ છે.

વેક્સિન વાન
વેક્સિન વાન

વેક્સિનેશન પહેલા 100 બેનીફિશરીને આઇડેન્ટિફાઈ કરાશે

ભારત સરકાર દ્વારા પ્રથમ ચરણમાં કુલ 5000 ડોઝ રસી મોકલવામાં આવી છે. આ રસીના ડોઝ આપતા પહેલા 14મી જાન્યુઆરીએ 100 બેનીફિશરીને આઇડેન્ટિફાઈ કરી 16મી જાન્યુઆરીએ રખોલી CHC કેન્દ્ર ખાતે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે.

વેક્સિન વાન
વેક્સિન વાન

પ્રથમ યાદીમાં આરોગ્ય કર્મીઓનો સમાવેશ

કોરોનાની રસી આપવા માટે પ્રથમ જે યાદી તૈયાર કરી છે. તેમાં સરકારી અને પ્રાઇવેટ સ્વાસ્થ્ય કર્મીઓનો સમાવેશ કર્યો છે. જેમની યાદી તૈયાર કરી કોવિડ વેક્સિન આપવામાં આવશે. જે બાદના બીજા ચરણમાં જે યાદી તૈયાર કરવામાં આવી છે તે મુજબ વેક્સિન આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.