દમણ :દમણ પ્રશાસન દ્વારા દમણ-દીવ, દમણ-અમદાવાદ-મુંબઈ, દીવ અમદાવાદ-મુંબઈ વિમાની સેવા શરૂ કરવા માટે ઉડયન મંત્રાલય સમક્ષ રજૂઆત કરી હતી. જે રજૂઆતને ઉડયન મંત્રાલયે ગુરુવારે મંજુર કરી છે. હવે આગામી દિવસોમાં દમણથી અમદાવાદ, વડોદરા અને મુંબઇ માટે વિમાની સેવા શરૂ કરવામાં આવશે. આ માટે હાલમાં દમણમાં નવા એરપોર્ટનું નિર્માણ ન થાય ત્યાં સુધી કોસ્ટ ગાર્ડના એર સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવશે.
દમણથી ડોમેસ્ટિક ફ્લાઈટને લીલીઝંડી, અમદાવાદ-વડોદરા-દમણ-મુંબઈ વચ્ચે શરૂ થશે હવાઈ સેવા સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ગત વર્ષે દમણથી દીવ સુધી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવાને સારો પ્રતસાદ મળતાં જ દમણથી ડોમેસ્ટિક ફલાઇંટ સેવા શરૂ કરવા માગ ઉઠી હતી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના પ્રશાસક પ્રફુલ પટેલે આ અંગે કેન્દ્રના રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને ઉડ્ડયન મંત્રી સાથે અનેક વખત વિચારણા કરીને બેઠક કરી હતી. દમણથી ડોમેસ્ટિક ફ્લાઈટને લીલીઝંડી, અમદાવાદ-વડોદરા-દમણ-મુંબઈ વચ્ચે શરૂ થશે હવાઈ સેવા આખરે ગુરૂવારે દમણથી ડોમેસ્ટિક ફલાઇટ શરૂ કરવા માટે ઉડ્ડયન મંત્રાલય દ્વારા જરૂરી પરવાનગી આપવામાં આવી છે. આ સેવા માટે દમણમાં એરપોર્ટ ટર્મિનલનું નિર્માણ કરાશે જે માટે કામ પણ સોંપી દેવામાં આવ્યું છે. હાલમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવશે. કોસ્ટ ગાર્ડના એર સ્ટેશન ઉપર પાર્કિગ સ્પેસ, પેસેન્જર લોન્જ, આઇસોલેશન વે, નેવિગેશનલ એન્ડ એપ્રોચ વે તથા ઇંધણની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જેને લઇ દમણ જ નહીં વલસાડ જિલ્લાના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.