વાપી: કોરોના વાઇરસને કારણે એક તરફ રોજગાર ધંધા ઠપ્પ થયા છે, તો બીજી તરફ દેશભરમાં લગાવેલા લોકડાઉનના કારણે વતન તરફની વણઝાર વધી છે. ગુજરાત સરકાર અને દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસને રાજસ્થાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને વતન લાવવા માટેની તૈયારીઓ હાથ ધરી છે. ગુજરાતના વલસાડ જિલ્લામાં વહીવટીતંત્રની કાબિલે તારીફ કામગીરી સામે આવી છે.અત્યાર સુધીમાં 17000 માછીમારો પરત વતન આવ્યા છે. એ જ રીતે સૌરાષ્ટ્રના વિવિધ બંદરો પર માછીમારી કરવા ગયેલા મહારાષ્ટ્રના 8000 ખલાસીઓ પણ પોતાના વતન પહોંચ્યા છે.
આ અંગે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના રાજ્ય પ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની સરાહનીય કામગીરીથી જિલ્લાના 17000 માછીમારોને વતન પરત લાવવાની કામગીરી સુપેરે પાર પાડી છે. આ તમામ માછીમારોને નારગોલ બંદર સહિતના કાંઠે પરત લાવ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સંપૂર્ણ ચેકીંગ કરવામાં આવ્યું છે.
હજુ સુધીમાં વલસાડ જિલ્લામાં આ 17000 માછીમારોમાંથી એક પણ કોરોના કેસ સામે આવ્યો નથી. હાલમાં દહેરી-ડુંગરી ગામનો એક-એક કેસ પોઝિટિવ આવ્યો છે. જેમાં દેહરીનો માછીમાર મહારાષ્ટ્રથી બે મહિના પહેલા પરત આવ્યો હતો.
લોકડાઉન અને કોરોનાવાઇરસને કારણે માછીમારોની હાલત ખૂબ જ કફોડી બની છે. આ વખતે ગુજરાતમાં પહેલા ત્રાટકેલા વાવાઝોડાને કારણે માછીમારોએ ખૂબ નુકસાન સહન કર્યું છે. તે બાદ કોરોના મહામારીને કારણે પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. માછીમારીની સિઝન પર મૂકવામાં આવેલા પ્રતિબંધના કારણે માછીમારોની હાલત દયનીય બની છે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના નારગોલ, ફણસા એ જ રીતે પારડી તાલુકાના ઉમરસાડી, વલસાડ તાલુકાના દાંતી સહિતના વિસ્તારો માછીમારી સાથે સંકળાયેલા વિસ્તારો છે. આ વિસ્તારના મોટાભાગના માછીમારો સૌરાષ્ટ્રના વેરાવળ, પોરબંદર, ઓખા, જખૌ સહિતના બંદરે માછીમારી કરવા જતા હોય છે. ફરાયેલા માછીમારોને પરત વતન લાવવા માટે કેબિનેટમાં મિટિંગ યોજી તેમને પરત લાવવાની રજૂઆત કરાઇ હતી. જે બાદ દરિયાઇ માર્ગે 50થી પણ વધુ વહાણોમાં આ માછીમારોને માદરેવતન લાવવામાં આવ્યા છે.
કોરોનામાં સરકારની પોઝિટિવ કામગીરી: 25000 જેટલા માછીમારોને વલસાડ અને મહારાષ્ટ્રમાં માદરે વતન પહોંચાડ્યા - કોરોના પોઝિટિવ દર્દી
વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના એક ખલાસીનો અને વલસાડ તાલુકાના એક હોમગાર્ડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ધરમપુર તાલુકાના કોરોના પોઝિટિવ દર્દીનો મૃત્યુ થયાને 27 દિવસ બાદ વલસાડ જિલ્લો પણ કોરોના વાઇરસગ્રસ્ત જિલ્લાના લિસ્ટમાં સામેલ થઇ ગયો છે. આ લોકડાઉન દરમિયાન વહીવટીતંત્રની કાબિલે તારીફ કામગીરી પણ જોવા મળી હતી. જિલ્લાના 25 હજાર ખલાસીઓને પરત લાવવામાં આવ્યા છે, જેમાંથી હજી સુધી એકપણ કેસ પોઝિટિવ નથી આવ્યો.
![કોરોનામાં સરકારની પોઝિટિવ કામગીરી: 25000 જેટલા માછીમારોને વલસાડ અને મહારાષ્ટ્રમાં માદરે વતન પહોંચાડ્યા 25000 જેટલા માછીમારો વલસાડ અને મહારાષ્ટ્રમાં માદરે વતન પહોંચ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6896212-382-6896212-1587555719380.jpg?imwidth=3840)