ETV Bharat / state

વાપીમાં વેસ્ટ કેમિકલનો જથ્થાનો નિકાલ કરવા ગયેલો ડમ્પરચાલક ઝડપાયો - GPCB

વાપી LCBની ટીમે વાપી GIDCની સાન્હી કંપનીમાંથી કેમિકલ ભરી સગેવગે કરવા નીકળેલા ડમ્પર સાથે ચાલકની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથ રૂ. 2.95 લાખના કેમિકલનો વેસ્ટ કબજે કર્યો હતો. આ સાથે જ પોલીસે GPCBને આ અંગેની જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાપીમાં વેસ્ટ કેમિકલનો જથ્થાનો નિકાલ કરવા ગયેલો ડમ્પરચાલક ઝડપાયો

author img

By

Published : Mar 6, 2021, 10:12 AM IST

  • LCBએ વેસ્ટ કેમિકલનું ડમ્પર ઝડપી ચાલકની ધરપકડ કરી
  • પોલીસે રૂ. 2.95 લાખનો કેમિકલનો જથ્થો કબજે કર્યો
  • સાન્હી કંપનીમાંથી કેમિકલ ભરી સગેવગે થતું હતુ

વાપીઃ વાપી GIDCની એક કંપનીમાંથી વેસ્ટ કેમિકલનો જથ્થો નાના પોંઢા તરફ નિકાલ કરવા નીકળેલા ડમ્પરને LCBની ટીમે પકડી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે ડમ્પરમાં રહેલા રૂ. 2.95 લાખનો કેમિકલ વેસ્ટ કબજે કર્યો હતો. બનાવ અંગે જીપીસીબીને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સોલિડ વેસ્ટનો જથ્થો નાના પોંઢા જઈ રહ્યો હતો
વલસાડ જિલ્લા LCB ટીમે બાતમીના આધારે વાપી GIDCમાંથી ડમ્પર નંબર DD 03-H-9846ને અટકાવી અંદર ચકાસણી કરી હતી. તે દરમિયાન ડમ્પરમાંથી કેમિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. આથી ચાલક બેચન રામનરેશ યાદવની પૂછપરછ હાથ ધરતા આ સોલિડ વેસ્ટનો જથ્થો તે જીઆઈડીસી થર્ડ ફેઝમાં આવેલ સાન્હી કેમિકલ કંપનીમાંથી નાના પોંઢા વિસ્તારમાં ખાલી કરવા માટે લઇ જઇ રહ્યો હોવાની કબૂલાત કરી હતી.

સાન્હી કંપનીમાંથી કેમિકલ ભરી સગેવગે થતું હતુ

વાંચો: વાપી-દમણમાં ચેઇન સ્નેચીંગ કરતી ચોર ટોળકીના ચાર ઇસમોને LCB એ દબોચી લીધા

GPCBને જાણ કરી વધુ તપાસ હાથ ધરી

ડમ્પરચાલક પાસે કેમિકલ વેસ્ટને લઇ જવા બીલ કે આધાર પૂરાવા ન મળતાં LCBએ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. LCBએ બનાવ અંગે GPCBના અધિકારીઓને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વાપીની ઘણી કંપનીઓ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં કેમિકલના સોલિડ વેસ્ટનો નિકાલ કરવામાં આવે છે. આ અંગે વધુ તપાસ થાય તો અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવી શકે તેમ છે.

પોલીસે રૂ. 2.95 લાખનો કેમિકલનો જથ્થો કબજે કર્યો

વાંચો: પાટણના જાસ્કા ગામમાં ખેતરમાંથી કેમિકલનો જથ્થો મળી આવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.