વલસાડ: વલસાડથી મુંબઈ તરફ ગયેલી નારગોલ બંદરની 8 બોટ અને મુંબઈની અન્ય 5 બોટને મુંબઈ દરિયા કાંઠા વિસ્તારમાં બોટ લાંગરવાની મંજૂરી નહિ મળતા આ બોટ પરત નારગોલ બંદરે આવી હતી. પરંતુ તેઓને વહીવટીતંત્રએ કાંઠે આવવાની મનાઈ ફરમાવતા આ લોકો મુસીબતમાં મુકાયા હતાં.
જે દરમિયાન સ્થાનિક માછીમાર એસોસિએશનના આગેવાનોએ રાજયમંત્રી રમણ પાટકર અને રાજ્યના પોલીસવડા સમક્ષ તેમજ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. જેથી દરિયામાં રહેલી નારગોલની 8 બોટને કિનારાથી દૂર દરિયામાં જ રહેવાની સૂચના આપી હતી. અને આ બોટમાં સવાર તમામ 79 લોકોની આરોગ્ય વિભાગે તબીબી તપાસ કરી હતી. તમામ વ્યક્તિઓ સ્વસ્થ હોવાનું જણાયું હતું.
દેશ જ્યારે કોરોના નામની મહામારી સામે લડી રહ્યો છે. ત્યારે, આ તમામ માછીમારોએ સ્વેચ્છાએ 14 દિવસ સુધી બોટમાં જ રહેવાની ઈચ્છા દર્શાવી હોવાનું સ્થાનિક શૈલેષભાઇ હોડીવાળાએ જણાવ્યું હતુઁ. અને એટલે તેઓને જરૂરી સાધન સામગ્રી નાની બોટ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે.
કોરોનાના કહેરને કારણે આ બોટ માલિકોની મોટા ભાગની મચ્છી ને ફેંકી દેવી પડી છે. અને એ રીતે બોટ માલિકોને ખાસ્સું નુકસાન સહન કરવાનું આવ્યું છે. હાલ તમામ બોટ નારગોલના કાંઠે દરિયામાં લાંગરવામાં આવી છે અને ખલાસીઓને છૂટ આપી લોકડાઉનનું પાલન કરાવાય રહ્યું છે. ત્યારે નારગોલની 8 બોટના 79 લોકો દરિયામાં જ બોટ ક કવોરન્ટાઈન થઈ અનોખી મિશાલ આપી રહ્યા છે.
વલસાડમાં વધુ 79 માછીમારોને બોટ કવોરન્ટાઈનમાં રખાયા
દેશમાં કોરોનાની મહામારી સામે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના વાયરસનો ચેપ અન્ય લોકોને ન લાગે તે માટે રાજ્ય કે દેશ બહારથી આવેલા લોકોની તબીબી ચકાસણી કર્યા બાદ તેઓને 14 દિવસ હોમ કવોરન્ટાઈન હેઠળ રાખવામાં આવી રહ્યાં છે. પરંતુ વલસાડ જિલ્લાના નારગોલ બંદરના 8 બોટના 79 ખલાસીઓને બોટ કવોરન્ટાઈન કરવામાં આવ્યાં છે.