ETV Bharat / state

લમ્પી વાયરસની નાબુદી માટે 51 પાર્થિવ શિવલીંગની રાષ્ટ્રધ્વજ સાથે રાખી કરવામાં આવી પ્રાર્થના - Har Ghar Tiranga

શ્રાવણ માસમાં રાજ્યમાં ફેલાયેલ લમ્પી વાયરસ નાબૂદ(Lumpy Virus Gujarat) થાય, હર ઘર તિરંગા(Har Ghar Tiranga ) અભિયાનમાં લોકો જોડાય, ભગવાન શિવ સૌનું અને રાષ્ટ્રનું કલ્યાણ કરે તેવા શુભ આશિષ માટે વાપીમાં આવેલા હરિયા પાર્કમાં સ્થાનિક રહીશોએ સામુહિક પાર્થિવ શિવલિંગનું પૂજન કરી મહાદેવ પાસે પ્રાર્થના કરી હતી.

લમ્પી વાયરસની નાબુદી માટે 51 પાર્થિવ શિવલીંગની રાષ્ટ્રધ્વજ સાથે રાખી કરવામાં આવી પ્રાર્થના

author img

By

Published : Aug 9, 2022, 9:04 PM IST

દમણ: વાપીના હરિયા પાર્ક ખાતે આવેલા અંબા માતા મંદિરના(Amba Mata Temple in Haria Park) પ્રાંગણમાં 51 પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી બહેનોએ તેનું પૂજન અર્ચન કરવા સાથે રાજ્યમાં ફેલાયેલા લમ્પી વાયરસ નાબૂદ થાય(Lumpy Virus Gujarat), હર ઘર તિરંગો(Har Ghar Tiranga) લહેરાય, મહાદેવ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરી હતી.

લમ્પી વાયરસમાં મૃત્યુ પામેલા ગાય માતાની આત્માને શાંતિ માટે પ્રાર્થના

ઘરે તિરંગો લહેરાવી તેવી પ્રાર્થના કરવામાં આવી - પવિત્ર શ્રાવણ માસમા મહાદેવની પૂજાનું અનેરું મહત્વ છે. તેમાં પણ પુત્રદા એકાદશીએ બહેનો દ્વારા મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ધ્યાનમાં રાખીને સોમવારે વાપીના હરિયા પાર્ક ખાતે આવેલ અંબા માતા મંદિરના પ્રાંગણમાં 51 પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં પશુઓમાં ફેલાયેલ લમ્પી વાયરસ નાબૂદ થાય, દેશના દરેક નાગરિક હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને પોતાના ઘરે તિરંગો લહેરાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હોવાનું કથાકાર ધરમ જોષીએ જણાવ્યું હતું.

સામુહિક પાર્થિવ શિવલિંગનું પૂજન કરી મહાદેવ પાસે પ્રાર્થના કરી હતી

આ પણ વાંચો: લમ્પી વાયરસથી મૃત્યું પામેલા પશુઓના માલિકોને સહાય ચૂકવવા ધારાસભ્યની માંગ

લમ્પી વાયરસમાં મૃત્યુ પામેલા ગાય માતાની આત્માને શાંતિ માટે પ્રાર્થના - જેમ કોરોના વખતે આ વિસ્તારના રહીશો એકબીજાને મદદરૂપ થયા હતા. તેવી જ રીતે પારિવારિક ભાવના કેળવી દેશની આન બાન અને શાન ગણાતા તિરંગાને તેમના ઘરે લહેરાવે. લમ્પી વાયરસમાં(Lumpy Virus Symptoms) મૃત્યુ પામેલા ગાય માતાની આત્માને મહાદેવ શાંતિ પ્રદાન કરે તેવા શુભ આશયથી આયોજીત આ સામુહિક પાર્થિવ શિવલિંગ સ્થાપના(Establishment of Parthiva Shivlinga) અને પૂજન, અર્ચના યજ્ઞમાં ઉપસ્થિત મહિલા મંડળની બહેનોએ જણાવ્યું હતું કે, તમામે હાથમાં રાષ્ટ્રધ્વજ રાખી મહાદેવની પૂજા કરી છે. તેમજ ધ્વજ વંદનના દિવસે અને જન્માષ્ટમીના દિવસે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવશે.

પૂજન અર્ચના
પૂજન અર્ચના

તિરંગા સાથે 51 પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી - સોમવારે હરિયા પાર્ક અંબા માતા મંદિરના પ્રાંગણમાં આયોજિત કાર્યક્રમ અંગે એક દિવસ અગાઉ જ કથાકાર ધરમ જોષીએ તિરંગા સાથે 51 પાર્થિવ શિવલીંગની સ્થાપના કરવાની, લમ્પી વાયરસના કારણે મૃત્યુ પામેલા ગાય માતાના કલ્યાણ માટે પૂજા, અર્ચના અને સમૂહ આરતી કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. જેને સોસાયટીના તમામ રહીશોએ સહર્ષ સ્વીકારી તેમાં ઉપસ્થિત રહી મહાદેવની પૂજા કરી હતી.

વાપીના હરિયા પાર્ક ખાતે આવેલા અંબા માતા મંદિર

આ પણ વાંચો: Lumpy virus in Gujarat : 22 જિલ્લામાં લમ્પી વાઇરસનો ખોફ, રસીકરણ અને ગાયોના મોતની સરકારે આપી માહિતી

હર હર મહાદેવ, ભારત માતા કી જયના ગગનભેદી નારા લલકાર્યા હતાં - ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં 51 પાર્થિવ શિવલિંગનું સ્થાપન કરી કથાકાર ધરમ જોષીએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શ્લોક મંત્રોચ્ચાર કરી પૂજા કરાવી હતી. જેમાં ઉપસ્થિત મહિલાઓએ ભગવાન શિવ સૌનું કલ્યાણ કરે, પશુઓમાં ફેલાયેલ લમ્પી વાયરસને નાબૂદ(Lumpy Virus Drug) કરે, રાષ્ટ્રની આન બાન અને શાન ગણાતો તિરંગો કાયમ લહેરાતો રહે, અને લોકોમાં દેશભક્તિ પ્રબળ બને તેવી પ્રાર્થના કરી હતી. 101 દીપ પ્રગટાવી મહાદેવની સામુહિક આરતી ઉતારી હર હર મહાદેવ, ભારત માતા કી જયના ગગનભેદી નારા લલકાર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.